SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ સંપાદકીય જીવનની અમૂલ્ય અંતરંગ મૂડી બની છે. પ.પૂવિદ્વાન વિદ્યાગુરૂદેવ મુનિ શ્રી પ્રેમસુંદર વિ.મ. સા. જેઓએ પોતાનો અમૂલ્ય સમય ફાળવી મને અનેક પ્રકરણગ્રંથો વગેરેનું અધ્યયન કરાવ્યું. અને જેઓએ ગ્રહણ અને આસેવન શિક્ષા આપી મારા સંયમની કાળજી લીધી છે. તેમનો પણ ઉપકાર કેમ ભૂલાય. તથા અત્યંતોપકારી વિદ્યાગુરૂદેવ પ.પૂ. મુનિ શ્રી અનંતયશ વિ.મ.સા. જેમનો આ ગ્રંથ પ્રકાશનમાં અવિસ્મરણીય સિંહફાળો રહેલો છે. તેમના ઉપકારો કદી ભૂલાશે નહિં. પ્રાચીન લીપી કઈ રીતે વાંચવી, કઈ રીતે ઉકેલવી તે શિખવાડનાર આ મુનિપ્રવર છે. મારા માટે આ સંપાદનનું કાર્ય તદ્દન નવું હતું. તેનો કક્કો પણ હું જાણતો ન હતો. હસ્તાદર્શો ક્યાંથી મેળવવા કોણે મળવું આ બધું મારા માટે કોયડા જેવું હતું. આવા અવસરે માત્ર માર્ગદર્શન આપી મને સંતોષતા નહિં બલ્ક તે તે જગ્યાએ સાથે આવી અધિકારીઓનો સંપર્ક કરી મને પ્રતો મેળવી આપતા. કોઈ પદાર્થ ન સમજાતો હોય, અલ્પવિરામ, પૂર્ણવિરામ ક્યાં મૂકાય, શંકાઓ હોય, હસ્તલિખિતમાં અક્ષર ઉકેલાતો ન હોય તો હું એમની પાસે જતો. પોતે આચારાંગ ચૂર્ણિના સંપાદનમાં વ્યસ્ત હોવા છતાં આવકાર ભર્યો પ્રેમ દેખાડી પોતાનું કાર્ય ગૌણ કરી, પોતાનું કાર્ય સમજી મને કલાકોના કલાકો સમય આપી નિઃશંક કરી યોગ્ય માર્ગદર્શન આપતા. છેલ્લે એટલું કહું કે જો તેઓની સહાય સાંપડી ન હોત તો મારા ગુરૂદેવની પ્રેરણાને હું સાકાર કરવામાં ઊણો ઉતર્યો હોત. - વિદ્વાન પ.પૂ.પં. શ્રી અજયસાગરજી મ.સાહેબને આ અવસરે કેમ વિસરાય ? જેમનાં કારણે શ્રી ક્લિાસસાગરસૂરીશ્વરજી જ્ઞાનમંદિર કોબા માંથી પ્રસ્તુત સંપાદન માટેની ઘણી સામગ્રીઓ પ્રાપ્ત થઈ. તેમજ જેઓએ મારી દિક્ષા પૂર્વે મારામાં નિઃસ્વાર્થભાવે સંસ્કારોનું સિંચન કર્યું છે એવા પ.પૂ. આ.શ્રી અશચંદ્રસૂરિજી, પ.પૂ. આ.શ્રી સોમચંદ્રસૂરિજી મ.સા., પ.પૂ. આ.શ્રી રત્નસુંદરસૂરિજી, પ.પૂ.મુ.શ્રી નંદિઘોષ વિ., પ.પૂ.પં.શ્રી અરવિંદસાગરજી મ.સા. આજે મારા સ્મૃતિપટ ઉપર સહજ પણ ઉપસ્થિત થાય છે. તેમજ સંપાદન કાળે યોગોદ્વહનનાં દિવસોમાં મને સંપાદન માટે સમય વધારે મળે તે માટે સંઘો વગેરે લઈ આપનાર પ.પૂ.મુ.શ્રી પ્રિયદર્શી મ.સા., મુ.શ્રી જ્ઞાનધ્યાન વિ., મુ. શ્રી જ્ઞાનોદય વિ. મ.સા. નો પણ હું ઋણી છું. | મારા તમામ ગુરૂક્યાતાઓએ તથા સહવર્તી અનેક મહાત્માઓએ સંપાદનમાં અનુકૂળતા કરી આપવા બદલ મહત્ત્વનો ઉપકાર ર્યો છે. * પ્રસ્તુત ટીકા અમુદ્રિત હોવાથી તેનું લિવ્યંતર આવશ્યક હતું. નિઃસ્વાર્થભાવે લિવ્યંતર કરી આપનાર શ્રુતપ્રેમી ઉષાબેન એ. શાહને ખૂબ ખૂબ ધન્યવાદ. એમની આ શ્રુતભક્તિનું હું અભિવાદન કરું છું. આ ગ્રંથના પ્રકાશનનો ઉદાર દિલે લાભ લેનાર માટુંગા નિવાસી શ્રીયુત વિનોદભાઈ તથા દિપકભાઈની મૃતભક્તિ ખૂબ અનુમોદનીય છે. - શ્રી પાર્શ્વ કોમ્યુટર્સવાળા વિમલભાઈ દ્વારા ગ્રંથના કમ્પોઝીંગ અને સેટીંગ આદિ કાર્યોમાં ઉત્સાહ અને સહયોગ ન મળ્યો હોત તો આ ગ્રંથનું પ્રકાશન દુષ્કર બની જાત. તેમને પણ ખૂબ ધન્યવાદ છે.
SR No.032703
Book TitlePind Niryukti
Original Sutra AuthorN/A
AuthorJaysundarsuri
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages226
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_pindniryukti
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy