SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૩ જે. ૪૨૮ હાથમાં ઉત્તમ ભેટ લઈ નવા ચંદ્રની જેમ ભક્તિથી નવા રાજાની પાસે આવી પ્રણામ કર્યો “પિતાની બીજી મૂર્તિરૂપ સગરને રાજ્યપદે સ્થાપન કરવાથી સ્વામીએ આપણને છોડી દીધા નથી ” એમ જાણી પ્રજાવ. હર્ષ પામે. ત્યારપછી દયાના સમુદ્રરૂપ ભગવાન્ અજિતસ્વામીએ વર્ષાકાળને વરસાદ જેમ વરસવાનો આરંભ કરે તેમ વાર્ષિક–દાન આપવાનો આરંભ કર્યો. તે અવસરે ઈ. આજ્ઞા કરેલા અને કુબેરે પ્રેરેલા તિર્યકજભક દેવતાઓ ભ્રષ્ટ થયેલા, નષ્ટ થયેલા, સ્વામી વિનાના, ચિહ્ન વિનાના, અધિપતિ વગરના, પર્વતની ગુફામાં રહેલા, સ્મશાનમાં રહેલા અને ભવનાંતરમાં દટાઈ ગયેલા ધનને ત્યાં ઉપાડી લાવ્યા. તે ધનને ગંગાટકમાં, ચેકમાં, ત્રિકમાં અને પ્રવેશ નિગમની પૃથ્વીમાં એકઠું કર્યું. પછી દરેક ત્રિકમાં, દરેક રસ્તે અને કે ચે કે “ આવે અને આ ધન ગ્રહણ કરો” એવી અજિતસ્વામીએ ઘેષણ કરાવી. પછી જે કઈ જે પ્રકારનું જેટલું ધન માગે તેને તેટલું ધન સૂર્યોદયથી માંડીને ભજનના વખત સુધી દાન દેવા માટે બેઠેલા પ્રભુ આપવા લાગ્યા. એમ દરરોજ એક કોડ ને આઠ લાખ સોનૈયા આપતાં એક વર્ષે ત્રણસેં અઠયાશી ક્રોડ ને એંસી લાખ સોનૈયા પ્રભુએ દાનમાં આપ્યા. કાળના અનુભાવથી અને સ્વામીના પ્રભાવથી યાચકોને ઇચ્છિત દાન આપતાં છતાં પણ તેઓ પોતપોતાના ભાગ્યથી અધિક દ્રવ્યને ગ્રહણ કરી શકતા નહોતા. અચિંત્ય મહિમાવાળા અને દયારૂપી ધનવાળા પ્રભુએ એક વર્ષ સુધી પૃથ્વીને ચિંતામણિની જેમ ધનથી તૃપ્ત કરી દીધી. વાર્ષિક-દાનને અંતે ઈદ્રનું આસન કંપાયમાન થયું, એટલે અવધિજ્ઞાનવડે પ્રભુનો દીક્ષા અવસર જાણી ભગવાનને નિષ્ક્રમણત્સવ કરવા સારુ સામાનિક વિગેરે દેવતાઓની સાથે ઈદ્ર પ્રભુ પાસે આવવા નીકળ્યા. તે વખતે ઈદ્ર વિમાનોથી દિશાઓમાં જાણે ચાલતા મંડપ રચતા હતા, ઊંચા હાથીઓથી જાણે તેમાં પર્વતે ઊડતા હોય તેમ કરતા હતા, તરંગોથી સમુદ્રની જેમ અોથી આકાશને આક્રમણ કરતા હતા, અખલિત ગતિવાળા રથી સૂર્યના રથની સાથે સંધદ્ર કરતા હતા અને ઘુઘરીઓની માળાના ભારવાળા દિગજોના કર્ણ તાલને અનુસરતા વાંકુશથી આકાશતલને તિલકિત કરતા હતા. કેટલાએક દેવતાઓ ગાંધાર સ્વરથી ઊંચે પ્રકારે તેમની પાસે ગાયન કરતા હતા, કેટલાએક દેવતાઓ નવા બનાવેલાં કાવ્યોથી તેમની સ્તવના કરતા હતા, કેટલાક દેવતાઓ મુખ ઉપર વસ્ત્રાંચળ રાખી વિજ્ઞપ્તિ કરતા હતા અને કેટલાક દેવતાઓ પૂર્વ તીર્થકરોનાં ચરિત્રે સંભારી આપતા હતા. એવી રીતે સ્વામીના ચરણકમળથી પવિત્ર થયેલી વિનીતાનગરીને દેવલોક કરતાં પણ અધિક માનતા ઇદ્ર ક્ષણવારમાં ત્યાં આવી પહોંચ્યા. તે વખતે બીજા પણ સુરેદ્રો અને અસુરેંદ્રો આસનકંપથી પ્રભુનો દીક્ષા અવસર જાણી વિનીતાનગરીમાં આવ્યા. ત્યાં અશ્રુત વિગેરે દેવેંદ્રાએ અને સગરાદિક નરેંદ્રાએ અનુક્રમે પ્રભુને દીક્ષાભિષેક કર્યો. પછી મણિકાર જેમ માણિકયનું માર્જન કરે તેમ ઈ દેવદુષ્ય વસ્ત્રવડે પ્રભુના જ્ઞાનોદકથી ભીના થયેલા શરીરને માર્જન કર્યું અને ગંધકારની જેમ પોતાના હાથથી જગદગુરુને સુંદર અંગરાગથી ચર્ચિત કર્યા. ધર્મવાસનારૂપી ધનવાળા ઈ પ્રભુના અંગ પર અષિત દેવદૂષ્ય વસ્ત્રો પહેરાવ્યાં અને મુગટ, કુંડળ, હાર, બાજુબંધ, કંકણુ તથા બીજા પણ અલંકારો જગત્પતિને ધારણ કરાવ્યાં. પુષ્પની દિવ્ય માળાઓથી જેમના કેશ અને જાણે ત્રીજું નેત્ર હોય તેવા તિલકથી જેમનું લલાટ શોભી રહ્યું છે, દેવી, દાનવી અને માનવી સ્ત્રીઓ વિચિત્ર ભાષાથી મધુરસ્વરે જેમનું મંગળગાન ગાઈ રહી છે, ચારણુભાટની જેમ
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy