SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું ૨૩૧ અને મધ્યના રત્નસિંહાસન ઉપર પૂર્વાભિમુખે પર્વતના શિખરની ચૂલિકા ઉપર જેમ કેસરીસિંહ બેસે તેમ બેઠે. કમલિનીનાં પત્ર ઉપર જેમ હંસલીઓ બેસે તેમ ઇંદ્રાણીએ એ અનુક્રમે પિતપતાના આસનો અલંકૃત કર્યા. ચોરાશી હજાર સામાનિક દેવતાઓ ઉત્તર દિશાના પાનથી વિમાન ઉપર આરૂઢ થયા અને રૂપવડે જાણે ઈદ્રના પ્રતિબિંબ હોય તેવા તેઓ પોતાના આસન ઉપર બેઠા. બીજા પણ દેવ અને દેવીઓ દક્ષિણ તરફના સોપાનમાર્ગથી ચડી યોગ્ય આસને બેઠા. સિંહાસન ઉપર બેઠેલા ઈદ્રની આગળ જાણે એક એક ઈંદ્રાણીએ મંગળ ર્યા હોય તેવા અષ્ટ મંગળિક ચાલ્યા. તે પછી છત્ર, ઝારી અને પૂર્ણકુંભાદિક ચાલ્યા, કારણ કે તે સ્વર્ગ૨ જ્યનાં ચિહ્નો છે અને છાયાની જેમ તેના સહચારી છે. એની આગળ હજાર જન ઊંચે મહાવજ ચાલ્યા. તે સેંકડે લઘુ દવાઓથી અલંકૃત હોવાને લીધે પલ્લવોથી વૃક્ષની જેમ શેભતે હતો. તેની આગળ ઇદ્રના પાંચ સેનાપતિઓ અને પિતાના અધિકારમાં અપ્રમાદી એવા આભિયોગિક દેવતાઓ ચાલ્યા. આવી રીતે અસંખ્ય મહદ્ધિક દેવોએ વીંટાયેલે અને ચતુર ચારણ ગણોએ જેની દ્ધિની સ્તુતિ કરેલી છે એ નાયસેના અને ગંધર્વ સેનાએ નિરંતર આરંભેલાં નાટય, અભિનય તથા સંગીતમાં કુતુહલવાળો થયેલ, પાંચ અનીકોએ જેની આગળ મહાધ્વજ ચલાવ્યું છે એ અને વાજિત્રોના અવાજથી જાણે બ્રહ્માંડને કોડ હોય તેવું જણાતો ઈદ્ર સૌધર્મ દેવલોક ના ઉત્તર તરફના તિર્યમાર્ગો પાલક વિમાનવડે પૃથ્વી ઉપર ઉતરવાની ઈચ્છાએ ચાલ્યો. કેટિગમે દેએ પરિપૂર્ણ થયેલું પાલક વિમાન જાણે ચાલતું સૌધર્મકલ્પ હોય તેમ નીચે ઉતરતું શોભવા લાગ્યું. વેગમાં મનની ગતિને પણ ઉલ્લંઘન કરનાર તે વિમાન અસંખ્ય દ્વીપસમુદ્રને ઉલ્લંઘન કરી ગયું અને પૃથ્વીમાં રહેલ જાણે સૌધર્મકલ્પ હોય તેવા દેવતાને ક્રીડા કરવાના સ્થાનરૂપ નંદીશ્વરદ્વીપે તે વિમાન પહોંચ્યું. ત્યાં અગ્નિખૂણમાં રહેલા રતિકર નામના પર્વત ઉપર જઈને ઈદ્દે તે વિમાનને સંક્ષિપ્ત કર્યું. પછી વિમાનને અનુક્રમે સંક્ષિપ્ત કરતો કરતો તે જંબુદ્વીપમાં ભરતખંડની અંદર વિનીતાનગરીમાં આવ્યું અને તેવા લઘુ વિમાનથી તેણે પ્રભુની સૂતિકાગ્રહને સ્વામીની કરે તેમ ત્રણ વાર પ્રદક્ષિણા કરી; કારણ કે સ્વામીએ અલંકૃત કરેલી ભૂમિ પણ સ્વામીવત વંદનિક છે. પછી સામંત રાજા જેમ મોટા રાજાના ઘરમાં આવતાં વાહન દૂર રાખે તેમ તેણે ઈશાન દિશામાં પોતાનું વિમાન સ્થાપન કર્યું અને કુલિન કૃત્યની પેઠે ભક્તિથી શરીરને સંકેચી તેણે સૂતિકાગ્રહમાં પ્રવેશ કર્યો. પિતાનાં નેત્રને ધન્ય માનનારા ઈદે તીર્થકર અને તેમની માતાને નજરે જોતાં જ પ્રણામ કર્યો. પછી બનેની ત્રણ પ્રદક્ષિણા કરી નમસ્કારપૂર્વક વંદના કરી, અંજલિ જેડી તે આ પ્રમાણે બે -“ઉદરમાં રત્નને ધારણ કરનારા, વિશ્વને પવિત્ર કરનારા અને જગદીપકને આપનારા હે જગતમાતા ! તમને હું નમસ્કાર કરું છું. હે માતા ! તમે જ ધન્ય છો કે જેમણે કલ્પવૃક્ષને પ્રસવનાર પૃથ્વીની જેમ બીજા તીર્થકરને જન્મ આપે છે. હે માતા ! હું સૌધર્મપતિ ઈદ્ર પ્રભુને જન્મ મહોત્સવ કરવાને માટે અહીં આવ્યો છું; એથી તમારે ભય રાખવે નહિ.” એમ કહી માતાને અવસ્થાપિની નિદ્રા મૂકી, તીર્થકરનું બીજુ રૂપ રચી તેમની પડખે મૂકયું. પછી તરત જ પિતાના પાંચ રૂપ કર્યા. કામરૂપી દેવતાઓ એક છતાં અનેક રૂપવાળા થઈ શકે છે. તે પાંચ ઈ દ્રોમાંથી એકે પુલકાંતિ થઈ ભક્તિથી મનની જેમ શરીરથી પણ શુદ્ધ થઈ, નમસ્કાર કરી “હે ભગવન્! આજ્ઞા આપે ” એમ કહી, ગશીર્ષરસથી લિસ કરેલા પોતાના હાથમાં પ્રભુને ગ્રહણ કર્યા, બીજા ઈ પાછળ રહી પર્વતના શિખર ઉપર રહેલા પૂર્ણિમાના ચંદ્રના વિભ્રમને બતાવતું સુંદર છત્ર પ્રભુની ઉપર ધારણ કર્યું, બે ઈદ્રોએ બે પડખે રહી
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy