SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું ૮૫ ગિરિ અને કુંજમાં રહેલું, સ્મશાન વિગેરે સ્થાનમાં ગુઢ રહેલું, ઘરમાં ગૂપ્ત કરેલું રૂપ્ય, સુવર્ણ અને રત્નાદિક દ્રવ્ય સર્વ જગ્યાએથી લાવીને વરસાદ જેમ પાણીને પૂરે તેમ પૂરવા લાગ્યા. હંમેશાં સૂર્યને ઉદય થાય ત્યાંથી તે ભોજનના સમય સુધીમાં પ્રભુ એક કોટી અને આઠ લાખ સુવર્ણ (નૈયા )નું દાન આપતા હતા. એ પ્રમાણે એક વર્ષમાં પ્રભુએ ત્રણશે યાસી કોડ, એશી લાખ સુવર્ણનું દાન કર્યું. ‘ પ્રભુ દીક્ષા લેવાના છે” એમ જાણી લે કેને પણ સંસારમાં વૈરાગ્ય થવાથી ફક્ત શેષા માત્ર દાન ગ્રહણ કરતા હતા. જો કે પ્રભુ ઈચ્છા પ્રમાણે દાન દેતા હતા, તો પણ તેઓ અધિક ગ્રહણ કરતા નહોતા. વાર્ષિક દાનને અંતે પિતાનું આસન ચલિત થવાથી ઈદ્ર બીજા ભરતની પેઠે ભક્તિપૂર્વક ભગવંત પાસે આવ્યા. જળના કુંભ હસ્તમાં રાખનારા બીજા ઈદ્રોની સાથે રાજ્ય ભિષેકની પેઠે તેણે જગત્પતિને દીક્ષા ઉત્સવ સંબંધી અભિષેક કર્યો. તે કાર્યને અધિકારી ઈદ્ર તત્કાળ લાવેલા દિવ્ય અલંકાર તથા વસ્ત્રો પ્રભુએ ધારણ કર્યા. જાણે અનુત્તર વિમાન માંહેનું વિમાન હોય તેવી સુદર્શના નામે એક શિબિકા ઈ પ્રભુને માટે તૈયાર કરી. ઈ હાથને ટેકો આપ્યો છે જેમને એવા પ્રભુ જાણે લેકારૂપી મંદિરની પહેલી નીસરણી ઉપર ચઢતા હોય તેમ તે શિબિકા ઉપર આરૂઢ થયા. પ્રથમ રોમાંચિત થયેલા મનુષ્યએ અને પછી દેવતાઓએ જાણે મૂર્તિમંત પિતાનો પુણ્યભાર હોય તેમ શિબિકાને ઉપાડી. તે સમયે સુર અને અસુરેએ હર્ષથી વગાડેલાં મંગળવાજિંત્રોએ પોતાના નાથી પુષ્પરાવર્તક મેઘની પેઠે દશ દિશાઓને પૂરી દીધી. જાણે આ લેક અને પરલોકનું મૂર્તિમંત નિર્મલપણું હોય એવા બે ચામર પ્રભુના બંને પાર્ધભાગમાં પ્રકાશી રહ્યા અને બંદોલકની પેઠે વૃદારક (દેવતાઓ) મનુષ્યના કાનને પ્રસન્ન કરનાર એ ભગવંતને જયજયારવ ઊંચે સ્વરે કરવા લાગ્યા. શિબિકામાં આરૂઢ થઈને માર્ગમાં ચાલતા પ્રભુ ઉત્તમ દેવોના વિમાનમાં રહેલી શાશ્વત પ્રતિમાની જેવા શોભતા હતા. એવી રીતે ભગવાનને જતાં જોઈ સવે નગરવાસીઓ બાલકો જેમ પિતાની પછવાડે દડે તેમ દોડવા લાગ્યા. મેઘને જેનારા મસૂરની પેઠે કઈ દૂરથી સ્વામીને જોવાને ઊંચા વૃક્ષની શાખા ઉપર આરૂઢ થયા; સ્વામીને જેવાને માટે માર્ગનાં મંદિરે ઉપર ચઢેલા કોઈ સૂર્યના પ્રબળ તાપને પણ ચંદ્રતાની જે ગણવા લાગ્યા; કઈ કાળક્ષેપને સહન નહી કરી શકવાથી તત્કાળ અશ્વ ઉપર ન ચડતાં જાણે પોતે જ અધ હોય તેમ માર્ગમાં ઠેકવા લાગ્યા અને કઈ જળમાં માસ્યની પેઠે લોકસમૂહની અંદર પ્રવેશ કરી, સ્વામીના દર્શનની ઈચ્છાથી આગળ નીકળવા લાગ્યા. જગત્પતિની પાછળ દોડનારી કેટલીએક અંગનાઓના વેગને લીધે મુક્તાહાર ત્રુટી જતા હતા તેથી જાણે તે પ્રભુને લાજાંજલિથી વધાવતી હોય એમ જણાતુ હતું. પ્રભુ આવે છે એમ ધારી તેમને જોવાની ઈચ્છાવાળી કેટલીક સ્ત્રીઓ કટીભાગમાં બાળકોને તેડી વાનર સહિત લતાઓની જેમ ઊભી રહી હતી; કુચકુંભના ભારથી મંદગતિવાળી કેટલીએક સ્ત્રીઓ જાણે બે પાંખે કરી હોય તેમ બે બાજુએ ૨હેલી સખીઓની ભુજાનું આલંબન કરીને ચાલતી હતી; કેટલીક સ્ત્રીએ પ્રભુને જોવાનો ઉત્સવની ઈચ્છાથી ગતિભંગ કરનારા પોતાના ભારે નિતની નિંદા કરતી હતી; માર્ગમાં આવેલાં ઘરમાં રહેનારી કેટલીએક કુળવધુ સુંદર કસુંબી વસ્ત્ર પહેરી પૂર્ણપાત્રને ધારણ કરતી ઊભી રહી હતી, તેથી તેઓ શશાંક ર સહિત સંધ્યાના જેવી જણાતી હતી, કેટલીએક ચપલનયના ઓ પ્રભુને જોવા માટે પોતાના હસ્તકમલથી ચામરની પેઠે વસ્ત્રના છેડાને ચલિત કરતી હતી. કેટલી ૧. મોતીરૂપ ધાણીની અંજલિઓથી ૨. ચંદ્ર
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy