SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. આ અંગે વારાણસી પાસે સારનાથ સ્થિત તિબ્બતી શોધ સંસ્થાનનો સંપર્ક સાધતાં જાણવા મળ્યું કે આવા સંગ્રહો અગાઉ પ્રસિદ્ધ થયા નહોતા; વારાણસીની સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીના બૌદ્ધ દર્શનના વિદ્વાન સ્વ..જગન્નાથ ઉપાધ્યાયે લગભગ ૧૫૦ જેટલી ચુનંદી બૌદ્ધ સ્તુતિ-કૃતિઓ એકત્ર કરી છપાવવા પ્રબંધ કરેલો; પરંતુ તેમના અવસાન બાદ તેની પ્રેસકોપી તેમ જ છપાયેલા ફર્મા પણ ગુમ થઈ ગયાનું સંભળાય છે. પં.જનાર્દન પાંડે સાથે થયેલી વાતચીતમાં, તેમના કથન અનુસાર, ઉપલબ્ધ હસ્તપ્રતોમાં રહેલા સેંકડો બૌદ્ધસ્તોત્રોની ભાષા દુર્ભાગ્યે ભ્રષ્ટ રૂપમાં મળે છે; એને સુધારી-સંસ્કારી છાપવાનું કામ ઘણું દુષ્કર છે; પણ તેઓએ હાલમાં તે કાર્ય હાથ ધર્યું છે અને તેમની યોજનાનું પ્રથમ પુસ્તક—બૌદ્ધસ્તોત્રસંગ્રહ–સુપ્રસિદ્ધ પ્રકાશન સંસ્થા–મોતીલાલ બનારસીદાસ તરફથી તાજેતરમાં જ (વારાણસી ૧૯૯૪) પ્રગટ થઈ ચૂક્યું છે. આ સિવાય તેમના દ્વારા સર્વજ્ઞમિત્ર વિરચિત આર્યતારાગ્નગ્ધરાસ્તોત્ર (ઇલાહાબાદથી ૧૯૯૫માં) પુનઃ સંપાદિત થઈ પ્રગટ થયું છે. (અગાઉ કલકત્તાની Royal Asiatic Society of Bengal તરફથી ઇસ્વી ૧૯૦૯ (?)ના અરસામાં તે પ્રકટ તો થયેલું. પણ ઘણાં વર્ષોથી ઉપલબ્ધ નહોતું.) તદુપરાંત તિબ્બતીય બૌદ્ધ ભિક્ષુ લોસંગનો રબુ શાસ્ત્રી દ્વારા શંકરપાદસ્વામિની દેવાતિશયસ્તુતિ (સારનાથ ૧૯૯૦) પણ પંડિત ગ્રંથમાલાના પ્રથમ મણકારૂપે પ્રકાશિત થઈ છે. આ વાત પ્રમાણમાં મોટા સંગ્રહોને લાગુ પડે છે. તેમાં ક્યાંક ક્યાંક ૨૪ જિનોને લગતી સ્તુતિઓ, કોઈ એક જિન સંબદ્ધ, યા તીર્થસંબદ્ધ સ્તુતિઓ એકત્ર કરી ક્રમમાં (પણ કાળક્રમને પૂરેપૂરી રીતે લક્ષમાં લીધા વગર) પ્રયત્ન થયા હોવાનું જોવા મળે છે ખરું. ૬. ઇસ્વીસનની ૧૭-૧૮મી પછી તે અત્યલ્પ સંખ્યામાં પ્રાપ્ત થઈ છે. વર્તમાને (સ્વ.) વિજયલાવણ્યસૂરિ. (સ્વ.) ચતુરવિજયજી આદિ આપણા સમયના મુનિ-કવિઓની કેટલીક રચનાઓ પ્રકાશિત થઈ છે. અને કોઈ કોઈ દિગંબર મુનિએ, વિદ્વાને પણ આપણા સમયમાં સ્તુત્યાદિ રચ્યાં છે. ૭. આમાં ખાસ તો કુંદકુંદાચાર્યની મનાતી (પણ વાસ્તવમાં અજ્ઞાત કÇક) પ્રાકૃત “ભક્તિઓનો સમાવેશ થાય છે. અહીં (સંભવતઃ યાપનીય) ગ્રંથ તિલોયપણસ્તી (પ્રાયઃ ઇસ્વી ૫૫૦)માંથી એક નાનકડી ગ્રંથારંભની મંગલ-સ્તુતિને સંચયમાં લઈ લીધી છે. ૮. ઉપર્યુક્ત ગાથા, “તુતિ-વિવેચન સાહિત્યમાં સૌ પ્રથમ કદાચ પ્રા. કાપડિયાએ ઉદ્ધત કરી છે : જુઓ એમના દ્વારા સંપાદિત બપ્પભટ્ટસૂરિની વાર્વિશતિવા અંતર્ગત “કાવ્યમીમાંસા", મુંબઈ ૧૯૨૬, પૃ.૪૫ ૪૬ ૯. સ્વ.મુનિ ચતુરવિજયજીએ મૈનસ્તોત્રનો પ્રથમ ભાગ, સંસ્કૃત “પ્રસ્તાવના”, અમદાવાદ ૧૯૩૨, પૃ.૨ પર એ જ ગાથા શાંતિસરમાંથી તેમ જ સીધી જ વ્યવહારભાષ્યમાંથી પણ ટાંકી છે; પણ તેમાં શબ્દરૂપોમાં પાઠાંતર જોવામાં આવે છે. યથા "तत्र स्तवा देवेन्द्रस्तवादयः स्तुतय एकादि सप्तश्लोकान्ताः, यत उक्तम्-एगदुगतिसिलोका (थुइओ) अन्नेसि जाव हुंति सत्तेव । देविंदत्यवमादी तेण परं थुत्तया होति ॥" "एगदुगति सिलोया थुतिओ अन्नेसि होइ जा सत्त। देविदत्थयमाइ तेणं तु परं यथा होइ ॥" - વ્યવહારમાષ્ય રૂ.૭, ગા.૨૮૩ આ ચતુરવિજયજીએ આપેલું ઉદ્ધરણ છે : એજન પૃ.૫૦૨; પરંતુ તેમણે મલયગિરિની કઈ વૃત્તિમાંથી લીધું હતું તે જણાવ્યું નથી. ખરતરગચ્છીય જિનપ્રભસૂરિ(દ્વિતીય)ની પાદલિપ્તસૂરિની ચાર ગાથાવાળી વરસ્તુતિ પ્રાયઃ ઇસ્વી ૭મી શતી ઉત્તરાર્ધ) પરની વૃત્તિ (સં.૧૩૮૦ ઇ.સ.૧૩૨૪)માં આ પ્રમાણે જણાવ્યું છે : “માને પદ્યવસ્તુવારણ વાવણોત્તર પધશતં તપુ સધ્યપધાના ” જુઓ હી.૨.કાપડિયા, મલધારી ૧૦.
SR No.032701
Book TitleBruhad Nirgranth Stutimani Manjusha Part 01
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy