SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ મંગળાચરણ સર્ગ ૧ લે. लुठंतो नमतां मूर्ध्नि, निर्मलीकारकारणम् । वारिप्लवा इव नमः, पातु पादनखांशवः ॥२३॥ નમસ્કાર કરતા એવા પ્રાણીઓના મસ્તક ઉપર પડતા એવા જળના પ્રવાહની માફક (આત્માને) નિર્મળ કરવાના કારણરૂપ “શ્રી નમિ” ભગવાનના ચરણના નખોના કિરણ તમારી રક્ષા કરે. જે ૨૩ यदुवंशसमुद्रे दुः, कर्मकक्षहुताशनः । अरिष्टनेमिर्भगवान् , भूयाद्वोऽरिष्टनाशनः ॥२४॥ યદુવંશરૂપી સમુદ્રમાં ચંદ્ર સમાન અને કર્મરૂપી વનખંડમાં અગ્નિ સમાન “શ્રી અરિષ્ટનેમિ” ભગવાન તમારા ઉપદ્રવને નાશ કરનારા થાઓ. | ૨૪ છે कमठे धरणेन्द्रे च, स्वोचितं कर्म कुर्वति। प्रभोस्तुल्यमनोवृत्तिः, पार्श्वनाथः श्रियेऽस्तुवः॥२५॥ કમઠ અને ધરણે, કે જે પોતપોતાના યોગ્ય કર્મ કરતા હતા, તથાપિ તેઓ ઉપર જેમની મને વૃત્તિ સરખી છે એવા શ્રી પાર્શ્વનાથ” પ્રભુ તમારી જ્ઞાનલકમીને માટે સ્થિએિ. ૨૫ છે कुतापराधेऽपि जने, कृपामथरतारयोः ईषद्वाष्पयोर्भद्र, श्रीवीरजिननेत्रयोः ॥२६॥ જે “શ્રી વીરભગવાન”ના નેત્રોઅપરાધ કરનારા પ્રાણી ઉપર પણ દયાને સૂચવનારી કીકીઓવાળા છે અને તેવી દયા વડે જ) જરા અશ્રુથી ભીંજાયેલા થઈ ગયેલા છે. તેવા તે નેત્રોનું કલ્યાણ થાઓ.x . ૨૬ ! * આ શ્લોકમાં “કમઠ અને ધરણેન્દ્ર પિતાને યોગ્ય કામ કરતા હતા, તે પણ તેમાં પ્રભુની તલ્ય મનોવૃત્તિ હતી.” એવો અર્થ બતાવી ગ્રંથકર્તાએ પાર્શ્વનાથ ભગવાનનું અપૂર્વ સમદષ્ટિમાહામ્ય બતાવ્યું છે; કારણ કે કમઠ તાપસ જે પ્રભુને પૂર્વભવને વૌરી હતો તે “મેઘમાળી” નામે દેવતા થયો હતો, તે પિતાને યોગ્ય કર્મ (ઉપસર્ગ) કરતો હતો, અને જે ધરણેન્દ્ર હતો તેને પ્રભુએ પૂર્વ ભવમાં (સર્પાવતારમાં) અગ્નિથી બચાવ્યો હતો, તેથી તે ધરણંદ્ર થઈ પ્રભુના ઉપસર્ગને દૂર કરવારૂપ પિતાને યોગ્ય કર્મ કરતો હતો, તથાપિ પ્રભુએ તે બંનેમાં મને વૃત્તિ તુલ્ય રાખી તે અપૂર્વ સમદષ્ટિ. માહાભ્ય છે. * આ શ્લોકને ભાવાર્થ ઉપર એક એવી કથા છે કે “સંગમ” નામના દેવતાએ મહાવીરસ્વામીને છ માસ સુધી ઉપસર્ગ કર્યા હતા, તથાપિ મહાવીરસ્વામી કંઈ પણ ક્ષોભ પામ્યા ન હતા. આવી ભગવાનની ઢતા જોઈ તે દેવે સ્વર્ગમાં જવાની ઈચ્છાથી પ્રભુને કહ્યું -“હે દેવ ! હે આર્ય ! તમે સ્વેચ્છાથી ભિક્ષા માટે કરે, હવે હું તમને ઉપદ્રવ કરીશ નહિ.” આવું તેનું કહેવું સાંભળી મહાવીર સ્વામીએ કહ્યું-હુ" છાથી જ ભિક્ષા માટે ફરુ છું. કેઈના કહેવાથી નથી ફરતે.’ આવું' પ્રભુનું વચન સાંભળી તે દેવ સ્વસ્થાને જવા ચાલ્યો; એટલે તેને જોઈ મહાવીરસ્વામીના નેત્રમાં અશ્રુ આવ્યા કે “ હે ! આ દેવ મને ઉપસર્ગ કરવાથી કર્મ બાંધવાને લીધે દુઃખી થશે.” જુઓ, કેવી પ્રભુની દયાળુતા !
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy