SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ સગ ૫ મે બ્રકટીની જેમ તમારા ધનુષ્યની પણછ ઉતારે, ભંડા૨માં દ્રવ્ય ના ખવાની જેમ તમારાં બાણોને ભાથામાં ના છે અને મેઘ જેમ વીજળીને સંવરી લે તેમ તમારા શલ્યને સંવૃત કરે.” - પ્રતિહારની વાના નિર્દોષ જેવી ગિરાથી ઘૂર્ણિત થયેલા બાહુબલિના કૌનિકો માંહમાંહે આ પ્રમાણે વિચારવા લાગ્યા- અહો! થનારા યુદ્ધથી વણિકેથી પેઠે ભય પામેલા અને જાણે ભરતપતિના સૈનિકો પાસેથી લાંચ મેળવી હોય એવા તથા જાણે પૂર્વ જન્મના આપણું વેરી હોય તેવા, અકસ્માત આવેલા આ દેવતા ઓએ સ્વામીને પ્રાર્થના કરી અમારે યુદ્ધોત્સવ અટકાવે. અરે ! ભેજન કરવા માટે બેઠેલા પુરુષની આગળથી જેમ ભોજન હરી લે, લાડ કરવાને જતા મનુષ્યના ખોળામાંથી જેમ પુત્રને હરી લે, કૂવામાંથી નીકળતા પુરુષના હાથમાંથી જેમ અવલંબન આપનારી દોરી ખેંચી લે, તેમ અમારા આવેલા રણત્સવને દેવે હરી લીધે. ભરતરાજાની જે બીજે કણ શત્રુ મળશે કે જેની સાથેના સંગ્રામમાં આપણે મહારાજા બાહુબલિના અનુણું થઈશું ? પિત્રાઈઓ, ચેર અને પિતાને ઘરે રહેનારી પુત્રવતી સ્ત્રીની પેઠે આપણે ફેગટ બાહુબલિનું દ્રવ્ય લીધું અને અરણ્યવૃક્ષનાં પુષ્પની સુગંધની જેમ આ પણ બાહુદંડનું વીર્ય વ્યર્થ ગયું ! નપુંસક પુરુષે કરેલા સ્ત્રીઓના સગ્રહની જેમ આપણે શસ્ત્રસંગ્રહ નકામે થયે અને પોપટે કરેલા શાસ્ત્રાભ્યાસની જેમ આપણે શસ્ત્રાભ્યાસ વ્યર્થ ગયે ! તાપસના પુત્ર એ મેળવેલું કામશાસ્ત્રનું પરિણાની જેમ નિષ્ફળ થાય છે, તેમ આપણે ગ્રહણ કરેલું પદાતિપણે નિષ્ફળ થયું ! હતબુદ્ધિવાળા આ હાથીઓને મારાભ્યાસ કરાવ્યો અને ઘેડાઓને શ્રમજયકરાવ્યો તે વ્યર્થ કરા!શરદઋતુના મેઘની જેમ આપણે ફોગટ વિકટ કટાક્ષ કર્યા! સામગ્રીદર્શકની જેમ આપણી તૈયારીઓ વ્યર્થ થઈ અને યુદ્ધદહદ નહી પૂરાવાથી આપણું અહંકાર ધારણ કરવાપણું નિષ્ફળ થયું.” આવી રીતે ચિંતવતા તેઓ બેદરૂપ ઝેરથી ગર્ભિત થઈ કુત્કાર કરનારા સર્પોની જેમ સીત્કાર કરતા પાછા ફર્યા. ક્ષાત્રવ્રતરૂપી દ્રવ્યવાળા ભરતરાજાએ પણ સમુદ્ર જેમ ભરતીને પાછી વાળે તેમ પિતાની સેનાને પાછી વાળી. પરાક્રમી ચક્રવત એ પાછા વાળેલા સૌનિકો પગલે પગલે એકઠા થઈને વિચાર કરવા લાગ્યા કે “ આપણું સ્વામી ભરતે મંત્રીના મિષથી વૈરીની જેવા કયા મંત્રીના વિચારથી બે બાહુથી જ થનારું હૃદ્ધ યુદ્ધ માન્ય કર્યું? છાશના ભજનની જેમ સ્વામીએ એ સંગ્રામ કબૂલ કર્યો ત્યારે હવે આપણું શું કામ રહ્યું ? છ ખંડ ભરતક્ષેત્રના રાજાઓ સાથેના રણસંગ્રામમાં શું આપણે કેઈને આક્રાંત કર્યો નથી, કે જેથી આજે આપણને યુદ્ધથી વારે છે ? જ્યારે પિતાના સુભટ નાસી જાય, છતાય કે મરાઈ જાય ત્યારે જ સ્વામીએ યુદ્ધ કરવું જોઈએ, કારણ કે રણની ગતિ વિચિત્ર છે, જે એક બાહુબલિ સિવાય બીજો કોઈ શત્રુ હેત તે યુદ્ધમાં કદાપિ આપણે આપણા સ્વામીના જય વિશે સંશય લાવીએ નહીં, પણ બળવંત બહુ બલિ સાથે યુદ્ધમાં વિજય કરવાની ઇંદ્રને પણ શંકા થાય તે બીજે શું માત્ર ? ! મોટી નદીના પૂરની જેમ દુઃસહ વેગવાળા તે બાહુબલિની સાથે પ્રથમ યુદ્ધ કરવું તે સ્વામીને ઘટે નહીં. પ્રથમ અમે યુદ્ધ કર્યા પછી જ સ્વામીને યુદ્ધમાં જવું યુદ્ધ છે; કેમકે “પ્રથમ અશ્વદમી પુરુષોએ દમન કરેલા અધ ઉપર જ બેસાય છે. આવી રીતે માંહમાંહે વાતો કરતા પોતાના વીર પુરુષને જોઈ ઇગિતાકારથી તેમના ભાવને જાણી શકીએ તેમને બોલાવી કહ્યું- હે વીર પુરુષે ! અંધકારને નાશ કરવામાં જેમ સૂર્યનાં કિરણો અગ્રેસર છે તેમ શત્રુઓનો નાશ કરવાને તમે મારા અગ્રેસર છે. અગાધ ખાઈમાં પડીને ૧ સંગ્રામ કરવાને–સંગ્રામમાં સ્થિર રહેવાને અભ્યાસ, ૨. ઘેડાઓને ચાલ શિખવનારા-ઉસ્તાદ
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy