SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) અજ્ઞાતકર્તક “ઉપસર્ગહરસ્તોત્ર' (પ્રાયઃ ઇસ્વી મું શતક, અંતિમ ચરણ) શ્વેતાંબર તેમ જ દિગંબર સંપ્રદાયમાં આ સ્તોત્રની લગભગ સમાન માન્યતા છે. શ્વેતાંબર સમાજમાં (વિશેષ કરીને સ્થાનકવાસી સંપ્રદાયમાં) તાવ જેવા રોગોથી ગ્રસ્ત માંદાઓની પથારી પાસે સાધુ-સાધ્વીઓ “ચત્તારી મંગલ”નો પાઠ કહી પછી આ પાંચ પદ્યયુક્ત, મહારાષ્ટ્રી-પ્રાકૃતમાં નિબદ્ધ, “ઉપસર્ગહરસ્તોત્રનો પાઠ ભણતા (આજે પણ એ પ્રણાલિકા ચાલુ છે), કેમ કે આ સ્તોત્રમાં વરનાશની અભ્યર્થના કરવામાં આવી છે. વિશેષમાં સ્તોત્રમાં નાગવિષના ઉતારની કામના પણ કરેલી છે. આ સ્તોત્ર પણ મંત્રપૂત અને એ રીતે એ દિશામાં પ્રભાવક હોવાનું સાધુ સમાજમાં એવં શ્રાવકોમાં મનાય છે. શ્વેતાંબર સંપ્રદાયમાં તેના કર્તા આર્ય ભદ્રબાહુ (પ્રાયઃ ઇસ્વી પૂર્વ ૩૨૫-૨૯૦) હોવાની અને દિગંબર સંપ્રદાયમાં તે ભક્તામરસ્તોત્રકાર માનતુંગાચાર્યની રચના હોવાનું મનાય છે : બન્ને સંભ્રાંત ધારણાઓ માત્ર છે. પહેલી વાત એ છે કે મહારાષ્ટ્રી પ્રાકૃતનું ઈસ્વીસનની બીજી સદી પૂર્વે અસ્તિત્વ હોવાનું જણાતું નથી; અને બીજી વાત એ કે મૌર્યયુગમાં થઈ ગયેલા પ્રાચીન આર્ય ભદ્રબાહુ શિથિલાચારી, ચૈત્યવાસી, માંત્રિક-તાંત્રિક જતિ નહોતા. કલ્પના થઈ શકે છે તે પ્રમાણે તેઓ વાર્ધમાનિક નિર્ઝન્થ પરંપરા અનુસારના અચલ મુનિ હતા. (સ્વ) મુનિવર પુણ્યવિજયજીનાં કથનોના આધારે કોઈ કોઈ શ્વેતાંબર વિદ્વાન્ પ્રસ્તુત સ્તોત્ર આગમોની ઉપલબ્ધ એવં નિર્યુક્તિઓના કર્તા તરીકે વરાહમિહિરના બંધુ દ્વિતીય ભદ્રબાહુની કૃતિ હોવાની કલ્પના કરે છે; પરંતુ મધ્યકાલીન ચરિત્રકારોએ કથાના મૌર્યયુગના સંદર્ભોમાં વરાહમિહિરનું નામ ઘુસાડી સૌને ઊંધે રસ્તે દોર્યા છે. આવા કોઈ જ ભદ્રબાહુ ઈસ્વીસન્ના પાંચમા-છઠ્ઠા સૈકામાં થયા જ નથી. બીજી બાજુ દિગંબર સંપ્રદાયમાં પ્રસ્તુત કૃતિ માનતુંગાચાર્યની માની લેવામાં આવી છે તે પણ ભ્રમ જ છે. સ્તોત્રમાં “માનતુંગ’ મુદ્રાનો અભાવ છે. સ્તોત્રની શૈલી પણ એ યુગની નથી. બીજી સૂચક વાત એ છે કે સ્તોત્રના પ્રારંભમાં પાર્શ્વ યક્ષનો ઉલ્લેખ છે. મહત્ત્વની વાત એ છે કે, તીર્થકરોનાં યક્ષ-યક્ષિીઓના વિભાવ ઇસ્વીસનુના નવમા શતકના ઉત્તરાર્ધ પૂર્વે થઈ ચૂક્યો હોય તેવું સાહિત્ય કે પુરાતત્ત્વનું પ્રમાણ હજી સુધી પ્રાપ્ત નથી. એકંદરે આ પાદલિપ્તસૂરિની વરસ્તુતિની નજીક આવતી શૈલીમાં રચાયેલી કૃતિ છે. તેમાં પણ એ જ રીતે ગતિશીલતા અને બલાવિર્ભાવ-ઊર્જસ્વિતા–અવશ્ય નજરે પડે છે. સ્તોત્રનો સમય ઇસ્વીસના નવમા શતકનું અંતિમ ચરણ હોવાનો સંભવ છે. સ્તોત્ર પર રચાયેલી દ્વિજ પાશ્વદેવ (પ્રાયઃ .સં.૧૧૨૦-૧૧૮૦)ની વૃત્તિ અને ચંદ્રાચાર્યની લઘુવૃત્તિ (પ્રાયઃ ૧૧૨૫-૧૧૭૦) પ્રકાશિત થયેલી છે. ઉવસગ્ગહરની પંક્તિઓનો ઉપયોગ કરી તેની પાદપૂર્તિરૂપે તપાગચ્છીય હર્ષકલ્લોલના શિષ્ય (લક્ષ્મીકલ્લોલ હશે ?)ની એક સ્તુતિ, જેની પ્રાયઃ ઇસ્વી ૧૬મી સદીના બીજા ચરણમાં રચના થઈ હશે, તે તાજેતરમાં પ્રકાશિત થઈ છે.
SR No.032701
Book TitleBruhad Nirgranth Stutimani Manjusha Part 01
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy