SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિઓમાં મુખ્યતયા અષ્ટાપદ, નંદીશ્વરદ્વીપ, સંમેદશૈલ કે સંમેતશિખર, ઉજ્જયંતગિરિ, શત્રુંજયગિરિ, અર્બુદગિરિ, કાંચનગિરિ, ભૃગુકચ્છ-મુનિસુવ્રત, સત્યપુર-મહાવીર, અહિચ્છત્રા તથા કલિકુંડ પાર્શ્વનાથ, શ્રીપુર પાર્શ્વનાથ, અંતરિક્ષ પાર્શ્વનાથ, કરdટક પાર્શ્વનાથ, સ્તંભન પાર્શ્વનાથ, શંખપુર પાર્શ્વનાથ, અજારા, ચંપા એવં જીરાપલ્લિના પાર્શ્વનાથ, તથા સોપારકના ઋષભજિન આદિ પ્રસિદ્ધ જિનોને ઉદ્દેશીને સ્તુતિઓ રચાઈ છે. (આમાં ‘શ્રીપુરપાર્શ્વનાથની દિગંબરાચાર્ય વિદ્યાનંદ વિરચિત સ્તુતિ અપવાદરૂપ હોઈ તેને બાદ કરતાં બાકીની બધી જ શ્વેતાંબર સંપ્રદાયમાં રચાઈ છે.) કોઈ કોઈ એકલદોકલ સ્તુતિ અન્ય સ્થાનોના જિન સંબદ્ધ પણ મળી આવે છે, જેમકે તારંગા-અજિત જિન, રાણપુર(રાણકપુર)ચતુર્મુખવિહાર-આદિનાથ, દેવકુલપાટક (મેવાડ-દેલવાડા)ના પાર્શ્વનાથ તેમ જ આદિજિન, મંડપ(માંડુ)ના પાર્શ્વજિન, વરતાણા-પાર્શ્વજિન, જેસલમેર-પાવ્યંજિન, ઇત્યાદિ જેમાંના ઘણાખરા ઉત્તરમધ્યકાલીન યુગનાં છે. કાવ્યશાસ્ત્રની દૃષ્ટિએ સામાન્ય અલંકારો અતિરિક્ત કેટલીક વાર એકાક્ષર-યમયુક્ત વા કેવલ વ્યંજનાક્ષરમય, વિવિધ યમકો તથા ચિત્ર એવું ચિત્રબંધાદિ અલંકારથી યુક્ત મળે છે. પદ્ય સંખ્યાની દૃષ્ટિએ ચતુષ્ક, અષ્ટક, દશક, દ્વાદશક, ષોડશક, ચતુર્વિશતિકા, પંચવિંશતિકા, દ્વાáિશિકા, પત્રિશિકા, અને શતક સુધીની (અને કેટલાક દાખલાઓમાં અનિયત સંખ્યા - ૨૧, ૨૩, ૨૭, ૩૯, ૪૦ ઇત્યાદિમાં પણ) મળે છે, જેમાં એક જ છંદ, કે એકથી વિશેષ છંદ કે વિવિધ છંદોનો પ્રયોગ પણ ઘણી વાર થયો છે. તો મધ્યકાળમાં (શ્વેતાંબર સંપ્રદાયમાં) કેટલીક ગદ્યપ્રાય ભાસતી, વિવિધ પ્રકારના દંડક છંદમાં નિબદ્ધ રચનાઓ પણ પ્રાપ્ત થઈ છે. કોઈ કોઈ વળી છંદનામ ગર્ભિત, તો કોઈ ક્રિયાગુ, કે કર્તાનામગુપ્ત જેવી ચાતુરી દર્શાવતી રચનાઓ પણ રચાયેલી છે. વૈવિધ્યની દૃષ્ટિએ જોઈએ તો મધ્યયુગમાં જિનના જન્માભિષેક સંબદ્ધ કેટલીક સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ રચનાઓ થયેલી, તેમાં થોડાંક રવાનુકારી શબ્દો, અને સંગીતની “સરગમ' તથા ચતુર્વર્ગનાં વાઘોના નિજી નિજી લાક્ષણિક ધ્વનિ ઘોષ-રૂપ શબ્દો પણ ગૂંથી લેતાં દષ્ટાંતો ઉપલબ્ધ થયાં છે. તદુપરાંત ભોજ્યાદિ વાનગીઓનાં નામો વણી લેતી થોડીક હાસ્યપ્રેરક, પણ સાંસ્કૃતિક અધ્યયનની દૃષ્ટિએ ઉપયોગી, રચનાઓ પણ ૧૫મા-૧૬મા શતક આસપાસની મળી આવી છે. આ સિવાય માનતુંગાચાર્યકૃત ભક્તામર સ્તોત્ર, હરિભદ્રસૂરિકૃત સંસારદાવાનલ નામક વીરસ્તુતિ, કુમુદચંદ્રકૃત કલ્યાણમંદિરસ્તોત્ર, અને હેમચંદ્ર-શિષ્ય બાલચંદ્ર કૃત સ્નાતસ્યાસ્તુતિનાં પદ્યોની પંક્તિઓ લઈ તેની પાદપૂર્તિરૂપ ઘણી રચનાઓ ઉત્તર મધ્યકાળમાં થયેલી છે, જેમાં પ્રાણપ્રિયકાવ્ય સરખી ભક્તામરસ્તોત્રનાં ચરણોની પાદપૂર્તિરૂપ સ્તુતિ એકાદ બાદ કરતાં બાકીની નિર્વિવાદ શ્વેતાંબર સંપ્રદાયમાં જ મળે છે. તો વળી કોઈ કોઈ બ્રાહ્મણીય કવિઓની પ્રસિદ્ધ કૃતિઓનાં ચરણ લઈ પાદપૂર્તિ કરવાના ઉદ્યમવાળી રચનાઓ પણ મળે છે. શ્વેતાંબર અને દિગંબર મળીને અદ્યાવધિ ૧૦૦૦ ઉપરાંતની સ્તુત્યાત્મક રચનાઓ મળી છે, જેમાંથી કેવળ સાત-આઠ પ્રતિશત જ પ્રાચીન અને પ્રાકૃમધ્યકાળની છે. મધ્યકાળની લગભગ વીસેક ટકા જેટલી ઉપલબ્ધ છે. જ્યારે બાકીની મળે છે તે સૌ ઈસ્વીસનના ૧૪માથી લઈને ૧૮મા શતક સુધી પર
SR No.032701
Book TitleBruhad Nirgranth Stutimani Manjusha Part 01
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy