SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ २४२ સ ૩ જો કર્યાં. સમુદ્ર જેમ નદીઓના જળનું પાન કરે તેમ સગરકુમારે પણ શબ્દશાસ્ત્રાનુ ઘેાડા દિવસમાં પાન કર્યું. દીપક જેમ બીજા દીપકથી જ્યેાતિને ગ્રહણ કરે તેમ સુમિત્રાના પુત્ર સગરકુમારે સાહિત્યશાસ્ત્રનુ જ્ઞાન ઉપાધ્યાયની પાસેથી વગર પ્રયાસે ગ્રહણ કર્યું. સાહિત્યરૂપી વેલના પુષ્પરૂપ અને કણ ને રસાયનરૂપ પાતાના બનાવેલાં નવીન કાવ્યાવર્ડ વીતરાગની સ્તવના કરીને પેાતાની વાણીને તેણે કૃતાર્થ કરી. બુદ્ધિની પ્રતિભાના સમુદ્રરૂપ એવા પ્રમાણુશાસ્ત્રોને તેણે પાતે મૂકી રાખેલા નિધિની જેમ અવિલંબે ગ્રહણ કર્યાં. જિતશત્રુ રાજાએ અમેઘ ખાણાથી જેમ શત્રુઓને જીત્યા તેમ સગરકુમારે અમેાઘ એવા સ્યાદ્વાદિ સિદ્ધાંતથી સવ પ્રતિવાદીઓને જીત્યા. છ ગુણ, ચાર ઉપાય અને ત્રણ શક્તિએ ઇત્યાદિ પ્રયાગરૂપ તરંગાથી આકુળ અને દુરગાહ એવા અશાસ્રરૂપ માટ: સમુદ્રનું તેણે સારી રીતે અવગાહન કર્યું. ઔષધિ, રસ, વીય અને તેના વિપાક સ`બધી જ્ઞાનના દીપક સમાન અષ્ટાંગ આયુર્વેદનુ તેણે કષ્ટ વિના અધ્યયન કર્યું. ચારે પ્રકારે વાગવાવાળું, ચાર પ્રકારની વૃત્તિવાળુ, ચાર પ્રકારના અભિનયવાળું અને ત્રણ પ્રકારના સૂજ્ઞાનના નિદાનરૂપ વાઘશાસ્ત્ર પણ તેણે ગ્રહણ કર્યું.... દંતઘાત, મઢાવસ્થા, અ‘ગલક્ષણ અને ચિકિત્સાએ પૂર્ણ એવું ગજલક્ષજ્ઞાન પણ તેણે ઉપદેશ વિના જાણી લીધું. વાહનિવિધ અને ચિકિત્સા સહિત અશ્વલક્ષણશાસ્ત્ર તેણે અનુભવથી અને પાઠથી હૃદયંગમ કરી લીધું. ધનુર્વેદ તથા બીજા શાસ્ત્રોનુ લક્ષણ પણ શ્રવણમાત્રથી જ લીલાવડે પોતાના નામની પેઠે તેણે હૃદયમાં ધારણ કરી લીધું. ધનુષ, ફૂલક, અસિ, છરી, શલ્ય, પરશુ, ભાલ, ભિદિપાલ, ગદા, કૃપાણ, દંડ, શક્તિ, શળ, હળ, મુસળ, યષ્ટિ, પટ્ટિસ, દુસ્ફાટ, મુષી, ગેણુ, કય, ત્રિશૂળ, શ' અને બીજા શસ્રાથી તે સગરકુમાર શાસ્ત્રના અનુમાન સહિત યુદ્ધકળામાં કુશળતાને પામ્યા. પ ણીના ચંદ્રની જેમ તે સર્વ કળામાં પૂર્ણ થયા અને ભૂષાની જેમ વિનયાદિક ગુણાથી શાભવા લાગ્યા. શ્રીમાન્ અજિતનાથ પ્રભુ સમયે સમયે ભક્તિવાળા ઇંદ્રાદિક દેવેથી સેવાવા લાગ્યા. કેટલાક દેવતાએ અજિતસ્વામીની તે તે લીલા જોવાની ઈચ્છાથી ત્યાં આવી તેમના વયસ્ય ( મિત્રા ) થઈને ક્રીડા કરવા લાગ્યા. પ્રભુની વાણીરૂપી અમૃતના રસને પાન કરવાની ઈચ્છાથી કાઇ દેવતાએ વિચિત્ર નક્તિથી અને ખુશામતનાં વચનાથી પ્રભુને ખેલાવવા લાગ્યા. આદેશ નહી કરનારા પ્રભુના આદેશની ઈચ્છાથી ક્રીડાવ્રતમાં દા મૂકીને, પ્રભુના આદેશથી કેટલાક દેવતાએ પાતાના દ્રવ્યને હારી જતા હતા. કાઈ પ્રભુની પાસે પ્રતિહારી થતા હતા, કેાઇ મંત્રીએ થતા હતા, કોઈ ઉપાનધારી થતા હતા અને કાઇ ક્રીડા કરતા પ્રભુની પાસે અસ્ત્રધારી થતા હતા. સગરકુમારે પણ શાસ્ત્રોના અભ્યાસ કરીને નિયાગી પુરુષની જેમ પ્રભુની પાસે પોતાના નિયાગ નિવેદન કર્યાં. ઉપાધ્યાયે પણ નહીં ભાંગેલા સંશયા, સારી બુદ્ધિવાળા સગરકુમાર, ભરતરાજા જેમ ઋષભદેવને પૂછતા હતા તેમ અજિતસ્વામીને પૂછવા લાગ્યા. અજિતકુમાર મતિ, શ્રુત અને અવિધિજ્ઞાનવડે તેના સ ંદેહને સૂર્યનાં કિરણાથી અધકારની જેમ તત્કાળ છેદી નાંખતા હતા. ત્રણ† યતથી દબાવી, આસનપરિગ્રહ દૃઢ કરી, પેાતાના બળનેા પ્રસાર કરી મોટા તાફાની હાથીને વશ કરતા સગરકુમાર પ્રભુને પાતાની શક્તિ બતાવતા હતા. પર્યાવાળા અથવા પર્યાણુ વિનાના તાફાની અને તે પાંચ ધારાથી પ્રભુની આગળ વહન કરતા હતા. બાવડે રાધાવેધ, શબ્દવેધ, જળની અંદર રાખેલા ૧ યતાને દયાશ્ કરવાની કળાયુક્ત ત્રણ પ્રકારતા પ્રયત્ન. ૨ ધારા-ઘેાડાને ચલાવવાની ચાલ (ગતિ)
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy