SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ જી ૨૫૩ હતા, કોઇ ઠેકાણે શ્રાવકોનાં વંદન કરનારા ખાળકે તેમની રાહ જોઈ રહેતા, કાઈ ઠેકાણે દર્શનમાં અતૃપ્ત લાકે તેમને અનુસરતા હતા, કાઇ ઠેકાણે લેાકેા તેમનું વસ્ત્રથી ઉત્તારણ મંગળ કરતા હતા, કાઈ ઠેકાણે લેાકા દધિ, દૂર્વા અને અક્ષતાદિકવડે, તેમને અર્ધ્ય આપતા હતા, કાઈ ઠેકાણે લાકા પોતાને ઘેર લઇ જવાને માટે તેમને રસ્તામાં રોકતા હતા, કોઈ ઠેકાણે તેમના ચરણ પાસે પૃથ્વી ઉપર આળોટતા લેાકેાથી તેમનું ગમન અટકતું હતુ, કોઇ ઠેકાણે શ્રાવકો પોતાના માથાના કેશથી તેમના ચરણકમળનું માન કરતા હતા અને કાઇ ઠેકાણે મુગ્ધ બુદ્ધિવાળા લેાકેા તેમના આદેશને માગતા હતા એવી રીતે નિગ્રંથ, નિ`મ અને નિઃસ્પૃહ એવા પ્રભુ પેાતાના સંસર્ગથી ગ્રામ અને શહેરોને તીરૂપ કરતા, સ વસુધામાં વિહાર કરવા લાગ્યા. ચમૂરૂ મૃગે જેમાં માટા છે, સિંહના અષ્ટાપદોએ ઘુવડ પક્ષીઓના ધુત્કાર શબ્દોથી જે ભયંકર છે, જેમાં શિયાળ અત્યંત ફાકાર શબ્દ કરી રહ્યા છે, જે સર્પના ફુંફાડાથી ભય‘કર છે, જેમાં મઢવાળા ખીલાડા ઉત્ક્રોશ કરી રહ્યા છે, જે શબ્દ કરતા ન્હારાથી વિકરાળ લાગે છે, જેમાં ક્રૂરપણે વત્ત છે, જે કેસરીસિ`હાની ગનાના પ્રકારથી પ્રતિધ્વનિત થયેલ છે, હાથીઓએ ભાંગેલાં વૃક્ષો પરથી ઉડેલાં કાકપક્ષીઓના શબ્દો થઈ રહ્યા પુંછડાના આસ્ફાટથી જેની પાષાણમય ભૂમિ પણ ફ્રુટયા કરે છે, જ્યાં પીસી નાંખેલા હાથીએના અસ્થિએથી રસ્તાએ આકુળ થયેલા છે, જેમાં મૃગયા કરવામાં વ્યગ્ર થયેલા ભિલ્લ લેાકેાના ધનુષના ટંકારથી પડછંદા વાગ્યા કરે છે, જ્યાં રીના કાનને ગ્રહણ કરવામાં ભિલ્લના બાળકેા વ્યગ્ર થઇ રહેલા છે, જેમાં વૃક્ષાની શાખાના અગ્રભાગના પરસ્પર સંઘર્ષથી અગ્નિએ ઉછળી રહેલ છે, એવા માટા પતા સંબંધી મહાઅરણ્યમાં અને ગામ તથા શહેરામાં એ અજિતસ્વામી નિષ્કપ મને ઇચ્છાનુસાર વિહાર કરતા હતા. કેાઈ વખતે પૃથ્વીતલને જોવામાત્રથી મનુષ્યાને ચકરી આવી જાય એવા ઊંચા પર્વતના મસ્તક ઉપર જાણે બીજી શિખર હોય તેમ પ્રભુ કાûત્સમાં સ્થિર થઇને રહેતા હતા. કાઈ વખતે ઊંચી ફાળ મારતા પિનાં ટોળાંએ જેના અસ્થિના સધી ભાંગેલા છે એવા પ્રભુ મહાસમુદ્રના તટ ઉપર વૃક્ષની પેઠે સ્થિર રહેતા હતા, કાઈ વખતે ક્રીડા કરતા એવા ઉત્તાળ, વેતાળ, પિશાચ અને પ્રેતાથી સ'કુલ થયેલા અને જેમાં વટાળીઆવડે ધૂળ ઊડી રહી છે એવા સ્મશાનમાં કાર્યાત્સગ કરીને રહેતા હતા. એ સિવાય બીજા પણ વિશેષ ભયકર સ્થાનામાં સ્વભાવે ધીર એવા પ્રભુ લીલાથી કાયાત્સર્ગ કરતા હતા. આ દેશમાં વિહાર કરતા, અક્ષીણુ શક્તિવાળા ભગવાન્ અજિત પ્રભુ કોઈ વખત ચતુર્થ તપ કરતા હતા, કોઇ વખતે ષષ્ટમતપ, કોઈ વખતે અષ્ટમતપ, કોઇ વખતે દશમતપ, કોઈ વખતે દ્વાદશતપ, કેાઈ વખતે ચતુર્દ શતપ, કાઇ વખતે ષોડશતપ, કોઇ વખતે અષ્ટાદશતપ, કોઇ વખતે માસિકતપ, કાઇ વખતે દ્વિમાસિકતપ, કોઈ વખતે ત્રિમાસિકતપ, કાઇ વખતે ચતુર્માસિકતપ, કેાઇ વખતે પાંચમાસિકતપ, કોઇ વખતે ષડમાસિકતપ, કોઈ વખતે સપ્તમાસિકતપ અને કોઇ વખતે અમાસિકતપ કરતા હતા. લલાટને તાપ કરનારા સૂર્યના આતપવાળા ગ્રીષ્મૠતુમાં પણ દેહમાં નિઃસ્પૃહ એવા પ્રભુ વૃક્ષની છાયાને ઈચ્છતા નહેાતા. પડતા હિમના સમૂહથી વૃક્ષે જેમાં દગ્ધ થતાં હતાં એવી હેમંતઋતુમાં પણ પ્રભુ ઘણા પીત્તવાળા પુરુષની જેમ તડકાને ઇચ્છતા નહેતા અને વર્ષાઋતુમાં પવનની ઝડીથી ઉત્કટ એવી મેઘાની ધારાવૃષ્ટિથી એ પ્રભુ જળચારી હાથીની જેમ જરા પણ ઉદ્વેગ પામતા નહાતા. પૃથ્વીની જેમ સને સહન કરનારા અને પૃથ્વીના તિલકરૂપ પ્રભુ બીજા
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy