SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ - પર્વ ૨ જું (૨૬૩ જબૂદ્વીપની મધ્યમાં સુવર્ણને થાળની જે ગોળાકારે મેરુપર્વત રહેલ છે. તે પૃથ્વીતળની નીચે એક હજાર યોજન ભૂમિમાં ઊંડે રહેલો છે અને નવાણું હજાર જન ઊંચે છે. દશ હજાર જન પૃથ્વીને તળે વિસ્તારવાળે છે અને ઉપર એક હજાર જન વિસ્તારવાળે છે. ત્રણ લોકથીજ અને ત્રણ કાંડથી તે પર્વત વિભક્ત થયેલ છે. સુમેરુ પર્વતને પહેલે કાંડ શુદ્ધ પૃથ્વી, પાષાણુ, હીરા અને શર્કરાથી ભરપૂર છે. તેનું એક હજાર જન પ્રમાણ છે. તે પછી તેને બીજે કાંડ ત્રેસઠ હજાર જન સુધી જાતવંત રૂપું, સ્ફટિક, અંકરત્ન અને સુવર્ણ વડે ભરપૂર છે. મેરુને ત્રીજો કાંડ છત્રીસ હજાર જનને છે તે સુવર્ણ શિલામય છે અને વૈડુર્ય રત્નની તેની ઉપર સુંદર ચૂલિકા ઊંચાઈમાં ચાલીશ પેજન છે. મૂળમાં તેનો વિસ્તાર બાર યોજન છે. મધ્યમાં આઠ જન છે. અને ઉપર ચાર જન છે, મેરુપર્વતના તળમાં ભદ્રશાળ નામે વન વલયાકારે રહેલું છે. ભદ્રશાળ વનથી પાંચ સે જન ઊંચા જઈએ ત્યારે મેરુપર્વતની પહેલી મેખલા ઉપર પાંચ સે જનના ફરતા વિસ્તારવાળું બીજું નંદન નામે વન છે. તે પછી સાડીબાસઠ હજાર યોજન જઈએ ત્યારે બીજી મેખલા ઉપર તેટલાજ પ્રમાણનું ત્રીજું સૌમનસ નામે વન રહેલું છે. એ સૌમનસ વનથી છત્રીસ હજાર યોજન જઈએ ત્યારે ત્રીજી મેખલા ઉપર મેરુને માથે પાંડક નામે ચોથું સુંદર વન આવેલું છે. તે ચૂલિકાની ફરતું ચાર ને ચોરાણું યજનના વિસ્તારવાળું વલયાકારે છે.” “આ જંબુદ્વીપમાં સાત ખંડો છે. તેમના ભરત, હૈમવંત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યક, હેરણ્યવત અને ઐરવત એવાં નામ છે. દક્ષિણમાં અને ઉત્તરમાં એ ક્ષેત્રોને જુદા પાડનારા વર્ષધર પર્વત છે. તેમના હિમવાન, મહાહિમાવાન, નિષધ, નીલવંત, રૂફમી અને શિખરી એવાં નામ છે. તે પર્વત મૂળમાં અને ટોચે તુલ્ય વિસ્તારથી શોભે છે. તેમાં પ્રથમ પૃથ્વીની અંદર પચીશ જન ઊંડે સુવર્ણમય હિમવંત નામે પર્વત છે. તે સે જન ઊંચો છે. બીજે મહા હિમવાનું પર્વત ઊંડાઈમાં અને ઊંચાઈમાં તેથી બમણો છે અને તે અન જાતિના સુર્વણનો છે. તેનાથી બમણ પ્રમાણવાળા ત્રીજો નિષેધ પર્વત છે, તે સુવર્ણ જેવા વર્ણન છે. ચોથે નીલવંત પર્વત પ્રમાણમાં નિષધ તુલ્ય છે અને તે વડુર્યમણિને છે. પાંચમે રુમી પર્વત રૂપ્યમય છે અને પ્રમાણમાં મહાહિમવંત તુલ્ય છે. છઠ્ઠો શિખરી પર્વત સુવર્ણમય છે અને પ્રમાણમાં હિમંત તુલ્ય છે. તે સર્વ પર્વતે પાર્થભાગોમાં વિચિત્ર પ્રકારના મણિઓથી શોભે છે. ક્ષુદ્રહિમવંત પર્વતની ઉપર એક હજાર જન લો અને પાંચસો જન વિસ્તારવાળે પદ્મ નામે એક મેટ દ્રહ છે. મહાહિમવંત પર્વત ઉપર મહાપદ્મ નામે પ્રહ છે, તે પદ્મદ્રહથી લંબાઈમાં અને વિસ્તારમાં બમણો છે. તેનાથી બમણ તિગિકિ નામે પ્રહ નિષેધ પર્વત ઉપર રહેલો છે. તેના જેવો જ કેસરી નામનો એક કહ નીલવત ગિરિ ઉપર આવેલ છે. મહાપદ્મદ્રહની તુલ્ય મહાપુંડરીકદ્રહ રુફમી પર્વત ઉપર છે અને પદ્મદ્રહની તુલ્ય પુંડરીક કહ શિખરી પર્વત ઉપર રહેલો છે. એ પદ્માદિક કહો માં જળની અંદર દશ જન ઊંડા ગયેલાં નાળવાળા વિસ્વર કમળ રહેલાં છે. એ છએ દ્રહોમાં શ્રી, હીં, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષમ એ છ દેવીઓ અનુક્રમે ૫૫મના આયુષ્યવાળી રહે છે તે દેવીઓ સામાનિક દેવો, ત્રણ પષદાના દેવ, આત્મરક્ષક અને સૈન્ય સહિત છે.” આ ભૂમિમાં હજાર યોજન હોવાથી, નવસોથો વધારાના સ યોજન અલકમાં, બાકીના નવસે નીચેના અને નવસે ઉપરના તિર્યંચલેકમાં અને ૯૮૧૦૦ જન ઉપરના ઊધ્વલોકમાં રહેલ છે.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy