SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું ૧૬૩ ગુણથી તેને વશ થાઉં? હે દેવતાઓ ! તમે સભાસદની જેમ મધ્યસ્થ થઈને કહે. એ ભરત પિતાના પરાક્રમથી મને વશ કરવા ધારે છે તો ભલે કરે, ક્ષત્રિયને એ સ્વાધીન માગ છે; એમ છતાં પણ વિચારીને જે તે પાછો ચાલ્યા જાય તો ભલે કુશળપણે જાય ! હું એના જે લુબ્ધ નથી કે પાછા જનારા તેને કાંઈ અડચણ કરું. એનું આપેલું સર્વ ભરતક્ષેત્ર હું ભેગવું એ કેમ બને? શું કેશરીસિંહ ક્યારે પણ કેઈનું ભક્ષણ કરે ? ન જ કરે. એને ભરતક્ષેત્ર લેતાં સાઠ હજાર વર્ષ થયાં છે, પણ હું જે તે લેવાની ઈચ્છા કરું તો તત્કાળ ગ્રહણ કરું; પરંતુ એટલા બધાં વર્ષોના પ્રયાસથી તેને પ્રાપ્ત થયેલા ભરતક્ષેત્રના વૈભવને ધનવાહનના ધનની જેમ હું ભાઈ થઈને કેમ ગ્રહણ કરું ? જાતિકવળથી હસ્તીની જેમ જે આ વૈભવથી ભારત બંધ થઈ ગયો હોય તો તે સુખેથી રહેવાને સમર્થ નથી. તેના વૈભવને હું હરણ કરેલે જ જોઉં છું, પણ અનિચ્છાથી જ મેં તે વૈભવની ઉપેક્ષા કરી છે. આ વખતે જાણે મને આપવાના જમાનરૂપ હોય તેવા તેના અમાત્ય ભંડાર, હસ્તી, અશ્વાદિ અને યશ મને અર્પણ કરવાને માટે જ તે ભારતને અહી લાવેલા છે, માટે હે દેવતાઓ! તમે તેના હિતાકાંક્ષી હે તો તેને યુદ્ધથી વારે, એ યુદ્ધ નહીં કરે તો હું કદાપિ યુદ્ધ કરીશ નહીં.” મેઘની ગર્જના જેવા તેના આવાં ઉત્કટ વચન સાંભળીને વિસ્મય પામેલા દેવતાઓ તેને ફરી કહેવા લાગ્યા-એક તરફ ચક્રી પોતાને યુદ્ધ કરવાનું કારણ ચક્રને નગરમાં અપ્રવેશ બતાવે છે, તેથી તે ગુરૂથી પણ અનુત્તર કરવાને અને નિરોધ કરવાને અશક્ય છે અને બીજી તરફ તમે “ યુદ્ધ કરનારની સાથે જ હું યુદ્ધ કરીશ” એમ કહે છે તેથી ઈદ્ર પણ તમને યુદ્ધ કરતા અટકાવવાને અશકય છે. તમે બંને ઋષભસ્વામીના દૃઢ સંસર્ગથી શેભે છે, મહાબુદ્ધિવાળા છો, વિવેકી છે, જગતના રક્ષક છે અને દયાળુ છે તે પણ જગતના ભાગ્યને ક્ષય થવાથી આ યુદ્ધને ઉત્પાત થયો છે, તથાપિ હે વીર ! પ્રાર્થના પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ સમાન એવા તમને અમે પ્રાર્થના કરીએ છીએ કે તમારે ઉત્તમ યુદ્ધ કરવું. અધમ યુદ્ધ કરવું નહીં; કેમકે ઉગ્ર તેજવાળા તમો બંને ભાઈઓના અધમ યુદ્ધમાં ઘણું લોકનો પ્રલય થવાથી અકાળે પ્રલયકાળ થય ગણશે; માટે તમારે દષ્ટિ વિગેરે યુદ્ધ કરવું યુક્ત છે; તેથી તમારા પિતાના માનની સિદ્ધિ થશે અને લકોને પ્રલય નહીં થાય.” બાહુબલિએ એ પ્રમાણે કબૂલ કર્યું, એટલે તેમનું યુદ્ધ જેવાને નગરના લેકની જેમ દેવતાઓ નજીકમાં જ ઊભા રહ્યા. પછી બાહુબલિની આજ્ઞાથી એક બળવાન પ્રતિહાર હાથી ઉપર બેસી ગજની પેઠે ગર્જના કરી પોતાના સૈનિકોને કહેવા લાગે-“હે વીર સુભટ ! ચિરકાળથી ચિંતવતા તમને વાંછિત પુત્રલાભની જેમ સ્વામીનું કાર્ય પ્રાપ્ત થયું હતું, પરંતુ તમારા અલ્પ પંચને લીધે આપણું બળવાન રાજાને દેવતાઓએ ભરતની સાથે દ્વંદ્વ યુદ્ધ કરવાને પ્રાર્થના કરી છે. સ્વામી પિતે પણ યુદ્ધને ઈચછે છે, તેમાં વળી દેવતાઓએ પ્રાર્થના કરી એટલે શું કહેવું ? માટે ઈદ્રની જેવા પ્રરાક્રમી મહારાજા બાહુબલિ તેમને રણસંગ્રામને નિષેધ કરે છે. દેવતાઓની જેમ તમે પણ તટસ્થ રહીને હસ્તીમલ્લની જેવા એકાંગમલ્લ એવા આપણા સ્વામીને યુદ્ધ કરતાં જુઓ અને વક્ર થયેલા ગ્રહોની જેમ તમારા રથ, ઘોડા અને પરાક્રમી હાથીઓને પાછા વાળો. સર્પોને કંડીઆમાં નાખવાની જેમ તમારા ખગે મ્યાનમાં નાખો, હાથીની શુંઢ જેવા તમારા મગરોને હાથમાંથી છોડી દ્યો, લલાટથી ૧. માલતી કે ચપલીના પુષ્પથી, લતાથી અથવા જાઈફળ ખાવાથી હસ્તી જેમ મદાંધ થઈ જાય તેમ.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy