SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૩ જો સગરરાજા પણ પ્રભુને પ્રણામ કરી અજલિ જોડી ગદ્ગદ્ ગિરાએ એ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. “ બૈલેાકયરૂપી કમલિનીના ખંડને વિકાસ કરવામાં સૂર્ય સમાન અને જગતના ગુરુ એવા હે ભગવાન અજિતસ્વામિ ! તમે વિજય પામેા. હે નાથ ! મતિ, શ્રુત, અવિધ અને મન:પર્યાંવ એ ચાર ઉત્કટ જ્ઞાનથી ચાર સમુદ્રોવડે જેમ પૃથ્વી શાલે તેમ તમે શાલા છે. હે પ્રભુ ! તમે એક લીલામાત્રમાં કને ઉન્મૂળ કરવાને સમર્થ છે અને આ તમારા જે પરિકર (ઉપસ્કર) છે તે લેાકાને એક માદક છે. હે ભગવન્ ! સર્વાં પ્રાણીએના તમે એક અંતરાત્મા છે . એમ હું માનું છું, નહીં તો તેઓના અદ્વૈત સુખને માટે તમે કેમ પ્રયત્ન કરા ? દયારૂપી જળે વ્યાપ્ત થયેલા તમે મળની જેમ કષાયને છોડીને કમળપત્રની જેમ નિર્લેપ અને શુદ્ધ આત્માવાળા થયેલા છે. રાજ્ય કરતા હતા ત્યારે પણ ન્યાયવંત એવા તમારે કાઈ પારકા કે પોતાના ન હતા તા હમણા એવી સામ્યતાનો અવસર પ્રાપ્ત થતાં થયેલી સમાનતા વિષે તે શું કહેવું ? હે ભગવન્ ! તમારું જે વાર્ષિકદાન છે તે શૈલેાકયને અભયદાન દેવારૂપ મોટા નાટકનુ એક આમુખ (પ્રસ્તાવના) છે એવા હું તર્ક કરું છું, તે દેશ, તે ગામ, તે નગર અને તે શહેરને ધન્ય છે કે જ્યાં મલયાનિલની પેઠે દિશાઓને પ્રસન્ન કરતા એવા તમે વિહાર કરશેા.’’ પર એવી રીતે પ્રભુની સ્તુતિ કરીને તથા ભક્તિપૂર્વક નમસ્કાર કરીને અશ્રુવડે વ્યાપ્ત નેત્રવાળા સગરરાજા મદ મંદ ગતિએ પેાતાની નગરીમાં આવ્યા. બીજે દિવસે પ્રભુએ બ્રહ્મદત્ત રાજાને ઘેર ક્ષીરવડે છઠ્ઠું તપનું પારણું કર્યું. તત્કાળ બ્રહ્મદત્ત રાજાના ગૃહાંગણમાં દેવતાએ સાડાબાર કેટી સુવર્ણ દ્રવ્યની અને પવને હલાવેલા લતાના પદ્મવાની શેાભાને હરનારી એવી ઊંચી જાતનાં વસ્ત્રોની વૃષ્ટિ કરી. આકાશમાર્ગે તેઓએ દુદુભિનેભરતીવડે ચપળ એવા સમુદ્રના ધ્વનિની જેવા ગભીર ધ્વનિ કર્યા, તથા ચોતરફ ફરતા એવા પ્રભુના શરૂપી સ્વેદજળના ભ્રમને આપતી એવી સુગધી જળની અને ચારે બાજુ મિત્રાની જેમ ભમરાઓએ અનુસરાયેલી પંચવર્ણા પુષ્પોની વૃષ્ટિ કરી. વળી અહા દાન, અહા દાન એવા ઉચ્ચાર કરતા હર્ષિત ચિત્તવાળા દેવતાઓ ઊંચા પ્રકારના જય જય શબ્દપૂર્વક આકાશમાં ખેાલવા લાગ્યા કે—“ આ પ્રભુને આપેલું સુદાન જુએ, કે જેના પ્રભાવથી દાતાપુરુષ તત્કાળ અતુલ્ય વૈભવવાળા થાય છે, કોઈ આ ભવમાં જ મુક્ત થાય છે, કાઇ બીજા ભવમાં મુક્તિને પામે છે, કાઇ ત્રીજા ભવમાં મુક્ત થાય છે અથવા ૧૬૫ાતીત કલ્પામાં ઉત્પન્ન થાય છે.' પ્રભુને અપાતી ભિક્ષા જેએ જુએ છે તે પણ દેવતાઓની જેવા નિરોગી શરીરવાળા થાય છે. સરોવરમાંથી જળપાન કરીને નીકળતા ગજેદ્રની જેમ બ્રહ્મદત્ત રાજાના ગૃહથકી પારણુ’ કરીને પ્રભુ બહાર નીકળ્યા, એટલે પ્રભુનાં પગલાંને કઈ ઉલ્લંઘન કરે નહી' એવું ધારી બ્રહ્મદત્ત રાજાએ તે પગલાં ઉપર રત્નાવડે એક પીઠ કરાવી. ત્યાં જિનેશ્વર રહ્યા છે એમ માનતા રાજા તે પીઠની ત્રણે કાળ પુષ્પાદિકવડે પૂજા કરવા લાગ્યા. ચ'દન, પુષ્પ અને વસ્ત્રાદિકવડે જ્યાં સુધી તે પીઠની પૂજા કરી ન હોય ત્યાં સુધી સ્વામી નહી' જમેલા હાવાથી જેમ વાટ જોઇને રહ્યો હાય તેમ તે ભાજન કરતા નહાતા. વાયુની જેવા અપ્રતિબદ્ધ વિહારી ભગવાન્ અજિતસ્વામીએ અખંડિત ધૈર્યાસમિતિ પાળતા સત્તા અન્યત્ર વિહાર કર્યા, માર્ગમાં કોઈ ઠેકાણે પ્રાસુક પાયસાન્ન વિગેરેથી તેઓ પ્રતિલાભિત થતા હતા, કાઈ ઠેકાણે સુંદર વિલેપનથી તેમના ચરણકમળ ચર્ચિત થતા ૧ ત્રૈવેયક અને અનુત્તર વિમાન તે કલ્પાતીત કહેવાય છે.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy