SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ર સર્ગ રજે સાક્ષાત્ ત્રણ કરેલા જેણે પુણ્યના સમૂહ હોય તેવાં બે ચામર ધારણ કર્યા અને એક ઈદ્ર પ્રતિહારની જેમ વજને ઉલાળ તેમજ પિતાની ગ્રીવાને જરા વાંકી વાળી પ્રભુને જેતો આગળ ચાલ્યા. ભમરાઓ કમલને જેમ વીટી વળે તેમ સામાનિક પર્ષદાન દેવ, ત્રાયશ્ચિંશ દે અને બીજા પણ સર્વ દેવે પ્રભુની આસપાસ વીંટાઈ વળ્યા. પછી ઈદ્ર પ્રભુને યત્નથી હાથવતી ધારણ કરી જન્મત્સવ કરવાની ઈચ્છાથી મેરુપર્વત ઉપર ચાલે. ગીતની પછવાડે મૃગની જેમ પરસ્પર અથડાતા દેવતાઓ પ્રભુની પાછળ અહપૂર્વિકાએ દેડવા લાગ્યા. પ્રભુને દૂરથી જોનારા દેવતાઓના દષ્ટિપાતવડે, સર્વ આકાશ જાણે પ્રફુલ્લિત નીલકમળના વનથી વ્યાપ્ત થયું હોય તેવું જણાવા લાગ્યું. ધનપતિ જેમ પોતાના દ્રવ્યને જુએ તેમ દેવતાઓ વારંવાર આવીને પ્રભુને નિરખવા લાગ્યા. એકસાથે આવી ઉપરાઉપર પડતા દેવતાએ સંમર્દથી સમુદ્રના તરંગેનીજેમ પરસ્પર અફળાવા લાગ્યા. આકાશમાં ઈન્દ્રરૂપ વાહનવડે ચાલતા પ્રભુની આગળ ગ્રહ, નક્ષત્ર અને તારાએ પુષ્પના સમૂહપણાને પામવા લાગ્યા. એક મુહૂર્તમાં ઈન્દ્ર મેરુપર્વતના શિખર ઉપર દક્ષિણચૂલા ઉપર રહેલી અતિપાંડકંબલા નામની શિલા પાસે આવ્યા અને રત્નસિંહાસન ઉપર પોતાના ખોળામાં પ્રભુને લઈને પૂર્વાભિમુખ બેઠો. તે જ સમયે ઇશાનકલાના ઈન્ડે પિતાના આસનને કં૫ થતાં અવધિજ્ઞાને શ્રીમાન સર્વને જન્મ જાણ્યો. તેણે પણ પહેલા ઈન્દ્રની જેમ રત્નસિંહાસન વિગેરે છોડી દઈ સાત આઠ પગલાં સન્મુખ ચાલી પ્રભુને નમસ્કાર કર્યો. તેની આજ્ઞાથી લઘુપરાક્રમ નામના સેનાપતિએ મોટા સ્વરવાળી મહાઘોષા નામની ઘંટા વગાડી. તેના નાદથી ઉદ્દભવેલ સમુદ્રના વિનિથી કાંઠાના પર્વતની ગુફાની જેમ અડ્ડાવીશ લાખ વિમાને પૂરાઈ ગયા. પ્રભાતે શંખના વનિથી સૂતેલા રાજાઓ જાગૃત થાય તેમ તેના અવાજથી તે વિમાનના દેવતાઓ જાગૃત થયા, મહા ઘોષા ઘંટાનો નાદ શાંત થતાં સેનાપતિએ મેઘના જેવા ગંભીર ધ્વનિથી આ પ્રમાણે ઘોષણા કરી-“જબૂદ્વીપના ભરતખંડની અંદર વિનીતાપુરીમાં વિજયા અને જિતશત્રુ રાજાથી બીજા તીર્થકર ઉત્પન્ન થયેલા છે, તેમના જન્માભિષેકને માટે આપણે સ્વામી ઇદ્ર મેરુપર્વત ઉપર જશે; માટે હે દેવતાઓ ! તમે સર્વ સ્વામીની સાથે આવવા તૈયાર થાઓ.” આવી ઊંચી ઘોષણા થતાં જાણે મંત્રીથી ખેંચાણ હોય તેમ સર્વ દેવતાઓ ઇશાનપતિની પાસે આવ્યા. પછી હાથમાં ત્રિશળ લઈને જાણે ઘણ રત્નાભૂષણથી ચાલતે પર્વત હોય તે દેખાતે, વેત વસ્ત્રવાળે, પુષ્પમાળા ધારણ કરનારો, મોટા વૃષભના વાહનવાળા, સામાનિક વિગેરે કેડેગમે દેથી પરવરેલે, ઉત્તરાદ્ધ સ્વગને સ્વામી પુષ્પક નામના વિમાનમાં બેસી દક્ષિણ તરફના ઈશાનક૯૫ને રસ્તે પરિવાર સહિત ચાલ્યો. થોડીવારમાં અસંખ્ય દ્વીપસમુદ્રને ઉલ્લંઘી નંદીશ્વર મહાદ્વીપે આવ્યું. ત્યાં ઈશનખૂણના તિકર પર્વત ઉપર પોતાના વિમાનને હેમંતઋતુના દિવસની પેઠે સંક્ષિપ્ત કર્યું. પછી અનુક્રમે કાળક્ષેપ કર્યા વિના વિમાનને સંક્ષિપ્ત કરે તે મેરુપર્વતની ઉપર શિષ્યની જેમ પ્રભુની પાસે આવ્યા. બીજા સનતકુમાર, બ્રહ્મ, શુક, અને પ્રાણત ઇદ્રોએ પણ સુષા ઘંટાને વગાડી નૈમેષીએ બધિત કરેલા દેવતાઓની સાથે, શકેદ્રની જેમ ઉત્તરદિશાના માર્ગ નંદીશ્વરદ્વીપે આવી, અગ્નિખૂણના રતિકર પર્વત ઉપર પિતાના વિમાનને સંક્ષિપ્ત કર્યા અને ત્યાંથી તરત જ મેરુપર્વત ઉપર શકના ઉસંગમાં રહેલા ભગવંતની સમીપે આવી, ચંદ્રની પાસે નક્ષત્રની જેમ ઊભા રહ્યા. માહેંક, લાંતક સહસ્ત્રાર અને અય્યત ઈંદ્રા પણ મહાષા ઘંટાવડે લઘુ પરાક્રમ સેનાપતિએ બધિત
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy