SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૩ જે અતિક્રાંત થયેલા ત્રીજા ભવમાં વિદેહભૂમિમાં ભગવંતના પિતા વસેન નામે તીર્થકર હતા. તેમની પાસે પ્રભુએ દીક્ષા લીધા પછી મેં પણ દીક્ષા ગ્રહણ કરી હતી. તે જન્મના મરણથી આ સમગ્ર મારા જાણવામાં આવ્યું. તેમજ ગઈ રાત્રે મને, મારા પિતાને અને સુબુદ્ધિ શ્રેષ્ઠીને આવેલા સ્વપ્નનું પ્રત્યક્ષ ફળ પ્રાપ્ત થયું. મેં સ્વપ્નમાં શ્યામ મને દૂધથી પ્રક્ષાલિત કરેલ જે હતું, તેથી આજે આ પ્રભુ કે જેઓ તપથી કૃશ થયેલા હતા. તેમને ઈશ્નરસવડે મેં પારણું કરાવ્યું અને તેથી તેઓ રોભવા લાગ્યા. મારા પિતાએ શત્રુની સાથે યુદ્ધ કરતા જેમને જોયા હતા તે પ્રભુ, તેમણે મારા પારણની સહાયથી પરિષહરૂપ શત્રુઓનો પરાભવ કર્યો. સુબુદ્ધિ શ્રેણીએ “સૂર્યમંડળથી પડેલાં સહસ્ત્રકિરણને પાછાં મેં આરેપિત કર્યા અને તેથી સૂર્ય અધિક શોભવા લાગે, એવું સ્વપ્ન જોયું હતું તે સૂર્ય સમાન આ ભગવતનું સહસ્ત્રકિરણરૂપ કેવળ ભ્રષ્ટ થયેલું તેને મેં આજે પારણાથી જોડી દીધું અને તેથી ભગવંત શાભવા લાગ્યા. ? આ પ્રમાણે સાંભળીને સર્વ શ્રેયાંસ પ્રત્યે ‘ બહુ સારું, બહુ સારું' એમ કહેતાં હર્ષ પામીને પોતપોતાને સ્થાને ગયા. આ શ્રેયાંસને ઘરે પારણું કરી જગતપતિ સ્વામી ત્યાંથી અન્ય સ્થાને વિહાર કરી ગયા; કેમકે છદ્મસ્થ તીર્થકર એક ઠેકાણે રહેતા નથી, ભગવંતના પારણાના સ્થાનનું કઈ માણસ ઉલંઘન ન કરે એમ ધારી શ્રેયાંસે ત્યાં રત્નમય પીઠ કરાવી. જાણે પ્રભુના સાક્ષાત્ ચરણ હોય તેમ ભક્તિના સમૂહથી નમ્ર થઈ તે રત્નપીઠની ત્રિકાળ પૂજા કરવા લાગ્યા. “આ શું છે ?” એમ લોકો પૂછતા હતા ત્યારે “એ આદિકર્તાનું મંડળ છે’ એમ શ્રેયાંસ કહેતો હતે. પછી જ્યાં જ્યાં પ્રભુએ ભિક્ષાનું ગ્રહણ કર્યું ત્યાં ત્યાં લે કે તે પ્રમાણે પીઠિકા કરતા હતા તેથી અનુક્રમે “આદિત્યપીઠ એ રીતે પ્રવર્યું. એક વખતે કુંજર જેમ નિકુંજમાં પ્રવેશ કરે તેમ પ્રભુ સાયંકાળે બાહુબલી દેશમાં બાહુબલીની તક્ષશિલાપુરી સમીપે આવ્યા અને તે નગરીના બહારના ઉદ્યાનમાં કાર્યોત્સર્ગ રહ્યા. ઉદ્યાનપાલકે જઈને બાહુબલિને તે વૃત્તાંત નિવેદન કર્યું. તરત જ બાહુબલિ રાજાએ પુરરક્ષકોને આજ્ઞા કરી કે “નગરમાં હાટેની વિચિત્ર શોભા વિગેરે કરી નગરને શણગાર.” એવી આજ્ઞા થતાં જ નગરમાં દરેક સ્થાને લટકતી મોટી લુબથી વટેમાર્ગના મુગટને ચંખન કરતી કદલીતંભની તરણુમાલિકાએ શોભવા લાગી. જાણે ભગવંતના દર્શન કરવાને માટે દેવતાઓના વિમાનો આવ્યાં હોય તેમ દરેક માગે ૨નપાત્રથી પ્રકાશમાન માંચાઓ શોભવા લાગ્યા. પવને આંદોલિત કરેલી ઉદ્દામ પતાકાની પંક્તિને મિષથી જાણે તે નગરી સહસ્ર ભાવાળી થઈને નૃત્ય કરતી હોય તેવી શોભવા લાગી અને ચારે બાજુએ કરેલી નવીન કંકમળના છટકાવથી જાગે મંગળ અંગરાગ કર્યો હોય તેવી આખા નગરની પૃથ્વી જણવા લાગી. ભગવંત દર્શનની ઉત્કંઠારૂપ ચંદ્રના દર્શનથી તે નગર કુમુદના ખંડના પેઠે વિકાસ પામ્યું (નિદ્રા રહિત થયું ). હું પ્રાતઃકાળે સ્વામીના દર્શનથી મારા ને લોકોને પાવન કરીશ એવી ઈચ્છાવાળ બાહુબલીને તે રાત્રિ મહિના જેવી થઈ પડી. અહીંઆ રાત્રિ પ્રભાતરૂપ થતાં પ્રતિમા સ્થિતિ સમાપ્ત કરીને પ્રભુ વાયુની પેઠે બીજે સ્થળે વિહાર કરી ગયા. પ્રાતઃકાળે બાહુબલીએ ઉપવન તરફ જવાની તૈયારી કરી. તે સમયે જાણે ઘણું સૂર્યો હોય તેમ હેટા મુગટધારી મંડળેશ્વરે તેની તરફ વીંટળાઈ વળ્યા હતા; ઉપનાં જાણે ૧ પ્રભુને આહારને અંતરાય હતે, આહાર વિના શરીર ટકે નહીં અને શરીર વિના કેવળજ્ઞાનને સંભવ નહીં; માટે આહાર આપવાથી શ્રેયાંસે ભ્રષ્ટ થયેલા કેવળને જોડી દીધું એમ કહ્યું છે.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy