SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ ૧ લુ ૮૯ તે કચ્છ મહાકચ્છના નમિ અને વિનમિ નામે વિનયવાન પુત્રા હતા. તેઓ પ્રભુએ દીક્ષા લીધા અગાઉ તેમની આજ્ઞાથી દૂર દેશમાં ગયા હતા. ત્યાંથી પાછા આવતાં તેમણે પેાતાના પિતાને તે વનમાં જોયા. તેમને જોઈ તેઓ ચિતવવા લાગ્યા કે વૃષભનાથ જેવા નાથ છતાં અનાથની પેઠે આપણા પિતાએ આવી દશાને કેમ પામ્યા ? તેમને પહેરવાનાં ઝીણા વસ્ર કળ્યાં અને આ ભિલ્લ લેાકેાને ચાગ્ય વલ વસ્ર કયાં? શરીર પર લગાવવાના અંગરાગ કથાં અને આ પશુને યાગ્યે પૃથ્વીની રજ કાં? પુષ્પવડે ગુંથેલ કેશપાશ કાં અને આ વટવૃક્ષની જેવી લાંબી જટા કયાં ? હસ્તીનું આરહણ કયાં અને પાળાની જેમ પગે ચાલવુ કાં ?’ આવી રીતે ચિંતવી તેઓએ પેાતાના પિતાને પ્રણામ કર્યા અને સર્વે હકીકત પૂછી. કચ્છ મહાકઅે કહ્યું- ભગવાન ઋષભધ્વજ પ્રભુએ રાજ્ય છેાડી ભરતાદિકને સ પૃથ્વી વહેંચી આપી વ્રત ગ્રહણ કર્યું; છે. હાથી જેમ ઇંન્નુનું ભક્ષણ કરે તેમ અમે સઘળાએએ તેમની સાથે સાહસથી વ્રત ગ્રહણ કર્યું; પરંતુ ક્ષુધા, તૃષા, શીત અને આતપ વગેરેના કલેશથી પીડા પામીને, ગધેડા અથવા ખચ્ચર જેમ પાતા પર રહેલ ભારને છેડી દે તેમ અમે તને છેડી દીધું છે. અમે જો કે પ્રભુની પ્રમાણે વવાને સમર્થ થઈ શકયા નહિ તે પણ ગૃહસ્થાવાસ અ`ગીકાર ન કરતાં આ તપોવનમાં વસીએ છીએ. ’ એ પ્રમાણે સાંભળ્યા પછી · અમે પણ પ્રભુની પાસે પૃથ્વીના ભાગ માગીએ, ’ એમ કહી તે નિમ તથા વિનમિ પ્રભુના ચરણ સમીપે આવ્યા. પ્રભુ નિઃસંગ છે એવું નહીં જાણનારા તેઓએ પ્રતિમારૂપે ( કાઉસગ્ગ ધ્યાને) રહેલા સ્વામીને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી− અમને બંનેને દૂર દેશાંતર માકલી તમે ભરત વિગેરે પુત્રાને પૃથ્વી વહેંચી આપી અને અમને ગાયના પગલા પ્રમાણુ પણ પૃથ્વી આપી નથી, માટે હે વિશ્વનાથ ! હવે પ્રસાદ કરીને તે આપો. આપ દેવના દેવે એવા અમારા શે। દોષ જોયા છે કે જેથી આપવુ* તો દૂર રહ્યું, પરંતુ અમને ઉત્તર પણ આપતા નથી ? ' તેએ અનેએ આ પ્રમાણે કહ્યું; પણ પ્રભુએ તે અવસરે તેમને કાંઇ પણ ઉત્તર આપ્યા નહી. કેમકે મમતા રહિત પુરુષા આ લાક સંબંધી ચિંતાથી લેપાતા નથી. · પ્રભુ કાંઇ પણ ખેલતા નથી પણ એએ જ આપણી ગતિ છે. (એમને જ આપણે અનુસરવાનુ છે). ’ એવા નિશ્ચય કરી તે બંને પ્રભુની સેવા કરવા લાગ્યા, સ્વામીના સમીપ ભાગની રજ શાંત કરવાને હંમેશાં તે જળાશયથી કમલપત્રમાં જળ લાવી પ્રભુની સમીપે છાંટવા લાગ્યા. ધર્મચક્રવતી ભગવંતની આગળ સુગંધથી મઢવાળા થયેલા મધુકરાથી યુક્ત પુષ્પગુચ્છા લાવીને તે પાથરવા લાગ્યાં. જેમ સૂર્ય ચંદ્ર અહર્નિશ મેરુપ તની સેવા કરે તેમ તેઓ હંમેશાં પ્રભુના પાશ્વ ભાગમાં ઊભા રહી ખડગ ખે‘ચીને સેવા કરવા લાગ્યા અને દરરોજ ત્રિકાળ અજલિ જોડી પ્રણામ કરી યાચના કરવા લાગ્યા-હે સ્વામિન્! અમને રાજ્ય આપો, તમારા સિવાય બીજો કોઇ અમારે સ્વામી નથી.’ એક વખતે પ્રભુના ચરણને વંદન કરવા શ્રઢાવાન્ નાગકુમારના અધિપતિ ધરણેદ્ર ત્યાં આવ્યા. તેણે બાળકની પેઠે સરલ એવા તે બંને કુમારોને રાજલક્ષ્મીની યાચના કરતા અને ભગવંતની સેવા કરતા આશ્ચર્યથી જોયા. નાગરાજે અમૃતના ઝરા જેવી વાણીથી તેમને કહ્યું ‘તમે કોણ છે ? અને દૃઢ આગ્રહ કરીને શું યાચા છે ? જ્યારે જગત્પતિએ વર્ષ પંત ઇચ્છિત મહાદાન અવિચ્છિન્નપણે આપ્યુ. ત્યારે તમે કયાં ગયા હતા ? હાલ તે સ્વામી નિમ, નિષ્પરિગ્રહ, પેાતાના શરીરમાં પણ આકાંક્ષા રહિત અને રાષતાથી વિમુક્ત થયા છે.' આ પણ પ્રભુના સેવક છે એમ ધારી નમિ તથા વિનમિએ માનપૂર્વક તેને ૧૨
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy