SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લુ ૧૯૯ હાય, કોઈ ઠેકાણે જાણે રોમાંચિત થયું હોય અને કોઈ ઠેકાણે જાણે કિરણાથી લિપ્ત હોય તેવું તે જણાતુ હતું, ગારુચંદનના રસમય તિલકાથી તેને લાંછિત કરેલુ હતુ.... તેના ચણતરના સાંધેસાંધા એવા મેળવ્યા હતા કે જાણે તે એક પાષાણથી બનાવેલુ હોય તેવું જણાતું હતું. તે ચૈત્યના નિતંબભાગ ઉપર વિચિત્ર ચેષ્ટાથી મનેાહર લાગતી માણેકની પૂતળીઓ ગોઠવેલી હતી, તેથી અપ્સરાએથી અધિષ્ઠિત મેરુપર્યંતની જેવું તે શાભતું હતું. તેના દ્વારની બંને તરફ ચંદનરસથી લીંપેલા બે કુ ંભા મૂકેલા હતા, તેથી દ્વારસ્થળમાં નિષ્પન્ન થયેલા બે પુંડરીક કમળથી તે અંકિત હાય એવું લાગતું હતું. પિત કરીને વીછીં બાંધેલી લટકતી માળાએથી તે રમણિક લાગતું હતુ; પાંચ વર્ષોંનાં પુષ્પથી તેના તળિયા ઉપર સુંદર પગર ભર્યા હતા; યમુના નદીથી જેમ કલિંદ પર્યંત પ્લાવિત રહે તેમ કપૂર, અગર અને કસ્તૂરીથી બનાવેલા ધૂપના ધૂમાડાથી હમેશાં તે બ્યામ રહેતું હતુ. આગળ, બે બાજુએ અને પછવાડે સુંદર ચૈત્યવ્રુક્ષા તથા માણિકયની પીઠિકા રચેલી હતી, તેથી જાણે તેણે આભૂષણુ ધર્યા હાય તેવુ જણાતું હતું, અને અષ્ટાપદ પર્વતના શિખર ઉપર જાણે મસ્તકના મુગટનું માણિયભૂષણ હોય તથા નંદીશ્વરાદિનાં ચૈત્યાની જાણે સ્પર્ધા કરતું હોય તેવું અતિ પવિત્રપણે તે શોભતું હતું. તે ચૈત્યમાં ભરતરાજાએ પાતાના નવાણુ ભાઇઓની દિવ્ય રત્નમય પ્રતિમા બેસાડી, અને પ્રભુની સેવા કરતી એવી એક પેાતાની પ્રતિમા પણ ત્યાં સ્થાપિત કરી. ભક્તિમાં અતૃપ્તિનું એ પણ એક ચિહ્ન છે, ચૈત્યની બહાર ભગવાનના એક સ્તૂપ (પગલાની દેરી) કરાવ્યા અને તેની પાસે પેાતાના નવાણું ભાઇઓના પણ સ્તૂપ કરાવ્યા. ત્યાં વનારા પુરુષા ગમનાગમનવડે એની આશાતના ન કરે એવુ ધારીને લાઢાના ચ`ત્રમય આરક્ષક પુરુષો તે ઠેકાણે ઊભા રાખ્યા. એ યત્રમય લેાઢાના પુરુષાથી જાણે મલેકની બહાર તે સ્થાન રહ્યું હોય એમ મનુષ્યાને અગમ્ય થઇ પડયું. પછી ચક્રવત્તી એ દડરત્નવડે તે પર્વતના દાંતા પાડી નાંખ્યા; તેથી સરલ અને ઊંચા સ્તંભની પેઠે એ પર્યંત લેાકાને ન ચડી શકાય તેવા થઇ ગયા. પછી મહારાજાએ એ પતની ફરતા મેખલા જેવા અને મનુષ્યાથી ઉલ્લ ઘન થઈ શકે નહી. એવા એક એક યાજનને અંતરે આઠ પગથીઆં બનાવ્યાં. ત્યારથી એ પર્વતનું નામ અષ્ટાપદ પડયુ. અને લોકોમાં તે પર્યંત હાદ્રિ, કૈલાસ અને સ્ફટિકાદ્રિ એવા નામથી પણ ઓળખાવા લાગ્યા. એવી રીતે ચૈત્ય નિર્માણુ કરી, તેમાં પ્રતિષ્ઠા કરી, ચંદ્ર જેમ વાદળામાં પ્રવેશ કરે તેમ શ્વેત વસ્ત્ર ધારણ કરી ચક્રવત્તી એ તેમાં પ્રવેશ કર્યાં. પરિવાર સહિત પ્રદક્ષિણા દઈ મહારાજાએ તે પ્રતિમાઓને સુગ ધી જળથી સ્નાન કરાવ્યુ`. પછી દેવદૃષ્ય વસ્ત્રથી માન કર્યું, એટલે તે પ્રતિમા રત્નના આદર્શની પેઠે અધિક ઉજજવલ થઈ. પછી ચંદ્રિકાના સમૂહ જેવા નિળ, ગાઢ અને સુગધી ગેારુચંદનના રસથી વિલેપન કર્યુ· તથા ` વિચિત્ર રત્નાના આભૂષણ, ઉદ્દામ દિવ્યમાળા અને દેવદૃષ્ય વસ્ત્રોથી અ ન કર્યું : ઘંટા વગાડતાં મહારાજાએ તેમની પાસે ધૂપ કર્યા, જેના ધૂમાડાની શ્રેણીએથી એ ચૈત્યના અંતર્ભાગ જાણે નીલવલ્લીથી અંકિત હાય તેવા જણાવા લાગ્યા. ત્યાર પછી જાણે સંસારરૂપી શીતથી ભય પામેલાને માટે જવલતા અગ્નિકુંડ હોય તેવી કપૂરની આરતી ઉતા રી. એવી રીતે પૂજન કરી, ઋષભસ્વામીને નમસ્કાર કરી, શાક અને ભયથી આક્રાંત થઈ ચક્રવત્તી એ આ પ્રમાણે સ્તુતિ કરી–“ હે જગત્સુખાકર ! હે ત્રિજગત્પતિ ! પાંચ કલ્યાણકથી નારકીઓને પણ સુખ આપનાર એવા આપને હું નમસ્કાર કરુ છુ. હું
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy