SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૩ જે જે કાંચનને રાશિ ભેટ કરતા હતા અને કઈ રેહલાચલની ચૂલા જે રત્નરાશિ આપતા હતા. (પણ ભગવંત તેમાંથી કાંઈ પણ ગ્રહણ કરતા નહોતા. ) ભિક્ષા ન મળતાં પણ અદીન મનવાળા પ્રભુ જગમ તીર્થની પેઠે વિહાર કરી પૃથ્વીતળને પાવન કરતા હતા. જાણે તેમનું શરીર સપ્તધાતુ વિનાનું બનેલું હોય તેમ ભગવંત સુસ્થિતપણે ક્ષુધા, પિપાસા વિગેરે પરીજહોને સહન કરતા હતા. વહાણે જેમ પવનને અનુસરે તેમ સ્વયમેવ દીક્ષિત થયેલા રાજાએ પણ સ્વામીને અનુસરીને વિહાર કરતા હતા. - હવે સુધા વિગેરેથી ગ્લાનિ પામેલા અને તત્ત્વજ્ઞાન રહિત તે તપસ્વી રાજાઓ પિતાની બુદ્ધિ પ્રમાણે ચિંતવવા લાગ્યા કે આ સ્વામી જાણે કિપાકનાં ફળ હોય તેમ મધુર ફળાનું પણ ભક્ષણ કરતા નથી અને ખારું પાણી હોય તેમ સ્વાદિષ્ટ જળનું પણ પાન કરતા નથી. પરિકર્મમાં (શરીરશુશ્રષામાં) અપેક્ષા રહિત હોવાથી તેઓ સ્નાન કે વિલેપન કરતા નથી, ભારની પેઠે વસ્ત્રાલંકાર અને પુષ્પને ગ્રહણ કરતા નથી. પર્વતની પેઠે વાયુએ ઉડાડેલા માર્ગની ધૂળની સાથે આલિંગિત થાય છે. હમેશાં લલાટને તપાવનાર તાપને મસ્તક ઉપર સહન કરે છે, શયન વિગેરેથી રહિત છે તે પણ પ્રયાસ પામતા નથી (થાકતા નથી) અને હસ્તીઝની જેમ શીત અને ઉષ્ણતાથી તેમને કલેશ પણ થતું નથી. ક્ષુધાને ગણતા નથી, તૃષાને જાણતા નથી અને શૈરવાળા ક્ષત્રિયની પેઠે તેઓ નિદ્રાનું પણ સેવન કરતા નથી. આપણે તેમના અનુચરરૂપ થયા છીએ તે પણ જાણે અપરાધી હાઈએ તેમ દષ્ટિથી પણ આપણને પ્રસન્ન કરતા નથી, તે ભાષણની શી વાત ? આ પ્રભુ પુત્ર, કલત્રાદિક પરિગ્રહના ત્યાગી છે તે પણ તેઓ ચિત્તમાં શું ચિંતવન કરે છે તે આપણે જાણી શકતા નથી. આ પ્રમાણે વિચારીને તે સર્વે તપસ્વીઓ પોતાના વંદના અગ્રેસર અને સ્વામીની પાસે સેવકરૂપે રહેનારા કચ્છ અને મહાક૭ને કહેવા લાગ્યા કે “ક્ષુધાને જીતનારા આ પ્રભુ ક્યાં અને અન્નના કીડા તુલ્ય આપણે કયાં ? તૃષાનો જય કરનાર પ્રભુ કયાં અને જળના દેડકા જેવા આપણે કયાં? આપને સહન કરનાર પ્રભુ કયાં અને છાયાના માકડ જેવા આપણે કયાં ? શીતથી પરાભવ ન પામે એવા પ્રભુ કયાં અને વાંદરાની જેમ શીતથી કપનારા આપણે કયાં ? નિદ્રા રહિત પ્રભુ ક્યાં અને નિદ્રાના અજગર જેવા આપણે કયાં? તથા આસનને નિત્ય નહીં સેવનારા પ્રભુ કયાં અને આ સનમાં પંગુ સમાન આપણે કયાં ? સમુદ્રનું ઉલ્લંઘન કરવાને જેમ કાકપક્ષીઓ ગરુડને અનુસરે તેમ સ્વામીએ ધારણ કરેલા વ્રતનું અનુકરણ કરવાને આપણે ઉપક્રમ કર્યો છે. હવે આપણે આજીવિકાને અર્થે આપણાં રાજ્ય પાછા ગ્રહણ કરવાં કે કેમ ? અથવા તે તે ભારતે ગ્રહણ કર્યા છે તે આપણે હવે ક્યાં જવું? અથવા શું જીવનને માટે આપણે ભરતને શરણે જવું? પરંતુ સ્વામીને છોડીને જવામાં આપણને તેને જ ભય રહે છે. હે આર્યો! તમે પ્રભુના વિચારને જાણનારા અને નિત્ય તેમની પાસે રહેનારા છો, તેથી હવે કાર્યમાં મૂઢ બની ગયેલા એવા અમારે શું કરવું ? તે કહો.” [ તેઓએ કહ્યું કે-“સ્વયંભૂરમણ સમુદ્રને અંત જ પામી શકાય તે જ પ્રભુને ભાવ (વિચાર) જાણી શકાય. (તે સમુદ્રને અંત પામ દુર્લભ છે તેમ પ્રભુનો વિચાર જાણી શકો દુર્લભ છે). અગાઉ તે અમે સ્વામીની આજ્ઞા પ્રમાણે કરતા હતા, પણ હાલમાં જ પ્રભુ મૌન કરી રહ્યા છે એટલે કાંઈ આજ્ઞા કરતા જ નથી; તેથી જેમ તમે કાંઈ જાણતા નથી તેમ અમે પણ કાંઈ જાણતા નથી. આપણું સર્વની સમાન ગતિ છે, તેથી તમે કહે તે પ્રમાણે અમે કરીએ.” પછી તેઓ સર્વે એક વિચાર કરી ગંગા નદીની નજીકના વનમાં ગયા અને ત્યાં વેચ્છાએ કંદમૂળ, ફળાદિકને આહાર કરવા લાગ્યા. ત્યારથી વનવાસ અને કંદફળાદિને આહાર કરનારા જટાધારી તાપસે પૃથ્વીમાં પ્રવર્તા.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy