SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ જુ ૨૪૯ સુરેન્દ્ર અસુરેન્દ્ર અને નરેન્દ્ર જેમની સ્તુતિ કરી રહ્યા છે, સુવર્ણના ધૂપિયાને ધરનારા વ્યંતરો જેમની આગળ ધૂપ કરે છે, પદ્મદ્રહ વડે હિમવંત પર્વતની જેમ મસ્તક પર રહેલા મોટા વેત છત્રથી જેઓ શોભી રહ્યા છે, બન્ને તરફ સુંદર ચામરને ધારણ કરનારા દેવતાઓ જેમને ચામર વીજી રહ્યા છે, નમ્ર એવા ઈદ્ર છડીદારની જેમ જેમને હાથને ટેકે આ પેલે છે અને હર્ષ તથા શેકથી મૂઢ બની ગયેલા સગરરાજા, અનુકૂળ પવનના વરસતા ઝીણા ઝીણા વરસાદની જેમ અશ્રુને વરસાવતા જેમની પછવાડે ચાલે છે એવા પ્રભુ સ્થળકમળની જેવા ચરણથી પૃથ્વીને તરફ પવિત્ર કરતા, હજાર પુરૂષોએ વહન કરવાને ગ્ય એવી સુપ્રભા નામની શિબિકા ઉપર આરૂઢ થયા. તે શિબિકા પ્રથમ નરેએ, પછી વિદ્યાધરેએ અને પછી દેવતાઓએ ઉપાડી, તેથી તે આકાશમાં ચાલતા ગ્રહના ભ્રમને આપવા લાગી. તેમણે ઊંચી ઉપાડેલી અને અનુપઘાત ગતિએ ચાલતી તે શિબિકા સમુદ્રમાં ચાલતા યાનપાત્રની જેવી શેભતી હતી. શિબિકા આગળ ચાલી, એટલે તેમાં સિંહાસન પર બેઠેલા પ્રભુને ઈશાનંદ્ર અને સૌધર્મેદ્ર ચામર વિજવા લાગ્યા. વર જેમ વધૂનું પાણિગ્રહણ કરવાને ઉત્સુક હોય તેમ દીક્ષા ગ્રહણ કરવાને ઉત્સુક થયેલા જગત્પતિ વિનીતાનગરીના મધ્યભાગમાં ચાલવા લાગ્યા. તે વખતે ચાલવાથી ચલિત થયેલા કર્ણાભૂષણવાળા, ચંચળ હારવાળા અને ચંચળ વસ્ત્રાંચળવાળા શિબિકાવાહી પુરુષે ચાલતા કલ્પવૃક્ષની જેવા શોભવા લાગ્યા, એ વખતે નગરની સ્ત્રીઓ ભકિતથી પવિત્ર મનવાળી થઈને સ્વામીને જોવા આવી તેમાં કોઈ પોતાની સહચરીઓને ખલના પામતાં છોડી દેતી હતી, કોઈના વક્ષ:સ્થળ ઉપરથી હાર ત્રુટી જતા, કોઈના ખભા પરથી ઉત્તરીય વસ્ત્રો ખસી જતા હતા, કોઈ પિતાના ગૃહના આંગણાનાં દ્વાર ઉઘાડાં મૂકી ચાલી આવી હતી, કેઈએ પોતાને ઘેર દેશાંતરથી આવેલા અતિથિ-અભ્યાગતને પણ છોડી દીધા હતા, કોઈ પિતાને ઘેર તત્કાળ પુત્રજન્મનો ઉત્સવ થતો હતો છતાં તેને માટે ખોટી થવા રહી નહોતી, કે તત્કાળ વિવાહને લગ્નકાળ આવેલ છતાં તે છોડી દેતી હતી, કેઈ સ્નાન કરવા માટે પ્રાપ્ત થયેલી સ્નાનચિત વસ્તુઓ મૂકીને ચાલી આવી હતી, કેઈએ અધું ભજન કરી આચમન લીધું હતું, કેઈએ અર્ધ શરીરે વિલેપન કરેલું છતાં બાકીનું અધૂરું મૂકી દીધું હતું, કેઈએ કુંડલાદિક અલંકાર અર્ધા પહેર્યા હતાં, કેઈ પ્રભુના નિષ્ક્રમણની અધી" માળા બાંધી હતી, કોઈએ લલાટ ઉપર અર્ધ તિલક જ કર્યું હતું, કઈ ગૃહનાં વાર્તા અધી સાંભળી કે તત્કાળ ચાલી આવી હતી, કોઈએ એટલાની અંદર પુષ્પની કાર્ય માત્ર અર્ધા કરીને ચાલી નીકળી હતી, કેઈએ નિત્ય નૈમિત્તિક કૃત્ય અધું કર્યું હતું અને કઈ વાહનો આવીને ઊભાં રહેલાં છતાં પણ સંભ્રમથી પગે ચાલીને આવી હતી. ચૂથપતિની ફરતા ફરનારા નાના હાથીઓની જેમ નગરના લોકો ક્ષણવાર પ્રભુની આગળ, ક્ષણવાર પછવાડે અને ક્ષણવાર બને પડખે આવી આવીને ઊભા રહેતા હતા. કઈ લે કે પ્રભુના દર્શનની ઈરછાથી પોતાના ઘર ઉપર ચડતા હતા, કઈ ભીંત ઉપર ચડતા હતા, કેઈ પ્રાસાદની અગાસીઓમાં ચડતા હતા, કઈ માંચડાના અગ્ર ભાગ ઉપર ચાતા હતા. કોઈ ગઢના કાંગરા ઉપર ચડતા હતા, કેઈ વૃક્ષની ટોચ ઉપર ચડતા હતા અને કઈ ઊંચા હાથીના સ્કંધ ઉપર ચડતા હતા. હર્ષ પામેલી નગરની સ્ત્રીઓમાંની કેટલીક પિતાના વસ્ત્રના છેડાને ચામરની લીલાથી ચલાયમાન કરતી હતી, કે સ્ત્રીઓ . ૩૨
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy