SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું ૧૩૩ નિરંતર આવૃત્ત, રાજાઓની કુળલક્ષ્મી જેવી અને જેણે સૂર્ય પણ નજરે જે નથી તેવી પિતાની પરિણીત બત્રીસ હજાર રાજકન્યાઓ યુક્ત, જાણે અપ્સરાઓ હોય તેવી અને બત્રીસ હજાર દેશમાંથી પરણેલી બીજી બત્રીસ હજાર સુંદર સ્ત્રીઓથી શોભિત જાણે પટાવત હોય તેવા પિતાના આશ્રિત બત્રીસ હજાર રાજાઓ તથા વિધ્યાત્રિની જેવા રાશી લાખ હાથીઓથી વિરાજિત અને જાણે અખિલ વિશ્વમાંથી આપ્યા હોય તેવા ચારાશી લાખ અશ્વ, તેટલા જ રથ અને ભૂમિને આચ્છાદન કરનારા છ— કેટી સુભટોથી વીંટાયેલા ભરત ચક્રવતી પ્રયાણના પ્રથમ દિવસથી સાઠ હજાર વર્ષે ચક્રના માર્ગને અનુસરતા અયોધ્યા તરફ ચાલ્યા. - માર્ગે ચાલતા ચક્રી સૈન્યથી ઊડેલી રજસમૂહના સ્પર્શથી મિલન થયેલા બેચરોને જાણે પૃથ્વીમાં આલેટ હોય તેવા કરતા હતા; પૃથ્વીના મધ્ય ભાગમાં રહેલા ભવનપતિ અને વ્યંતરોને રીન્યના ભારથી પૃથ્વી ફાટવાની શંકાને ઉત્પન્ન કરી ભય પમાડતા હતા; ગોકુળ ગોકુળે વિકસ્વર દષ્ટિવાળી ગોપાંગનાઓનું માખણરૂપ અધ્ય–અમૂલ્ય હોય તેમ ભક્તિથી સ્વીકારતા હતા; વને વને હાથીના કુંભસ્થળમાંથી ઉત્પન્ન થયેલા મુક્તાફળ વિગેરેની કિરાત લોકોએ આપેલી ભેટ ગ્રહણ કરતા હતા; પર્વતે પર્વતે પર્વતરાજાઓએ આગળ ધરેલાં રત્ન સુવર્ણની ખાણના મહસારને અનેક વખત અંગીકાર કરતા હતા; ગામે ગામે જાણે ઉત્કંઠિત બાંધવું હોય તેવા ગ્રામવૃદ્ધોના ઉપાયન પ્રસન્નપણે ગ્રહણ કરી તેમના ઉપર અનુગ્રહ કરતા હતા; ક્ષેત્રોમાં પડતી ગાયની જેમ ગ્રામમાં ચે.તરફ પ્રસરતા રીનિકને પિતાની આજ્ઞારૂપી ઉગ્ર દંડથી અટકાવી રાખતા હતા; વાનરોની પેઠે વૃક્ષ ઉપર ચડી પિતાને હર્ષપૂર્વક જેનારા ગ્રામ્યબાળકને પિતાની જેમ પ્યારથી જોતા હતા; ધાન્ય, ધન અને વિતવડે નિરુપદ્રવી ગામડાંઓની સંપત્તિને પોતાની નીતિરૂપી લતાના ફળપણે અવલોકતા હતા; સરિતાઓને પકિલ કરતા હતા; સરોવરનું શોષણ કરતા હતા અને વાવ તથા કૂવાને પાતાલવિવરની જેમ ખાલી કરતા હતા. દુનિયી શત્રુને શિક્ષા કરનાર મહારાજા એ પ્રમાણે મલયાચલને પવનની પેઠે લોકોને સુખ આપતા અને ધીમે ધીમે ચાલતા અો દયાપુરીની સમીપે આવી પહોંચ્યા. જાણે અયોધ્યાન અતિથિરૂપ થયેલે સહોદર હોય તે ધાવાર મહારાજાએ અયોધ્યાની નજીક ભૂમિમાં નંખાવ્યું. રાજશિરોમણિ ભરતે રાજધાનીને મનમાં ધારી નિરુપદ્રવની પ્રતીતિ આપનાર અષ્ટમ તપ કર્યો, અષ્ટમ ભક્તને અંતે પૌષધાલયમાંથી બહાર નીકળી ચક્રીએ બીજા રાજાઓની સાથે દિવ્ય રસાઈથી પારણું કર્યું. - અહીં અયોધ્યામાં સ્થાને સ્થાને જાણે દિગંતરથી આવેલી લમીને ક્રીડા કરવાના હિંડેલા હોય તેવા ઊંચા તેરણ બંધાવા લાગ્યા, ભગવંતના જન્મસમયે દેવતાઓ સુધી જળની વૃષ્ટિ કરે તેમ નગરનાલોકો દરેક માગે કેશરના જળથી છંટકાવ કરવા લાગ્યા, જાણે નિધિઓ અનેક રૂપે થઈ અગાઉથી આવ્યા હોય તેવા માંચાઓ સુવર્ણ સ્તંભથી રચાવા લાગ્યા, ઉત્તરકુરુમાં પાંચ પ્રહની બંને બાજુએ રહેલા દશ દશ સુવર્ણગિરિ શેભે તેમ માર્ગની બંને બાજુએ સામસામાં રહેલા માંચાઓ શોભવા લાગ્યા. દરેક માંચાએ બાંધેલા રત્નમય તોરણે ઈન્દ્રધનુષની શ્રેણીની શેભાને પરાભવ કરવા લાગ્યા અને ગંધનું સૈન્ય જેમ વિમાનમાં બેસે તેમ ગાયન કરનારી સ્ત્રીઓ મૃદંગ તથા વીણાને બજાવનારા ગંધર્વોની સાથે તે માંચા ઉપર બેસવા લાગી. તે માંચા ઉપરના ચંદરવા સાથે બાંધેલી મેતીની ઝાલરો લક્ષમીના નિવાસગૃહની પેઠે કાંતિથી દિશાઓને પ્રકાશિત કરવા લાગી. જાણે પ્રમોદ પામેલી નગરદેવીના હાસ્ય હોય તેવા ચામથી, સ્વર્ગમંડનની રચનાવાળા ચિત્રોથી કૌતુકથી આવેલા નક્ષત્રા હોય તેવા દર્પણથી, ખેચરના હાથના રૂમાલ હોય તેવા સુંદર વસ્ત્રોથી અને લક્ષ્મીની
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy