SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ જુ ૩૧૯ વિક્રમી દિળ, મોટું રથનું બળ. અતિ ઉત્કટ પ્રતાપ, નિ:સીમ શાસકૌશલ્ય અને દેવતાઈ આ યુધની સંપત્તિ, એ સર્વ જેમ શત્રુઓના દર્પને હણે છે તેમ તેને ગર્વ કરવાથી તે અમને પણ હાનિ કરે તેમ જણાય છે. હે પુત્ર ! ગર્વ સર્વ દેશને અગ્રણી છે, આપત્તિ નું એક સ્થાન છે, સંપત્તિનો અપહર્તા છે, દુર્યશનો કર્તા છે, વંશનો સંહારકર્તા છે, સર્વ સુખને હરનાર છે, પરકમાં પહોંચાડનાર છે, અને શરીરમાંથી જ ઉત્પન્ન થયેલ શત્રુ છે, તે ગર્વ સમાગમાં રહેલા સામાન્ય પુરુ એ પણ છોડી દેવા યોગ્ય છે તે મારા પૌત્રે તે વિશેષ રીતે છોડવા કે ગ્ય છે. હે પુત્ર ! તારે વિનીતપણા વડે ગુણની પાત્રતા મેળવવી. વિનય ધારણ કરવાથી અશક્ત મનુષ્યને પણ ગુણના પ્રકર્ષની પ્રાપ્તિ થાય છે. અને શકિતવંત પુરુષમાં તે જે વિનય ગુણ હોય છે તે તે સુવર્ણ ને સુગંધના મેળાપ સદેશ તેમજ નિષ્કલંક થયેલા પૂર્ણિમાના ચંદ્ર તુલ્ય છે. સુર, અસુર અને નાગાદિકનો તમારે યથાયોગ્ય ક્ષેત્રમાં સુખકારક કાર્યમાં ઉપચાર કરે (જ્યાં ત્યાં ઉપચાર ન કરે ). ઉપચારને ગ્ય કાર્યમાં જે ઉપચાર કરે તે દોષકારક નથી, પણ પિત્તવાળા માણસને આત૫ની જેમ અપચાર કરે તે દોષને અર્થે છે. ઋષભસ્વામીના પુત્ર ભરતચક્રીએ ગ્ય ઉપચારથી દેવ અને દેત્યોને વશ કર્યા હતા. તે શકિતવાન હતા તો પણ તેણે દેવતાદિકમાં કરવા યોગ્ય ઉપચાર બતાવ્યું છે, તેથી તમારે પણ કુળાચાર પ્રમાણે વર્તવું.” મહાભાગ ભગીરથે પિતામહનું તે વાક્ય આદરપૂર્વક સ્વીકાર્યું; કારણ કે સ્વભાવથી જ વિનીત પુરુષને જે શિક્ષા આપવી તે સારી ભીંતમાં ચિત્ર કરવા જેવું છે, પછી પોતાના પ્રતાપની જેવું ઉર્જિત દંડરત્ન અર્પણ કરી, મસ્તક પર ચુંબન કરી સગરે ભગીરથને વિદાય કર્યો. ચકીના ચરણકમળમાં પ્રણામ કરી દંડન સહિત ભગીરથ વિજળી સહિત મેઘની જેમ ઉતાવળે ત્યાંથી ચાલી નીકળ્યો. ચક્રીએ આપેલા મોટા સૈન્યથી અને તે દેશના લોકોથી પરવરેલો ભગીરથ પ્રકીર્ણ દેવતા અને સામાનિક દેવતાવડે વિટાયેલા ઈદ્રની જે ભતો હતે. અનુક્રમે તે અષ્ટાપદ પર્વત સમીપે આવ્યો. ત્યાં તે પર્વતને સમુદ્રવડે ત્રિકૂટાદ્રિની જેમ મંદાકિની (ગંગા)થી વીટાયેલો દીઠે. વિધિના જાણનારા ભગીર નાગકુમાર જવલનપ્રભને ઉદ્દેશીને અઠમતપ કર્ય'. અઠ્ઠમતપ પરિણામ પામતાં, નાગકુમારેના પતિ જવલનપ્રભ પ્રસન્ન થઈને ભગીરથની પાસે આવ્યા. ગંધ. ધૂપ અને પુષ્પથી તેણે ઘણી રીતે તેને પૂપચાર કર્યો, ત્યારે નાગકુમારના સ્વામીએ “હું શું કાર્ય કરી આપું ?’ એમ પૂછયું. એટલે મેઘના જેવી ગંભીર વાણીવાળે ભગીરથ વિનયપૂર્વક જવલાપ્રભ ઈદ્ર પ્રત્યે બોલ્યો-“આ ગંગાનદી અષ્ટાપદની ખાઈને પૂરી દઈને હવે ભૂખી થયેલી નાગણીની જેમ ચારે બાજ અમર્યાદિત રીતે પ્રસરે છે, ક્ષેત્રને ખોદી નાંખે છે, વૃક્ષોને ઉખેડી નાંખે છે, સર્વ ખાડાઓને અને ટેકરા એને સરખા કરે છે. કિલ્લાને તેડી નાખે છે. મહેલને પાડી નાખે છે, હવેલીઓને પાયમાલ કરે છે અને ઘરોને વિનાશ કરે છે. તે પિશાચણીની જેમ ઉન્મત્ત થઈને દેશનો નાશ કરનારી ગંગાને દંડવડે આકષી લઈને તમારી આજ્ઞા હોય તો હું પૂર્વ સમુદ્રમાં ભેળવી ઉં ?” પ્રસન્ન થયેલા જવલનપ્રભે કહ્યું-“ તમે તમારું ઇચ્છિત કરો અને તે નિવિદન થાઓ. જે આ ભરતક્ષેત્રમાં મારી આજ્ઞામાં રહેલા નાગો છે તેથી મારી આજ્ઞા પૂર્વક પ્રવતેલા તમે ઉપદ્રવનો ભય રાખશે નહી. ” એવી રીતે કહીને નાગે રસાતળમાં સ્વસ્થાનકે ગયા. પછી ભગીરથે અફૂમભકતને અંતે પારાણું કર્યું. ત્યારપછી વરિણીની જેમ પૃથ્વીને ભેદનારી અને વૈરિણીની (વ્યભિચારી સ્ત્રી ) જેમ સ્વછંદે વિચરનારી ગંગાને ખેંચવાને ભગીરથે દંડરત્ન ગ્રહણ કર્યું. પ્રચંડ ભુજપરાક્રમવાળા ભગીરથે ગર્જના કરતી તે નદીને સાણસીવડે
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy