SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫ પર્વ ૧ લું શમાંથી દેવતાઓએ રત્નની વૃષ્ટિ કરી. જાણે પ્રભુના ચરણથી પવિત્ર થયેલી પૃથ્વીને પૂજવાને માટે હોય તેમ દેવતાઓ તે સ્થળે આકાશમાંથી પંચવર્ણના પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. સર્વ દેવવૃક્ષના કુસુમસમૂહથી સંચય કરેલ હોય તેવા ગંદકની વૃષ્ટિ દેવતાઓએ કરી અને જાણે આકાશને વિચિત્ર વાદળામય કરતા હોય તેમ દેવતાઓ તથા મનુષ્યો ઉજજવળ વસ્ત્રોને ઉક્ષેપ કરવા લાગ્યા. (તીર્થકરને પ્રતિલાલવાથી એ પંચ દિવ્ય પ્રગટ થયા). વૈશાખ માસની શુકલ તૃતીયાને દિવસે આપેલું તે દાન અક્ષય થયું, તેથી તે પર્વ અક્ષય ના નામથી અદ્યાપિ સુધી પ્રવર્તે છે. જગતમાં દાનધર્મ શ્રેયાંસથી પ્રવર્યો અને બાકીને સર્વ વ્યવહાર અને નીતિનો ક્રમ ભગવંતથી પ્રવર્તે. પ્રભુએ કરેલ પારણાથી અને તે વખતે થયેલ રત્નાદિકની વૃષ્ટિથી વિસ્મય પામી રાજાઓ અને નગરલે કે શ્રેયાંસના મંદિરમાં આવવા લાગ્યા. કરછ અને મહાકરછ વિ ક્ષત્રિયતાપસે પણ પ્રભુના પારણાની વાત સાંભળવાથી અત્યંત હર્ષવત થઈને ત્યાં આવ્યા. રાજાઓ, નાગરિકો અને જનપદજને રોમાંચવડે પ્રફુલ્લિત થઈ શ્રેયાંસને આ પ્રમાણે કહેવા લાગ્યા–“હે કુમાર ! તમે ધન્ય છે અને પુરુષોમાં શિરોમણિ છે, કેમકે તમારો આપેલ ઈશ્નરસ પણ સ્વામીએ ગ્રહણ કર્યો અને અમે સર્વસ્વ આપતા હતા તો પણ તેને તૃણતુલ્ય ગણુને પ્રભુએ સ્વીકાર્યું નહીં. અમારા ઉપર પોતે પ્રસન્ન થયા નહીં. પ્રભુ એક વર્ષ સુધી ગ્રામ, આકર, નગર અને અટવીમાં ફર્યા તે પણ અમારું કોઈનું આતિથ્ય ગ્રહણ કર્યું નહીં; તેથી ભક્તપણાનું માન ધરાવનાર અમને ધિક્કાર છે ! અમારા મંદિરમાં વિશ્રામ કરે તથા અમારી વસ્તુનું ગ્રહણ કરવું તે તે દૂર રહો, પણ આજ સુધી વાણીથી પણ પ્રભુએ અમને સંભાવિત કર્યા નહીં. જેમણે પૂર્વે લાખે પૂર્વ સુધી અમારું પુત્રોની પેઠે પાલન કર્યું છે તે પ્રભુ હમણાં જાણે પરિચય જ ન હોય તેમ અમારી સાથે વર્તે છે.” શ્રેયાંસે કહ્યું - તમે એમ શા માટે કહો છો? આ સ્વામી પૂર્વની પેઠે હાલમાં પરગ્રહધારી રાજા નથી; પણ હમણાં તો તેઓ સંસારરૂપી આવર્ત (ભમરી)થી નિવૃત્ત થવાને માટે સમગ્ર સાવદ્ય વ્યાપારને ત્યાગ કરીને યતિ થયેલા છે. જે ભેગના ઈરછક હોય તે સ્નાન-અંગરાગ-આભૂષણ અને વસ્ત્રોનો સ્વીકાર કરે, પણ તેથી વિરક્ત થયેલા પ્રભુને તે વસ્તુઓની શી જરૂર હોય? જેઓ કામને વશ હોય તે કન્યાને સ્વીકાર કરે પણ કામદેવને જીતનારા સ્વામીને તે કામિનિઓ અત્યંતપણે પાષાણ સમાન છે. જે પૃથ્વીના રાજ્યની ઈચ્છાવાળા હોય તે હાથી, ઘોડા વિગેરે ગ્રહણ કરે, પણ સંયમરૂપી સામ્રાજ્યને ગ્રહણ કરનારા પ્રભુને તો એ સર્વ દગ્ધ થયેવા વસ્ત્ર જેવા છે. જે હિંસક હોય તે સજીવ ફલાદિ ગ્રહણ કરે, પણ આ દયાળુ પ્રભુ તે સર્વ જીવને અભય આપનારા છે, તેથી તેઓ ફક્ત એષણીય, કલ્પનીય અને પ્રાસુક અન્નાદિકને ગ્રહણ કરે છે; પણ તમે મુગ્ધ લો કે તે જાણતા નથી.’ તેઓએ કહ્યું- યુવરાજ ! આ શિલ્પાદિક જે આજે પ્રવર્તે છે તે પૂર્વે પ્રભુએ બતાવેલ છે તે ઉપરથી સર્વ લોકો જાણે છે અને તમે જે આ કહો છો તે તો કાંઈ સ્વામીએ જણાવ્યું નથી તેથી અમે કાંઈ જાણતા પણ નથી. તમે આ શી રીતે જાણ્યું? એ કહેવાને આપ ગ્ય છે માટે કૃપા કરી કહો.” આ યુવરાજે કહ્યું—“ ગ્રંથના અવલોકનથી જેમ બુદ્ધિ ઉત્પન્ન થાય તેમ ભગવંતના દર્શનથી મને જાતિસ્મરણ જ્ઞાન થયું છે. સેવક જેમ એક ગામથી બીજે ગામ જાય તેમ સ્વર્ગ અને મૃત્યુલોકમાં વારાફરતી આઠ ભવ સુધી હું સ્વામીની સાથે ફર્યો છું. આ ભવથી
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy