SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ સર્ગ ૬ છે પ્રભુનો આ પ્રભાવ વર્તતાં છતાં ઈદ્રો આપણી ઉપર કેમ બેસી રહ્યા છે?” એમ જાણીને હોય તેમ તે સમયે ઈદ્રનાં આસને ચલાયમાન થયાં. અવધિજ્ઞાને આસનકંપનું કારણ જાણ સાઠે ઇદ્રો તે વખત પ્રભુની પાસે આવ્યા. જગત્પતિને પ્રદક્ષિણા કરી, વિષાદ પામી જાણે આલેખી લીધા હેય તેમ ભગવંતની પાસે તેઓ બેઠા. આ અવસર્પિણીના ત્રીજા આરાના નેવાશી પક્ષ બાકી રહ્યા હતા ત્યારે માઘ માસની કૃષ્ણ ત્રયોદશીના પૂર્વાલ્વે, અભિચિ નક્ષત્રમાં ચંદ્રને વેગ આવ્યો હતો તે સમયે પર્યકાસને બેઠેલા તે મહાત્મા પ્રભુએ બાદર કાયયોગમાં રહી બાદર મનગ અને બાદર વચનગને રૂંધી દીધા. પછી સૂકમ કાગને આશ્રય કરી બાદર કાગ, સૂકમ મન ગ તથા સૂકમ વચનગને રૂંધ્યા. છેવટે સૂક્ષમ કાયયેગનો પણ અસ્ત કરીને સૂકમક્રિય નામના શુકલધ્યાનના ત્રીજા પાયાના અંત પ્રત્યે પ્રાપ્ત થયા. તે પછી ઉચ્છિન્નક્રિય નામને શુકલધ્યાનને ચોથે પાયે, જેને પાંચ હસ્તાક્ષરના ઉચ્ચાર જેટલે જ માત્ર કાળ છે તેને આશ્રય કર્યો. પછી કેવળજ્ઞાની, કેવળદર્શની, સર્વ દુઃખથી રહિત, અષ્ટકર્મ ક્ષીણ કરી સર્વ અર્થને નિષ્ઠિત (સિદ્ધ ) કરનાર, અનંત વીર્ય, અનંત સુખ અને અનંત અદ્વિવત-આભ બંધના અભાવથી એરંડફળના બીજની જેમ ઊર્વગતિવાળા થઈને સ્વભાવથી સરલ એવા માર્ગ વડે લોકાગ્રને પ્રાપ્ત થયા. દશ હજાર શ્રમણોને પણ અનશનવ્રત લઈ ક્ષપકશ્રેણીમાં આરૂઢ થતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને મન, વચન, કાયાના અને સર્વ પ્રકારે રૂધી તેઓ પણ સ્વામીની જેમ તત્કાળ પરમપદને પામ્યા. પ્રભુના નિર્વાણ કલ્યાણુક સમયે સુખના લેશને પણ નહીં જોનારા નારકીઓને પણ દુ:ખાગ્નિ ક્ષણવાર શાંત થયે. તે સમયે મહાશોકથી આક્રાંત થયેલા ચક્રવતી વાથી પર્વતની જેમ તત્કાળ મૂરિòત થઈ પૃથ્વી ઉપર પડયા. ભગવંતના વિરહનું મોટર આવી પડ્યું. પરંતુ તે સમયે દુઃખ શિથિલ થવામાં કારણુરૂપ રૂદ્દનને કોઈ જાણતું નહોતું; તેથી ચક્રીને એ જણાવવા માટે તથા તેના હૃદયને ખુલાસા થવા માટે ઈ છે ચક્રીની પાસે બેસી માટે પિકાર કરી રુદન કર્યું. ઈદ્રની પછવાડે સર્વ દેવતાઓએ પણ રુદન કર્યું, કારણ કે તુલ્ય દુખવાળા પ્રાણીઓની સરખી જ ચેષ્ટા થાય છે, એ સર્વન સદન સાંભળી, સંજ્ઞા પામી ચક્રીએ પણ જાણે બ્રહ્માંડને કોડી નાંખતા હોય તેવા ઉચ્ચ સ્વરે આજંદ કર્યું. મોટા પ્રવાહના વેગથી જેમ પાળને બંધ ત્રુટી જાય, તેમ એવા રુદનથી મહારાજાની મોટી શેકગ્રંથી પણ ત્રુટી ગઈ. તે સમયે દેવ, અસુર અને મનુષ્યને રુદનથી જાણે ત્રણ લેકમાં કરુણરસ એક છત્રવાળે (રાજા) થયે હોય તેમ જણાવા લાગ્યું. ત્યારથી માંડીને જગતુમાં પ્રાણીઓને શોકસંભવ સમયે શોકશલ્યને વિશલ્ય કરનાર રુદનને પ્રચાર પ્રવર્યો. ભરતરાજા સ્વાભાવિક ધૈર્યને પણ છોડી દઈ, દુખિત થઈ તિયાને પણ રોવરાવતા આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યા- હે તાત ! હે જગતબંધુ ! હે કૃપારસસાગર ! અમને અને આ સંસાર અરણ્યમાં કેમ છોડી દ્યો છો ? દીપક સિવાય જેમ અંધકારમાં રહી ન શકાય તેમ કેવળજ્ઞાનથી સર્વત્ર પ્રકાશ કરનારા તમારા સિવાય અમે આ સંસારમાં કેમ રહી શકીશું ? હે પરમેશ્વર ! છદ્મસ્થ પ્રાણીની જેમ તમે મૌન કેમ અંગીકાર કર્યું છે? મૌનને ત્યાગ કરીને દેશના દો. હવે દેશના આપી મનુષ્ય પર શું અનુગ્રહ નહીં કરો ? હે ભગવાન ! તમે લેકગ્રિમાં જાઓ છો તેથી બોલતા નઈ પણ મને દુઃખી જાણીને આ મારા બંધુઓ પણ મને બોલાવતા નથી ? પણ અહો! મેં જાણ્યું કે તેઓ તે સ્વામીના જ અનુગામી છે તે સ્વામી ન બેસે ત્યારે તેઓ પણ કેમ બેલે? અહે ! આપણા કુળમાં મારા સિવાય બીજો કોઈ આપને અનુગામી નથી
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy