SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું ૧૩૫ ચક્રવતીની કપૂરવડે આરાત્રિક (આરતી) કરતી હતી. બંને પડખે આરાત્રિક ઉતરતી હોવાથી મહારાજા બે બાજુએ સૂર્ય ચંદ્ર રહેલ મેરુપર્યંતની શાભાને ધારણ કરતા હતા. અક્ષતાની પેઠે મેાતીથી ભરેલા ઊંચા થાળા રાખી ચક્રવતીને વધાવવા માટે દુકાનેાના અગ્રભાગમાં રહેલા વિણકજતા તેમને દૃષ્ટિથી આલિંગન કરતા હતાઃ રાજમાર્ગની નજીક રહેલી હવેલીઆના દ્વારમાં ઉભેલી કુલીન સુંદરીઓએ કરેલા મંગળિકને પેાતાની અેનેાની જેમ મહારાજા સ્વીકારતા હતા. જોવાની ઈચ્છાથી પીડાતા કાઈ લેાકેાને જોઇ તે પેાતાને અભયદાતા હાથ ઊંચે કરી છડીદારોથી તેમની રક્ષા કરાવતા હતા. એવી રીતે ચાલતા મહારાજાએ અનુક્રમે પેાતાના પિતાના સાત માળવાળા મહેલમાં પ્રવેશ કર્યાં. તે રાજમહેલની અગ્રભૂમિમાં જાણે રાજ્યલક્ષ્મીના ક્રીડાપર્યંત હોય તેવા બે બાજુએ એ હસ્તી ખાંધ્યા હતા; એ ચક્રવાકવડે જળપ્રવાહની જેમ બંને તરફ રહેલા સુવર્ણકલશેાથી તેનું વિશાળ દ્વાર શાભતું હતું અને જાણે ગ્રીવાનુ ઇંદ્રનીલમણિમય આભરણુ હોય તેવા આમ્રપધ્રુવના મનેાહરથી તારણથી તે મહેલ દીપતા હતા. તેમાં કોઈ ઠેકાણે મેાતીથી, કોઈ ઠેકાણે કપૂરના ચુથી, અને કાઈ ઠેકાણે ચંદ્રકાંત મણિથી સ્વસ્તિક મંગળ કર્યું હતું. કાઈ ઠેકાણે ચીનાઇ વસ્ત્રથી, કેાઇ ઠેકાણે રેશમી વસ્ત્રથી અને કોઈ ઠેકાણ દિવ્ય વસથી રહેલી પતાકાની પક્તિથી તે શે।ભતા હતા તેનાં આંગણામાં કાઇ ઠેકાણે કપૂરજળથી, કોઈ ઠેકાણે પુષ્પરસથી અને કાઇ ઠેકાણે હાથીના મદજળથી છંટકાવ કર્યા હતા. તેની ઉપર રહેલા સુવર્ણ કલશના મિષથી જાણે ત્યાં સૂર્ય વિશ્રામ કર્યાં હોય તેવા તે જણાતા હતા. એવા તે રાજમહેલના આંગણામાં રહેલી અગ્રવેદી ઉપર પેાતાના ચરણ આરોપણ કરી છડીદારે હાથના ટેકા આપેલા મહારાજા હાથી ઉપરથી ઉતર્યા અને પ્રથમ આચાર્યની જેમ પેાતાના સાળ હજાર અંગરક્ષક દેવતાનું પૂજન કરી તેમને વિદાય કર્યા. તેવી જ રીતે ખત્રીશ હજાર રાજા, સેનાપતિ, પુરાહિત, ગૃહપતિ અને વર્ષાંકને પણ વિસર્જન કર્યા, હાથીઓને જેમ આલાનસ્થ ભૈ બાંધવાની આજ્ઞા કરે તેમ ત્રણશે... ત્રેસઠ રસાઇઆને પાતપાતાના સ્થાને જવાની આજ્ઞા કરી ઉત્સવને અંતે અતિથિની જેમ શ્રેષ્ઠીઓને, અષ્ટાદશ શ્રેણી પ્રશ્રેણીને,૧ દુગપાળને અને સા વાહેાને પણ રજા આપી. પછી ઇંદ્રાણીની સાથે ઈંદ્રની જેમ સ્ત્રીરત્ન સુભદ્રા સાથે, ખત્રીશ હજાર રાજકુળમાં જન્મેલી રાણીએ સાથે, તેટલી જ (૩૨૦૦૦) દેશના આગેવાનાની કન્યા સાથે અને ખત્રીશ ખત્રીશ પાત્રવાળા તેટલા જ નાટકા સાથે, મણિમય શિલાઓની પંક્તિ ઉપર ષ્ટિ ફેરવતા મહારાજાએ યક્ષપતિ કુબેર જેમ કૈલાસમાં જાય તેમ ઉત્સવ સહિત રાજપ્રાસાદમાં પ્રવેશ કર્યા. ત્યાં ક્ષણવાર પૂર્વ મુખ સિહાસન ઉપર બેસી કેટલીક સત્કથાઓ કરી સ્નાનાલયમાં ગયા. હાથી જેમ સરોવરમાં ન્હાય તેમ ત્યાં સ્નાન કરીને પરિષનાની સાથે અનેક પ્રકારના રસવાળા આહારનું ભાજન કર્યું. પછી યાગી જેમ ચેાગમાં કાળ નિગમન કરે તેમ રાજાએ નવરસ નાટકથી અને મનેાહર સગીતથી કેટલાક કાળ નિગ`મન કર્યાં. એક વખતે સુરનરીએ આવી વિજ્ઞપ્તિ કરી કે-- મહારાજ ! તમે વિદ્યાધરપતિએ સહિત ષટ્ખંડ પૃથ્વી સાધી છે; તેથી હું ઇંદ્ર જેવા પરાક્રમવાળા ! હવે અમને આજ્ઞા આપા એટલે અમે તમારા સ્વચ્છ દપણે મહારાજ્યાભિષેક કરીએ.' મહારાજાએ આજ્ઞ આપી એટલે દેવતાઓએ નગરની બહાર ઈશાન ખૂણે સુધર્માસભાના એક ખ`ડ હાય તેવા મડપ રચ્યા. તેઓ દ્રહા, નદીએ, સમુદ્ર અને ખીજા' તીર્થાનાં જળ, ઔષધિ અને મૃત્તિકા ૧. માળા વિગેરે નવ જાતિ તે શ્રેણી અને ઘાંચી વિગેરે નવ જાતિ તે પ્રશ્રેણી,
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy