SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રકારના ધ્યાન ખેંચે એવાં, અને નિર્વિવાદ સિદ્ધસેનના કહી શકાય તેવાં, પદ્યો વિષે સંપ્રતિ જોઈશું. સિદ્ધસેન દિવાકરની વિવિધ છંદમાં નિબદ્ધ વર્તમાને ઉપલબ્ધ અને સુપ્રસિદ્ધ ગુણવચનદ્વાત્રિંશિકાનો પ્રારંભ એકાએક મોં માથા વગરનો થતો લાગે છે. એમ જણાય છે કે, આરંભના જ પદ્યો ઊડી ગયાં છે. આ સંદર્ભમાં પ્રભાવક્ચરિતકાર સિદ્ધસેનને મુખે વિક્રમાદિત્યની સભામાં, રાજાના સંદર્ભમાં પ્રશંસાત્મક ચાર શ્લોકોમાં નિબદ્ધ જે ઉક્તિઓ કહેવડાવે છે તે સૂચક બની રહે છે. આ શ્લેષાત્મક પદ્યોની શૈલી સિદ્ધસેનની હોય તેવી જણાય છે. અને તેમાં કોઈ ધનુર્વિદ્યા-નિપુણ રાજેન્દ્રને ઉદ્બોધન હોઈ તે વિક્રમાદિત્યને ઉદ્દેશીને રચાઈ હોય તેવું પ્રતીત થાય છે. ગુણવચન દ્વાત્રિંશિકાના પ્રારંભમાં આને મુકીએ તો પછી આવનારા પઘો સાથે (છંદ બદલી જવા છતાં) અર્થ અને ભાવની દૃષ્ટિએ મેળ મળી રહે છે અને ભાવપ્રવાહનું સાતત્ય જળવાઈ રહે છે. આમ એ મહત્વપૂર્ણ દ્વાત્રિંશિકાના છૂટી ગયેલાં પદ્યોની પુનઃ પ્રાપ્તિ થઈ હોવાનું માની શકાય. પ્રભાવકચરિતમાં ઉજ્જયનીમાં શિવલિંગ પ્રસંગે સિદ્ધસેન જે દ્વાત્રિંશિકાનો આરંભ કરે છે (તેવું અલબત્ત કલ્પીને દર્શાવવામાં આવ્યું છે) તેના પ્રારંભનાં ચાર ઊર્જસ્વી પઘો ત્યાં ઉįક્તિ થયા છે. તે પદ્યોની શૈલી સ્પષ્ટતઃ સિદ્ધસેન દિવાકરની જ છે. છતાં પ્રભાવકચરિત ૧૩મી શતાબ્દીના અંતિમ ચરણ જેટલો મોડો મધ્યકાલીન ગ્રન્થ છે એ વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ. સદ્ભાગ્યે આ વિષયમાં એક પ્રાક્ર્મધ્યકાલીન કર્તાનું સમર્થન પ્રાપ્ત છે. કૃષ્ણર્ષિશિષ્ય જયસિંહસૂરિના ધર્મોપદેશમાલાવિવરણ(ઇ.સ.૮૫૯)માં પહેલાં બે પદ્યો તથા સ્તુતિ રેખાવ્યુત્તમ્ – કહીને ઉદ્ધૃત કર્યો છે. આ ગ્રન્થ પ્રભાવકચરિતથી ૪૧૯ વર્ષ પહેલા રચાયેલો છે. પછીનાં બે પઘો યાકિનીસૂનુ હરિભદ્રસૂરિની આવશ્યકવૃત્તિ (પ્રાયઃ ઇ.સ.૭૫૦)માં “વાદિમુખ્ય”ના નામે ઉદ્ધૃત કર્યાં છે. “વાદિમુખ્ય” કહીને હરિભદ્રે સમંતભદ્રનાં પદ્યો તેમ જ મલ્લવાદિનાં સૂત્રો પણ ટાંક્યાં છે; પણ અહીં સંદર્ભ જોતાં “વાદિમુખ્ય” કથનથી સિદ્ધસેન દિવાકર જ અભિપ્રેય હોય તેમ સ્પષ્ટરૂપે જણાય આવે છે. આ સિવાય હરિભદ્રસૂરિએ સ્વરચિત આવશ્યકવૃત્તિમાં “ધ્યાનશતક”ની ટીકા કરતાં તથા સ્તુતિ રેવાયુક્તમ્ – કહીને એક ઉપજાતિ વૃત્તમાં નિબદ્ધ પદ્ય ઉદ્ધૃત કર્યું છે જેની રચનાશૈલી સ્પષ્ટતયા સિદ્ધસેનની જ છે. આમ આચાર્ય સિદ્ધસેન દિવાકર રચિત પરંતુ વર્તમાનમાં તેમના રચેલા ઉપલબ્ધ સાહિત્યમાં ન મળતા કેટલાંક પઘો અન્યાન્ય ગ્રંથોમાં ઉદ્ધૃત થયેલા મળે છે. તે તે ગ્રંથોમાં ગ્રંથકારોએ તેમને વાદીમુખ્ય અને સ્તુતિકાર જેવા વિશેષણોથી નવાજ્યા છે. આ પરથી એટલું તો નિશ્ચિત છે કે સિદ્ધસેન દિવાકર એક મહાન તાર્કીક અને ઉત્તમ સ્તુતિકાર હતા. તેમના પદ્યોની ખોજ કરવામાં આવે તો બીજા ઉત્તમ પદ્યો પ્રાપ્ત થવાની સંભાવના છે. અહીં પ્રથમભાગમાં નિર્પ્રન્થ સંસ્કૃત-સ્તવ-સ્તુતિ-સ્તોત્રોનાં બે કર્તા વાચક ઉમાસ્વાતિ અને સિદ્ધસેન દિવાકર વિશે સંક્ષેપમાં પરિચય આપ્યો છે. અન્ય કર્તાઓ વિશે ભાગ-૨માં વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે. ૯૧
SR No.032701
Book TitleBruhad Nirgranth Stutimani Manjusha Part 01
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy