SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ સગ સ્વામિન! સૂર્યની પેઠે વિશ્વનું હિત કરનારા તમે હમેશાં વિહાર કરીને આ ચરાચર જગત ઉપર અનુગ્રહ કર્યો છે. આય અને અનાર્યએ બંને ઉપરની પ્રીતિથી તમે ચિરકાળ વિહાર કરતા, તેથી પવનની અને તમારી ગતિ પરોપકારને માટે જ છે. હે પ્રભુ! આ લેકમાં મનુષ્યને ઉપકાર કરવાને માટે તમે ચિરકાળ વિહાર કર્યો હતે પણ મુક્તિમાં તમે કોને ઉપકાર કરવાને માટે ગયા ? તમે અધિષ્ઠિત કરેલું કાગ્ર (મોક્ષ) આજ ખરેખર લેકાગ્ર થયું છે અને તમે છોડી દીધેલ આ મર્યલેક ખરેખર મર્યલક (મૃત્યુ પામવા ગ્ય) થયે છે. હે નાથ! જે વિશ્વને અનુગ્રહ કરનાર તમારી દેશનાને સંભારે છે તે ભવ્ય પ્રાણીઓને હજુ પણ તમે સાક્ષાત જ છો. જેમાં તમારું રૂપસ્થ એવું ધ્યાન કરે છે એવા મહાત્માઓને પણ તમે પ્રત્યક્ષ જ છે. હે પરમેશ્વર ! જેવી રીતે મમતા રહિત એવા તમે આ સર્વ સંસારનો ત્યાગ કર્યો તેવી રીતે હવે કદાપિ મારા મનનો ત્યાગ કરશે નહીં.” એવી રીતે આદિશ્વર ભગવતની સ્તુતિ કર્યા પછી બીજા પ્રત્યેક જિનંદ્રાને નમસ્કાર કરી પ્રત્યેક તીર્થંકરની તેણે આવી રીતે સ્તુતિ કરવા માંડી. વિષય કષાયથી અજિત, વિજયા માતાની કુક્ષિમાં માણિરૂપ અને જિતશત્રુ રાજાના પુત્ર હે જગસ્વામી અજિતનાથ ! તમે જય પામો. સંસારરૂપી આકાશનું અતિક્રમણ કરવામાં સૂર્યરૂપ, શ્રી સેનાદેવીને ઉદરથી ઉત્પન્ન થયેલા અને જિતારી રાજાના પુત્ર એવા હે સંભવનાથ ! તમને હું નમસ્કાર કરું છું. સંવર રાજાના વંશમાં આભૂષણરૂપ, સિદ્ધાર્થી દેવીરૂપી પૂર્વ દિશામાં સૂર્ય સમાન અને વિશ્વને આનંદદાયી એવા હે અભિનંદન સ્વામી ! તમે અમને પવિત્ર કરો. મેઘરાજાના વંશરૂપી વનમાં મેઘ સમાન અને મંગળામાતારૂપી મેઘમાલામાં તીરૂપ એવા હે સુમતિનાથ ! હું તમને નમસ્કાર કરું છું. ધર્મરાજારૂપી સમુદ્રને ચંદ્ર સમાન અને સુસીમાદેવીરૂપ ગંગા નદીમાં કમલ સમાન એવા છે પદ્મપ્રભુ ! તમને હું નમસ્કાર કરું છું. - શ્રી પ્રતિષ્ઠ રાજાના કુળરૂપી ગ્રહના પ્રતિઠાસ્તંભરૂપ અને પૃથ્વી માતારૂપ મલયાચળમાં ચંદન સમાન હે સુપાર્શ્વનાથ ! મારી રક્ષા કરે. મહસેન રાજાના વંશરૂપી આકાશમાં ચંદ્ર સમાન અને લમણા દેવીની કુક્ષિરૂપી સરોવરમાં હંસ સમાન એવા હે ચંદ્રપ્રભુ ! તમે અમારી રક્ષા કરે. સુગ્રીવ રાજાના પુત્ર અને શ્રી રામાદેવીરૂપ નંદનવનની ભૂમિમાં કલ્પવૃક્ષરૂપ એવા હે સુવિધિનાથ ! અમારું શીધ્ર કલ્યાણ કરે. દઢરથ રાજાના પુત્ર, નંદાદેવીના હૃદયના આનંદરૂપ અને જગતને આહ્લાદ કરવામાં ચંદ્ર સમાન એવા હે શીતળવામી! તમે અમને હર્ષકારી થાઓ. - શ્રી વિષ્ણુદેવીના પુત્ર, વિષ્ણુ રાજાના વંશમાં મોતી સમાન અને મોક્ષરૂપ લક્ષ્મીના ભર્તાર એવા હે શ્રેયાંસપ્રભુ ! તમે કલ્યાણને માટે થાઓ. વસુપૂજ્ય રાજાના પુત્ર, જમાદેવીરૂપ વિઠ્ઠર પર્વતની ભૂમિમાં રત્નરૂપ અને જગતને પૂજ્ય એવા હે વાસુપૂજ્ય ! તમે મેક્ષલક્ષમીને આપે. કૃતવર્મ રાજાના પુત્ર અને શ્યામદેવીરૂપ શમી વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલ અગ્નિ સમાન એવા હે વિમલસ્વામી! તમે અમારું મન નિર્મળ કરે.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy