SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ત્રીજો. હવે પ્રભુએ તરત જ પોતાના સામત વિગેરેને તથા ભરત, ખાહુબલિ વિગેરે પુત્રાને ખેલાવ્યા. પ્રથમ ભરતને કહ્યું— હે પુત્ર! તું આ રાજ્યને ગ્રહણ કર. અમે તા હવે સચમરૂપી સામ્રાજ્યને ગ્રહણ કરશુ.' સ્વામીના તેવા વચનથી ભરત ક્ષણવાર અધેામુખ થઈ, પછી અ`જિલ જોડી, નમસ્કાર કરી, ગદ્ગદ્ ગિરાથી કહેવા લાગ્યા-- હે સ્વામિન્ ! તમારા ચરણકમલના પીઠની આગળ આળેાટવાથી મને જે સુખ થાય છે તેવું સુખ રત્નસિ’હાસન ઉપર બેસવાથી થવાનુ' નથી, હે વિભા ! તમારી આગળ પગે દોડતાં મને જે સુખ થાય છે, તે સુખ લીલાથી હસ્તીની પીઠ ઉપર આરૂઢ થવાથી થવાનુ નથી. તમારા ચરણકમળની છાયમાં જે સુખ હું મેળવુ' છું તે સુખ મને ઉજજવળ છત્રછાયા વડે વ્યાપ્ત થવાથી થવાનું નથી. જો હું તમારાથી વિરહી થાઉ તા પછી સામ્રાજ્યલક્ષ્મીથી શું કામ છે ? કેમકે તમારી સેવાના સુખરૂપ ક્ષીરસાગરમાં રાજ્યનું સુખ એક બિંદુમાત્ર છે. ’ સ્વામીએ કહ્યું——‘અમે રાજ્ય છેાડી દઈએ અને પછી પૃથ્વી પર જો રાજા ન હેાય તા પાછે મત્સ્યના જેવા ન્યાય પ્રવો; માટે હે વત્સ ! તમે આ પૃથ્વીનુ યથાર્યાન્ય રીતે પ્રતિપાલન કરો. તમે અમારા આદર્શ પ્રમાણે વનારા છે અમે અમારા આદેશ પણ એ જ છે,’ આવે! પ્રભુના સિદ્ધાદેશ થતાં તેને ઉલ્લઘન કરવાને અસમર્થ એવા ભરતે તે અંગીકાર કર્યા, કેમકે ગુરુને વિષે વિનયસ્થિતિ એવી જ હોય છે, પછી નમ્ર થયેલા ભરતે સ્વામીને મસ્તકથી પ્રણામ કરી પેાતાના ઉન્નત વંશની પેઠે પિતાના સિ`હાસનને અલંકૃત કર્યું. દેવતાઓએ જેમ પ્રભુને અભિષેક કર્યાં હતા તેમ પ્રભુના આદેશથી અમાત્ય સામત અને સેનાપતિ વગેરેએ ભરતને રાજ્યાભિષેક કર્યાં. તે વખતે પ્રભુના શાસનની પેઠે ભરતના મસ્તક ઉપર પૂર્ણિમાના ચંદ્ર જેવુ' અખડ છત્ર શોભવા લાગ્યુ. તેમની બંને ખાજુએ વિ’જાતા એવા ચામરા ચળકવા લાગ્યા, તે જાણે ભરતના અ યથી આવનારી લક્ષ્મીના એ તે આવ્યા હોય તેવા જણાતા હતા. જાણે ઘણા ઉજ્જવળ એવા પોતાના ગુણ હોય તેવાં વસ્ર અને મુક્તાલ'કારથી ભરત શાભવા લાગ્યા અને મોટા મહિમાના પાત્રરૂપ નવા રાજાને નવા ચંદ્રની પેઠે પોતાના કલ્યાણુની ઇચ્છાથી રાજમ`ડળે પ્રણામ કર્યાં. પ્રભુએ બીજા માહુબલિ વિગેરે પુત્રને પણ ચાગ્યતા પ્રમાણે દેશ વહેંચી આપ્યા. પછી પ્રભુએ કલ્પવૃક્ષની પેઠે–સ્વેચ્છાએ કરેલી પ્રાર્થના પ્રમાણે મનુષ્યાને સાંવત્સરિક દાન આપવાના આરંભ કર્યા અને નગરના ચતુથમાં તથા દરવાજા વિગેરેમાં ઊંચે પ્રકારે એવી આઘેષણા કરાવી કે જે જેના અથી હોય તેણે આવીને તે ત્રણ કરવુ’ સ્વામીએ દાન આપવું શરૂ કર્યું. તે વખતે ઇંદ્ર આદેશ કરવાથી કુબેરે પ્રેરેલા જા ભક દેવતાએ ઘણા કાળથી ભ્રષ્ટ થયેલું–નષ્ટ થઇ ગયેલું, નધણીયાતુ', મર્યાદાને ઉલ્લંઘન કરનારું, ૧. માલામાં મેટાં માછલાં નાનાં માછલાંને ગળી જાય એવા ન્યાય છે, તે પ્રમાણે જે મનુષ્યમાં પણ રાજા ન હોય તેા શક્તિવાળાએ અશકિતવાનને હેરાન કરે. ૨. ભરતક્ષેત્રના ઉત્તરા અને દક્ષિણાહૂ એવા એ વિભાગ.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy