SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ 'સર્ગ ૪ થે મંડળને આલેખતા ગુફામાં ચાલ્યા. જેમ બે સખીઓ ત્રીજી સખીને મળે તેમ એ ગુફાની પશ્ચિમ બાજુની ભીંતમાંથી નીકળીને પૂર્વ ભિત્તિની નીચે થઈ ઉમેગ્ના અને નિમગ્ન નામની બે નદીઓ ગંગાને મળે છે ત્યાં આવી, પૂર્વની પેઠે તે નદીની ઉપર પાજ કરી ચક્રી સેનાની સાથે તે નદીઓ ઉતર્યા. સૈન્યરૂપ શલ્યથી આતુર થયેલા વૈતાઢયે પ્રેરણા કરી હોય તેમ ગુફાન દક્ષિણદ્વાર તત્કાળ સ્વયમેવ ઉઘડી ગયાં. એટલે કેશરીસિંહની પેઠે નરકેશરી ગુફા બહાર નીકળ્યો અને ગંગાને પશ્ચિમ તટ ઉપર તેમણે પડાવ નાંખે. ત્યાં નવ નિધાનને ઉદ્દેશીને પૃથ્વી પતિએ પૂર્વ તપથી ઉપાર્જન કરેલી લબ્ધિઓ વડે થનારા લાભના માર્ગને બતાવનાર અષ્ટમ તપ કર્યો. અષ્ટમને અંતે નવ નિધિએ પ્રગટ થયા અને મહારાજા પાસે આવ્યા. તે દરેક નિધિઓ એક એક હજાર યોએ અધિષ્ઠિત કરેલા હતા; તેનાં નિસર્ગ, પાંડુક, પિંગલ, સર્વ૨ન, મહાપદ્મ, કાલ, મહાકાલ, માણવ અને શંખક એવાં નામ હતાં; આઠ ચક્ર ઉપર તે પ્રતિષ્ઠિત થયેલા હતા અને આઠ જન ઊંચા, નવ જન વિસ્તારમાં તથા દશ યોજન લંબાઈમાં હતા. વૈડુર્યમણિના બારણાથી તેમનાં મુખ આચ્છાદિત કરેલાં હતાં. સરખા, સુવર્ણના રત્નોથી ભરપૂર અને ચક્ર, ચંદ્ર તથા સૂર્યના લાંછન(ચિન)વાળા હતા. તે નિધિઓના નામ પ્રમાણે નામવાળા, પપમના આયુષવાળા નાગકુમારનિકાયના દેવે તેના અધિષ્ઠાયક થઈને રહેલા હતા. - તેમાંનાં કસ નામનાં નિધિથી છાવણી, શહેર, ગ્રામ, ખાણ, દ્રોણમુખ, મંડપ અને પત્તન વિગેરે સ્થાનનું નિર્માણ થાય છે. પાંડક નામના નિધિથી માન, ઉન્માન અને પ્રમાણ એ સર્વનું ગણિત તથા ધાન્ય અને બીજને સંભવ થાય છે. પિંગળ નામના નિધિથી નર, નારી, હાથી અને ઘોડાઓના સર્વ જાતિનાં આભૂષણોને વિધિ જાણી શકાય છે. સર્વરનક નામના નિધથી ચક્રરત્ન વિગેરે સાત એકેદ્રિય અને સાત પંચેન્દ્રિય રત્નો ઉત્પન્ન થાય છે. મહાપદ્મ નામના નિધિથી સર્વ પ્રકારનાં શુદ્ધ અને રંગીન વસ્ત્રો નિષ્પન્ન થાય છે, કાળ નામના નિધિથી વર્તમાન, ભૂત અને ભવિષ્ય ત્રણ કાળનું જ્ઞાન, કૃષિ વગેરે કર્મ અને બીજા શિલ્પાદિનું જ્ઞાન થાય છે. મહાકાળ નામના નિધિથી પ્રવાળા, રૂપું, સુવર્ણ, મુક્તાફલ, લોઢું તથા હાદિક ધાતુઓની ખાણે ઉત્પન્ન થાય છે. માણવ નામના નિધિથી યોદ્ધા, આયુધ અને કવચની સંપત્તિઓ તથા સર્વ પ્રકારની યુદ્ધનીતિ અને દંડનીતિ પ્રગટ થાય છે. નવમાં શંખ નામના મહાનિધિથી ચાર પ્રકારના કાવ્યની સિદ્ધિ નાહ્ય નાટકની વિધિ અને સર્વ પ્રકારના વાજીંત્ર નિષ્પન્ન થાય છે. એ પ્રમાણેના ગુણવાળા નવ નિધિઓ આવીને કહેવા લાગ્યા- “હે મહાભાગ ! અમે ગંગાના મુખમાં માગધતીર્થના નિવાસી છીએ. તમારા ભાગ્યથી વશ થઈને તમારી પાસે આવ્યા છીએ તેથી તમારી ઈચ્છા પ્રમાણે અવિશ્રાંતપણે અમારે ઉપભેગ કરો અને આપે. કદાપિ સમુદ્ર ક્ષય પામે પણ અમે ક્ષય પામતા નથી.” એમ કહી સર્વ નિધિઓ વશ થયા એટલે નિર્વિકારી રાજાએ પારણું કર્યું અને ત્યાં તેમનો અષ્ટાનિકા ઉત્સવ કર્યો. રાજાની આજ્ઞાથી સુષેણ પણ ગંગાના દક્ષિણ નિષ્કટને નાની પલ્લીની પેઠે લીલામાત્રમાં સાધીને આવ્યા, પૂર્વાપર સમુદ્રને લીલાથી આક્રાંત કરી રહેલા જાણે બીજા વૈતાઢય હોય તેમ મહારાજા ત્યાં ઘણે કાળ રહ્યા. એક દિવસ સર્વ ભરતક્ષેત્ર જેણે સાધ્યું છે એવા ભરત પતિનું ચક્ર અયોધ્યા. સન્મુખ ચાલ્યું. મહારાજા પણ સ્નાન કરી, વસ્ત્ર પહેરી, બલિકર્મ, પ્રાયશ્ચિત અને કૌતુક મંગળ કરી, ઈદ્રની પેઠે ગજેન્દ્ર ઉપર આરૂઢ થયા. જાણે કલ્પવૃક્ષ હોય તેવા નવ નિધિએથી પુષ્ટ થયેલા ભંડારવાળા, સુમંગળના ચતુદર્શ સ્વપ્નનાં જુદાં ફળ હોય તેવાં ચતુર્દશ રત્નોથી
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy