________________
ચરણ)
૩. અપભ્રંશ સ્તુતિઓ
(૧-૧૧) સ્વયંભૂદેવકૃત પઉમચરિઉ અંતર્ગત ૧૧ સ્તુતિઓ (ઇસ્વી ૯મા શતકનું આખરી
યાપનીય સંઘના ઉપાસક, દક્ષિણસ્થ કવિ સ્વયમ્ભદેવની બે ઉપલબ્ધ કૃતિઓમાંની એક, પઉમચરિઉમાંથી અહીં નિમ્નલિખિત જુદી જુદી ૧૧ સ્તુતિઓનું ચયન કર્યું છે, જેની વિગતો ટૂંકમાં નીચે મુજબ છે.
(૧) ગ્રંથારંભે “ચતુર્વિંશતિજિનસ્તુતિ”
(૨) મગધરાજ શ્રેણિક દ્વારા સંબોધિત “મહાવીરસ્તુતિ” (સંધિ ૧)
(૩) ઇંદ્રકથિત “ઋષભદેવ-સ્તુતિ” (સંધિ ૨)
(૪) ઇંદ્રોદ્બોધિત “ઋષભજિનસ્તુતિ” (સંધિ ૨૩).
(૫) સિંહફૂટ જિનભવનમાં રામલક્ષ્મણ દ્વારા ઉગારિત “જિનસ્તુતિ” (સંધિ ૨૩). (૬) સહસ્રકૂટ જિનાલયમાં રામલક્ષ્મણ દ્વારા “વિંશતિજિનેંદ્રસ્તુતિ” (સંધિ ૨૫).
(૭) સુગ્રીવ પ્રણીત ‘જિનસ્તુતિ” (સંધિ ૪૪).
(૮) રામ કથિત ‘કોટિશિલાસ્તુતિ” (સંધિ ૪૪).
(૯) નંદીશ્વરદ્વીપમાં રાવણપ્રોક્ત “જિનશાંતિનાથસ્તુતિ” (સંધિ ૭૧).
(૧૦) શાંતિનાથ જિનાલયમાં રામોદ્બોધિત “જિનસ્તુતિ” (સંધિ ૭૮); અને (૧૧) મંદરાચલ પર હનુમાન્ દ્વારા “જિનસ્તુતિ” (સંધિ ૯૬).
સ્વયંભૂદેવ અપભ્રંશમાં રચના કરનાર શ્રેષ્ઠ કવિવરોમાંના એક હતા. એમની રચનાઓમાં પ્રાસાદિકતા, લાલિત્ય, વર્ણમૈત્રી, પ્રાસ-અનુપ્રાસાદિનો યથોચિત પ્રયોગ અને સ્વચ્છસલિલા સરિતાના પ્રવાહ સમી ઓજસ્વી શૈલીના દર્શન થાય છે. પરંતુ ‘જય’ શબ્દથી થતો સ્તુતિઓનો પ્રારંભ શ્વેતાંબર કર્તાઓ જયસિંહસૂરિ, શીલાચાર્ય, આદિની પ્રાકૃત સ્તુતિઓમાં છે તેમ અહીં પણ રસાત્મકતાનો (કિંતુ એટલા પૂરતો જ) અભાવ સૂચવી રહે છે.