SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ પ ૧ લુ ૧૯૫ થયા એવા નથી. ત્રણ જગતનું રક્ષણ કરનારા આપ, બાહુબલિ વિગેરે મારા નાના ભાઈ એ, બ્રાહ્મી અને સુંદરી અેનેા, પુંડરીકાદિક મારા પુત્રા, શ્રેયાંસ વિગેરે પૌત્રએ સર્વ ક રૂપી શત્રુને હણી લાકાચમાં ગયા, તે છતાં હું અદ્યાપિ જીવિતને પ્રિય માનતા જીવુ છું. આવા શાકથી નિવેદ પામેલા ચક્રીને, જાણે મરવાને ઇચ્છતા હેાય તેવા જોઇને ઈન્દ્રે એધ આપવાના આરંભ કર્યાં છે મહાસત્ત્વ ભરત ! આપણા આ સ્વામી પાતે સ'સારસમુદ્ર તરી ગયા છે અને બીજાઓને તેમણે તાર્યા છે. કિનારાવડે મહાનદીની જેમ એમણે પ્રવર્તાવેલા શાસનવડે સાંસારી પ્રાણીએ સંસારસમુદ્ર તરશે. એ પ્રભુ પાતે કૃતકૃત્ય થયેલા છે અને બીજા લેાકાને કૃતાર્થ કરવાને લક્ષ પૂર્વ પર્યંત દીક્ષાવસ્થામાં રહેલા છે. હે રાજા ! સ લેાકના અનુગ્રહ કરીને માક્ષસ્થાનમાં ગયેલા એ જગત્પતિના શામાટે તમે શાક કરી છે ? જેઓ મૃત્યુ પામીને મહાદુ:ખના ગૃહરૂપ ચોરાશી લક્ષ યાનિમાં અનેક વખત સંચરે છે તેમના શાક કરવા ઘટે, પણ મૃત્યુ પામી મેાક્ષસ્થાનમાં જનારના શાક ન ઘટે; માટે હે રાજા! સાધારણ માણસની જેમ પ્રભુને શાક કરતાં કેમ લજજા પામતા નથી ? શેાક કરનારા તમને અને શેાચનીય પ્રભુને અંનેને માટે શાક ઉચિત નથી. જે એક વખત પણ પ્રભુની ધ દેશના સાંભળે છે તે શાક અને હર્ષથી છતા નથી, તેા તમે બહુવાર દેશના સાંભળ્યા છતાં કેમ જીતાએ છે ? માટા સમુદ્રને જેમ ક્ષેાલ, મેરુપ તને કંપ, પૃથ્વીને ઉદ્દન, વજ્રને કુંત્વ, અમૃતને વરસતા અને ચંદ્રને જેમ ઉષ્ણુતા–એ અસંભવિત છે તેમ તમારે રુદન કરવું તે પણ અસંભવિત છે. હું ધરાધિપતિ ! તમે ધીરા થાઓ અને તમારા આત્માને જાણા, કેમકે તમે ત્રણ જગતના પ્રભુ અને એક ધીર એવા ભગવતના પુત્ર છે. ” એવી રીતે ગાત્રના વૃદ્ધ જનની જેમ ઈન્દ્રે પ્રાધ કરેલા ભરતરાજાએ જળ જેમ શીતળતાને ધારણ કરે તેમ પેાતાનું સ્વાભાવિક ધૈર્ય ધારણ કર્યું.... પછી ઈંદ્રે તત્કાળ પ્રભુના અ`ગના 'સ્કારને માટે ઉપસ્કરને લાવવાને આભિયાગિક દેવતાને આજ્ઞા કરી, એટલે તે ન ંદન વનમાંથી ગેાશીષ ચંદનનાં કાછો લઈ આવ્યા. ઇંદ્રના આદેશથી દેવતાઓએ ગેાશીષ ચંદનના કાષ્ઠશ્રી પૂર્વ દિશામાં પ્રભુના દેહને માટે એક ગાળાકાર ચિંતા રચી, ઇક્ષ્વાકુ કુળમાં જન્મેલા મહિષ એને માટે દક્ષિણ દિશામાં બીજી ત્રિકાણાકાર ચિંતા રચી; અને ખીજા સાધુને માટે પશ્ચિમ દિશામાં ત્રીજી ચારસ ચિતા રચી, પછી જાણે પુષ્કરાવર્ત્ત મેઘ હોય તેવા દેવતાઓની પાસે ઇંદ્રે સત્વર ક્ષીરસમુદ્રનું જળ મંગાવ્યું. તે જળવડે ભગવંતના શરીરને સ્નાન કરાવ્યું અને તેની ઉપર ગાશીષ ચંદનના રસથી વિલેપન કર્યું. પછી હંસ લક્ષણવાળા (શ્વેત) દેવદૃષ્ય વજ્રથી પરમેશ્વરના શરીરને આચ્છાદન કર્યું અને દિવ્ય માણેકનાં આભૂષણાથી દેવાગ્રણી ઇંદ્રે તેને ચાતરફથી વિભૂષિત કર્યું. બીજા દેવતાઓએ મુનિનાં શરીરાની ઇંદ્રની જેમ ભક્તિથી સ્નાનાદિક સર્વ ક્રિયા કરી. પછી દેવતાએ જાણે જુદા જુદા લાવ્યા હોય તેવા ત્રણ જગતના સારસાર રત્નાથી સહસ્ર પુરુષોએ વહન કરવા ચાગ્ય ત્રણ શિબિકાએ તૈયાર કરી. ઇંદ્ર પ્રભુના ચરણને પ્રણામ કરી, સ્વામીના શરીરને મસ્તકે ઉપાડી શિબિકામાં આરૂઢ કર્યું, બીજા દેવાએ મોક્ષમાર્ગના અતિથિ એવા ઇક્ષ્વાકુ વંશના મુનિનાં શરીરને મસ્તક ઉપર ઉપાડી બીજી શિખિકામાં અને ખીજા સર્વ સાધુઓનાં શરીરોને ત્રીજી શિખિકામાં સ્થાપન કર્યાં. પ્રભુના શરીરવાળી શિબિકાને ઇન્દ્રે પાતે વહન કરી અને બીજા મુનિઓની શિખિકાઓને દેવતાઓએ ઉપાડી. તે વખતે અપ્સરાએ એક
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy