SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ' અને સાથે જ આનુષંગિક પારિભાષિક શબ્દ “સપ્તભંગી' સૌ પ્રથમ સમતભદ્રના આતમીમાંસામાં પ્રાપ્ત થાય છે. આથી ન્યાયાવતારની રચના સમંતભદ્રના સમય બાદ થયેલી છે. (૪) ન્યાયાવતાર પરની વિવૃતિ એના સમાપન-કાવ્યમાં એટલે કે “સિદ્ધિ” સિદ્ધર્ષિ (પ્રાયઃ ઇસ્વી ૮૮૦-૯૨૦)ની છે. વૃત્તિકારોની પ્રથા પ્રમાણે જો મૂલસૂત્રના કર્તા જ્ઞાત હોય તો વૃત્યાંતે મંગલાચરણ, ને પછી તુરત જ મૂલકારને એમના નામ સમેત અંજલિ અપાય. નૃત્યાંતે પણ તેના નામની પ્રશંસા સહિત ઘણીવાર નોંધ લેવાતી હોય છે. અને મૂલ કારિકાઓનાં વ્યાખ્યાનમાં વચ્ચે વચ્ચે તથા ૨ सूत्रकार, कारिकाकार उदाहु, आचार्य आह, शास्त्रकारर्य इति अभिप्रायम्, पूर्वाचार्येन कथिता त्या शो જરૂર જોવા મળે. પણ એ પ્રકારનું અહીં કશું જ, કંઈ જ, જોવા મળતું નથી. જો ન્યાયાવતાર સિદ્ધસેન દિવાકરની રચના હોય તો સિદ્ધર્ષિ સ્વસંપ્રદાયના આ મહાનું દાર્શનિકનું નામ પણ ન લે? તે બનવાજોગ નથી. આનું તારતમ્ય એટલું જ છે કે, મૂળ કારિકાઓ પણ સિદ્ધર્ષિ દ્વારા જ સંકલિત છે. તેમાં જે અન્ય ગ્રન્થોમાંથી કામની મળી તે સીધી લઈ લીધી છે; અને બાકીની પૂરકરૂપે સ્વરચિત હોઈ શકે છે. ન્યાયાવતાર આમ સિદ્ધસેન દિવાકરની રચના છે જ નહીં. સિદ્ધસેન બીજા પુરોગામી વિદ્વાનોના વિચારોવિભાવોથી ક્યારેક પ્રભાવિત તો બની શકે, બન્યા પણ છે, પણ પોતે એટલા સમર્થ હતા કે પુરાણા અન્ય કર્તક રચનાઓમાંથી સીધી તડફંચી કરે તે માનવા યોગ્ય નથી. એમની અન્ય ધાત્રિશિકાઓની આવી પ્રવૃત્તિ ક્યાંયે દૃષ્ટિગોચર થતી નથી. અમને તો ન્યાયાવતાર સિદ્ધર્ષિની જ, એથી દશમા શતકની અમુકશે સંકલિત કારિકાઓથી રચાયેલી કૃતિ છે એમ જણાય છે. કવિના અલ્પજ્ઞાત અને વિશૃંખલ પદ્યોઃ સિદ્ધસેને ૩ર બત્રિસીઓ રચેલી તે વાત તો સંબંધકર્તા લગભગ બધા જ મધ્યકાલીન કર્તાઓ કહે છે; પણ વર્તમાને ૨૧ ઉપલબ્ધ છે, ૧૧ વિલુપ્ત થઈ છે, અને ઉપલબ્ધ પ્રતિઓમાં તો ૨૦ જ મળે છે. (૨૧મી ‘પરાત્મા દ્વાáિશિકા' નોખી મળે છે.) પુણેની ઇસ્વીસના ૧૪મા શતકની તાડપત્રની પ્રતમાં પણ એ જ સ્થિતિ છે, પણ એમ જણાય છે કે દેશમાંથી લઈ ઓછામાં ઓછું ૧૩મા શતક સુધીના નિર્ઝન્થ લેખકો પાસેની પ્રતોમાં બધી જ ધાર્નાિશિકાઓ હશે. અત્યારે ઉપલબ્ધ છે તેમાં ૧૧મી “ગુણવચન દ્વાáિશિકામાં ચાર અને ૧૫મી ‘બૌદ્ધસલ્તાન દ્વાáિશિકા'માં એક પદ્ય ખૂટે છે. જયારે ૧૯મી દ્વત્રિશિકામાં જે એક પદ્ય ઘટતું હતું તે પૂણેની પ્રતમાંથી મુનિવર જંબૂવિજયજીને મળ્યું છે. બીજી બાજુ વર્તમાને હાáિશિકામાં ૩રને સ્થાને ૩૪ પદ્ય મળે છે. જ્યારે ૨૧મીમાં વધારાનું ૩૩મું પદ્ય પ્રક્ષિપ્ત જણાય છે. સિદ્ધસેનની દ્વાત્રિશિકાઓમાંથી પૂજ્યપાદ દેવનંદી(પ્રાયઃ ઇસ્વી ૬૩૫-૬૮૫)થી શરૂ કરી લાંબા સમય સુધી વૃત્તિકારો દ્વારા ઉદ્ધરણો લેવાયાં છે, લેવામાં આવ્યાં છે, જેમાંથી ઘણાખરાં તો ઉપલબ્ધ દ્વિત્રિશિકાઓમાં મળી જાય છે; પણ કેટલાંક એવાં છે કે જે તેમાં મળતાં નથી. આમાનાં કોઈ કોઈ હાલ અપ્રાપ્ય એવી દ્વાર્નાિશિકાઓમાંથી લીધાં હશે. જ્યારે થોડાંક એવાં પણ હોઈ શકે જે વર્તમાને ઉપલબ્ધ છે તે બત્રીસીઓમાંથી કોઈ કોઈના ખૂટતાં પદ્યો હોઈ શકે છે.
SR No.032701
Book TitleBruhad Nirgranth Stutimani Manjusha Part 01
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy