SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૩ જો. ઈન્દ્રે આ જ્ઞા કરેલી પાંચ ધાત્રી અજિતપ્રભુનું અને રાજાએ આજ્ઞા કરેલી ધાત્રીએ સગરકુમારનું પાલન કરવા લાગી. પેાતાના હસ્તકમળના અંગૂઠામાં ઇફે સંક્રમાવેલા અમૃતનું અજિતસ્વામી પાન કરતા હતા; કારણ કે તીર્થંકરો સ્તનપાન કરનાર હોતા નથી. ઉદ્યાનવૃક્ષ જેમ નીકના જળનું પાન કરે તેમ સગરકુમા૨ ધાત્રીનું અનિઽદ્રિત સ્તનપાન કરતા હતા. વૃક્ષની બે શાખાની જેમ અને હાથીના બે દાંતની જેમ એ બંને રાજકુમારેા દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યા. પર્યંત ઉપર જેમ સિ‘હના બાળકો ચડે તેમ બંને રાજકુમારી અનુક્રમે રાજાના ઉત્સંગમાં ચડવા લાગ્યા. તેમના મુગ્ધ હાસ્યાથી માતાપિતા ખુશી થતા અને તેમના પરાક્રમ સહિત ચાલવાથી વિસ્મય પામતા કેસરીસિ’હના કિશાર જેમ પાંજરામાં પડી રહેતા નથી તેમ ધાત્રીમાતાએ તેમને વાર વાર પકડી રાખતી તા પણ તે કુમારે તેના ઉત્સંગમાં બેસી રહેતા નહેાતા, સ્વચ્છ દે વિચરતા એવા તે બંને કુમારા પોતાની પછવાડે દોડતી ધાત્રીઓને ખેદ પમાડતા હતા; કારણ કે મહાત્માઓનુ વય ગૌણ હેાતું નથી, વેગથી વાયુકુમારને ઉલ્લ્લઘન કરનાર તે અને કુમારા ક્રીડા કરવાના શુક અને મયુર વિગેરે પક્ષીઓને દોડીને ગ્રહણ કરતા હતા. ભદ્ર હાથીના બાળકની જેમ સ્વચ્છંદે વિચરતા એવા તે બાળકા જુદા જુદા ચાતુર્યથી ધાત્રીએને ગતિમાં ચૂકાવતા હતા. તેમના ચરણુકમળમાં પહેરાવેલા આભૂષણની ઝણઝણાટ કરતી ઘુઘરીઓ ભમરાની પેઠે શેાભતી હતી. તેમના કંઠમાં હૃદય ઉપર લટકતી સુવર્ણ રત્નની લલીતકા ( માળા ) આકાશમાં લટકતી વિજળીની જેમ શાભતી હતી. સ્વેચ્છાએ ક્રીડા કરતા તે કુમારાના કાનમાં પહેરાવેલા સુવર્ણનાં નાજુક કુંડળા જળમાં સ`ક્રમ થતા નવીન આદિત્યના વિલાસને ધારણ કરતા હતા. તેમના ચાલવાથી હાલતી એવી કેશની શિખા નવી ઊગેલી બાળમયૂરની કળા જેવી શાભતી હતી. જેમ માટા તરંગા રાજહુસેને એક પદ્મમાંથી બીજા પદ્મમાં લઇ જાય તેમ રાજાએ તેમને એક ઉત્સ’ગમાંથી બીજા ઉત્સ`ગમાં લેતા હતા. જિતશત્રુ રાજા રત્નના આભરણની જેમ તે બંને કુમારાને ઉત્સંગ, હૃદય, ભુજા, સ્કંધ અને મસ્તક ઉપર આરોપણ કરતા હતા. ભ્રમર જેમ કમળને સુંઘે તેમ તેઓના મસ્તકને વારંવાર સુંઘતા પૃથ્વીપતિ પ્રીતિને વશ થઈ તૃપ્તિ પામતા નહોતા. રાજાની આંગળીએ વળગી પડખે ચાલતા તે કુમારા મેરુપ તની બે બાજુએ ચાલતા એ સૂર્ય જેવા શે।ભતા હતા. યાગી જેમ આત્મા અને પરમાત્માને ચિંતવે તેમ જિતશત્રુ રાજા તે અને કુમારને પરમાનંદવડે ચિંતવતા ( સંભારતા ) હતા. પાતાના ઘરમાં ઉત્પન્ન થયેલા કલ્પવૃક્ષની જેમ રાજા વારવાર તેમને જોતા હતા અને રાજશુકની પેઠે વારવાર તેમને ખેલાવતા હતા, રાજાના આનંદની સાથે અને ઇક્ષ્વાકુ કુળની લક્ષ્મીની સાથે તે અને કુમાર અનુક્રમે અધિક અધિક વૃદ્ધિ પામવા લાગ્યા. મહાત્મા અજિતકુમાર સર્વ કળા, ન્યાય અને શબ્દશાસ્ત્ર વિગેરે પાતાની મેળે જ જાણી ગયા; કારણ કે જિનેધ જન્મથી જ ત્રણ જ્ઞાનવાળા હાય છે, સગરકુમારે રાજાની આજ્ઞાથી સાથે દ્વિવસે મહોત્સવપૂર્વક ઉપાધ્યાયની પાસે અધ્યયન કરવાના આરંભ ૩૧
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy