SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ સગ ૪ થે લાવ્યા. મહારાજાએ પૌષધાલયમાં જઈ અષ્ટમ તપ કર્યો, કારણ કે તપથી મેળવેલું રાજ્ય તપવડે જ સુખમય રહે છે, અષ્ટમ તપ પૂર્ણ થયે અંતઃપુર અને પરિવારથી આવૃત થઈ, હાથી ઉપર બેસી ચક્રી તે દિવ્ય મંડપે પધાર્યા. પછી અંત:પુર અને હજારો નાટક સાથે તેમણે ઊંચે પ્રકારે રચેલા અભિષેકમંડપમાં પ્રવેશ કર્યો, ત્યાં સ્નાનપીઠમાં સિંહાસન ઉપર આરૂઢ થયા તે વખતે હાથી પર્વતના શિખર ઉપર આરૂઢ થયા જેવો દેખાવ થયો. જાણે ઈદ્રની પ્રીતિને લીધે હોય તેમ તેઓ પ્રાચી (પૂર્વ) દિશા તરફ મુખ કરીને રનસિંહાસન ઉપર બેઠા. જાણે ડાક હોય તેમ બત્રીસ હજાર રાજાઓ ઉત્તર તરફના પગથીએ થઈને સ્થાનપીઠ ઉપર ચડયા અને ચક્રવતીની નજીક ભદ્રાસન ઉપર. દેવતાઓ જેમ ઈદ્રની સામે અંજલિ જોડે તેમ અંજલિ જેડીને બેઠા. સેનાપતિ, ગૃહપતિ, વદ્ધક, પુરોહિત અને શ્રેષ્ઠી વિગેરે દક્ષિણ પાનશ્રેણીથી સ્નાનપીઠ ઉપર આરૂઢ થયા. જાણે ચક્રીને વિજ્ઞપ્તિ કરવાને ઇચ્છતા હોય તેમ પિતાને ગ્ય આસન ઉપર તેઓ અંજલિ જોડીને બેઠા. પછી આદિદેવને અભિષેક કરવાને માટે ઈદ્રો આવે તેમ આ નરદેવને અભિષેક કરવાને તેમના અભિયોગિક દેવતાઓ નજીક આવ્યા. જળપૂર્ણ હોવાથી મેઘ જેવા, જાણે ચક્રવાક પક્ષીઓ હોય તેવા મુખભાગ ઉપર કમલવાળા અને અંદરથી જળ પડવા સમયે વાજિંત્રના નાદને અનુસરનારા શબ્દોવાળા સ્વાભાવિક અને વૈક્રિય રત્નકલશથી તેઓ સર્વે મહારાજાને અભિષેક કરવા લાગ્યા. પછી જાણે પોતાનાં નેત્રો હોય તેવા જળભરિત કુંભેથી બત્રીસ હજાર રાજાઓએ તેમને શુભ મુહૂર્ત અભિષેક કર્યો અને પોતાને મસ્તકે કમલકશ જેવી અંજિલ જેડી “તમે જય પામો, તમે વિજ્ય પામ” એમ બોલી ચક્રીને વધાવવા લાગ્યા. ત્યાર પછી સેના પતિ અને શ્રેષ્ઠી વિગેરે જળથી અભિષેક કરી, તે જળની જેવા ઉજજવળ વાક્યથી સ્તુતિ કરવા લાગ્યા. પછી તેઓ એ પવિત્ર, રૂવાટાવાળા, કોમળ અને ગંધકષાયી વસ્ત્રથી માણિક્યની જેમ ચક્રીને અંગનું માજન કર્યું, તથા ઐરિકધાતુ (ગુરુ) થી સુવર્ણની જેમ કાંતિને પિષણ કરનારા ગોશીષચંદનના રસથી મહારાજાના અંગને વિલેપન કર્યું. દેવતાઓએ ઈદ્ર આ પેલે ઋષભસ્વામીને મુગટ તે અભિષિક્ત અને રાજાઓમાં અગ્રેસર ચક્રવતીના મસ્તક ઉપર આરોપણ કર્યો, તેમના મુખચંદ્રની પાસે રહેલા ચિત્રો અને સ્વાતિ નક્ષત્રો હોય તેવાં રત્નકુંડળો બંને કર્ણમાં પહેરાવ્યા; સૂત્રથી પવ્યા વિના સમકાળે હારરૂપ એક મોતી જ ઉત્પન્ન થયેલ હોય તે છીપના મતીનો એક હાર તેમના કંઠમાં નાંખે; જાણે સર્વ અલંકારેના હારરૂપ રાજાને યુવરાજ હોય તે એક સુંદર અર્ધહાર તેમના ઉરસ્થળ ઉપર આરોપણ કર્યો, જાણે કાંતિવાન અબ્રકના સંપુટ હોય તેવા ઉજજવળ કાંતિથી શોભતાં બે દેવદૂષ્ય વસ્ત્રો રાજાને ધારણ કરાવ્યાં; અને જાણે લક્ષમીન ઉરળરૂપી મંદિરનો કાંતિમય કિલ્લો હોય તેવી એક સુશોભિત પુષ્પમાળા મહારાજાના કંઠમાં આજે પણ કરી. એ પ્રમાણે કલપક્ષની જેમ અમૂલ્ય વસ્ત્ર અને માણિક્યનાં આભૂષણ ધારણ કરીને મહારાજાએ સ્વર્ગનો જાણે ખંડ હોય તેવા તે મંડપને મંડિત કર્યો. પછી સર્વ પુરુષમાં અગ્રણી અને વિશાળ બુદ્ધિવાન મહારાજાએ છડીદારની પાસે સેવક પુરુષોને બેલાવી આજ્ઞા કરી કે “હે અધિકારી પુરુષ ! તમે હાથી ઉપર બેસી, સઘળી જગ્યાએ ફરી આ વિનીતા નગરીને બાર વર્ષ સુધી કઈ પણ જાતની જગાત, કર, દંડ, કુદડ અને ભય રહિત કરીને હર્ષવાળી કરે.” અધિકારીઓએ તરતજ તે પ્રમાણે ઉદૂષણ કરીને રાજાની આજ્ઞાને અમલ કર્યો. કાર્યસિદ્ધિમાં ચક્રવતીની આજ્ઞા એ પંદરમું રત્ન છે,
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy