SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય સન્ ૧૯૯૭માં હિન્દી ભાષામાં માનતું વાર્થ ઔર ૩ સ્તોત્ર નામક, પ્રો. મધુસૂદન ઢાંકી અને ડૉ. જિતેન્દ્ર શાહ દ્વારા તૈયાર થયેલું, સંશોધનાત્મક પુસ્તક શારદાબેન ચીમનભાઈ એજ્યુકેશનલ રીસર્ચ સેન્ટર, અમદાવાદ દ્વારા પ્રગટ થયું હતું. ત્યારબાદ હવે ત્રણ ખંડમાં આયોજિત શ્રી બૃહ નિર્ચન્થ સ્તુતિમણિમંજૂષા નામક સમુચ્ચય ગ્રંથનો, ઉપર્યુક્ત વિદ્વદ્દય દ્વારા તૈયાર થયેલો, પ્રથમ ખંડ પ્રકાશિત કરતાં આનંદ થાય છે. આ ગ્રંથમાં ૧૦મી શતાબ્દી સુધીમાં રચાયેલા નિરૈન્ય સાહિત્યના સાહિત્યિક દૃષ્ટિથી ઉત્તમ અને ભક્તિથી ભરપૂર એવા સ્તોત્ર, સ્તુતિ, સ્તવનનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ સ્તુતિ-સ્તોત્રનો સંગ્રહ કરવાની યોજના વારાણસીમાં ભક્તામર સ્તોત્ર વિશે સંશોધન કરતી વખતે બનાવવામાં આવી હતી અને અનેક સ્તુતિ-સ્તોત્રનું અવલોકન કર્યું છે તેની શબ્દાવલી અને ભાવોનો અનેક દૃષ્ટિથી વિચાર કર્યો છે અને પછી તેના અંગે નિર્ણય કરવાનો આવતો અનેક મુનિમહારાજોની સાથે ઘણાં કલાકો સુધી ચર્ચાવિચારણા કરતા અનેક જ્ઞાનભંડારોના હસ્તલિખિત ગ્રંથોનું અવલોકન કરી ઉત્તમ સ્તોત્ર પસંદ કરતા હતા. આમ સંગ્રહ કરવામાં ઘણો સમય વીતી ગયો અને પ્રકાશન કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો. ત્યારબાદ પ્રો.મધુસૂદન ઢાંકીને આઠ ઓપરેશનનો સામનો કરવો પડ્યો. બાદમાં તેમના ધર્મપત્ની શ્રીમતી ગીતાબેનનું અવસાન થયું એટલે તેઓ કામ કરવામાં વિરક્તિનો અનુભવ કરવા લાગ્યા હતા. આવા અનેકવિધ અવરોધો વચ્ચે કાર્ય ચાલતું રહ્યું. પરંતુ તેમની હયાતીમાં આ કાર્ય પ્રકાશિત ન થઈ શક્યું તેનું અમને અનહદ દુઃખ છે. તેમના અવસાન પછી પ્રૂફ સંશોધનનું કાર્ય કરવામાં ઉપાધ્યાય ભુવનચંદ્રજી મ.સા. તથા પૂ.સાધ્વી શ્રી ચંદનબાળાજીનો સહયોગ પ્રાપ્ત થયો તે માટે અમે તેમના અત્યંત આભારી છીએ. આ પછીના બે ભાગનું કાર્ય શેષ રહ્યું છે તે હવે પછી ટૂંક સમયમાં જ તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવશે. પ્રસ્તુત ખંડમાં લેખકોની વિસ્તારપૂર્વક લખાયેલી ઐતિહાસિક ચર્ચા સમેતની પ્રસ્તાવના તેમ જ ચયન કરેલો, કાલક્રમાનુસાર અને ભાષાના પ્રકાર તેમ જ ગુણવત્તાના ધોરણે ગોઠવેલો મૂળ સ્તુતિ-સ્તોત્ર
SR No.032701
Book TitleBruhad Nirgranth Stutimani Manjusha Part 01
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy