SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું મંગળાચરણું જે દેવ, અસુર અને મનુષ્યને પૂજવા લાયક છે એવા “શ્રી વાસુપૂજ્ય સ્વામી તમને પવિત્ર કરે. ૧૪ છે विमलस्वामिनो वाचः, कतकक्षोदसोदराः । जयंति त्रिजगच्चेतो जलनमल्यहेतवः ॥१५॥ કતકફળના ચૂર્ણ જેવી, ત્રણ જગતના ચિત્તરૂપી જળને નિર્મળ કરવામાં કારણરૂપ શ્રી વિમલ સ્વામીની વાણું જયવંતી વર્તે છે. જે ૧૫ છે स्वयंभूरमणस्पर्द्धि-करुणारसवारिणा । अनंत जिदनंतां वः, प्रयच्छतु सुखश्रियम् ॥१६॥ સ્વયંભૂરમણ (છેલ્લા) સમુદ્રની હરીફાઈ કરનાર અર્થાત્ તેથી પણ અધિક એવા કરુણારસરૂપી જળ વડે યુક્ત “શ્રી અનંતનાથ ભગવાન તમને, જેને અંત નથી એવી મોક્ષસુખરૂપી લક્ષ્મીને આપ. ૫ ૧૬ | कल्पद्रुमसधर्माण-मिष्टप्राप्तौ शरीरिणाम् । चतुधिर्मदेष्टारं, धर्मनाथमुपास्महे ॥१७॥ પ્રાણીઓને વાંછિત ફળની પ્રાપ્તિમાં કલ્પવૃક્ષની જેવા અને દાન, શીલ, તપ તથા ભાવરૂપ ચાર પ્રકારના ધર્મને બતાવનારા “શ્રી ધમનાથ ' ની અમે ઉપાસના કરીએ છીએ. ૧૭ सुधासोदरवाग्ज्योत्स्ना-निर्मलीकृतदिङ्मुखः। मृगलमा तमःशांत्य,शांतिनाथजिनोऽस्तु वः। પિતાની અમૃત જેવી વાણીરૂપી ચંદ્રિકાથી જેણે દિશાઓના મુખભાગોને નિર્મળ કર્યા છે અને જેને મૃગનું ચિહ્ન છે એવા “શ્રી શાંતિનાથ જિન તમારા અજ્ઞાનની શાંતિને માટે થાઓ. ૧૮ છે श्रीकुंथुनाथो भगवान् , सनाथोऽतिशयर्द्धिभिः। सुरासुरन्नाथाना-मेकनाथोऽस्तु वः श्रिये॥१९ * અતિશની સમૃદ્ધિ વડે યુક્ત અને દેવ, અસુર તથા મનુષ્યોના સ્વામીઓ જે ઈન્દ્ર ચક્રવર્તી વિગેરે તેના અદ્વિતીય પતિ “શ્રી કુંથુનાથ ભગવાન તમને કલ્યાણરૂપી લક્ષમીને અર્થે છે. મે ૧૯ | अरनाथस्तु भगवां-श्चतुर्थारनभोरविः । चतुर्थपुरुषार्थश्री-विलासं वितनोतु वः ॥२०॥ ચોથા આરારૂપી આકાશમાં સૂર્ય સમાન “શ્રી અરનાથ ભગવાન તમારા મોક્ષલક્ષ્મીના વિલાસને વિસ્તાર કરે. જે ૨૦ છે सुरासुरनराधीश-मयूरनववारिदम् । कर्मद्रन्मूलने हस्ति--मल्लं मल्लिमभिष्टुमः ॥२१॥ દેવ, અસુર અને મનુષ્યોના પતિ એવા ઈદ્ર ચક્રવર્યાદિરૂપી મયૂરને ઉલ્લાસ કરવામાં નવીન મેઘ સમાન અને કર્મરૂપી વૃક્ષને ઉખેડી નાંખવામાં અાવત હસ્તિ જેવા શ્રીમલ્લિનાથ”ની અમે સ્તુતિ કરીએ છીએ. જે ૨૧ છે जगन्महामोहनिद्रा--प्रत्यूषसमयोपमम् । मुनिसुव्रतनाथस्य, देशनावचनं स्तुमः ॥२२॥ | સર્વ જગના લોકોની મેહનીય કર્મરૂપી નિદ્રામાં પ્રભાતકાળના જેવા “શ્રી મુનિસુવ્રતનાથ ને દેશના વચનની અમે સ્તુતિ કરીએ છીએ. જે ૨૨ છે * અતિશય દરેક તીર્થકરને ૩૪ હેય છે.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy