SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ એકાદશ વર્ગ (ઇ) ગુરુ-નામગર્ભિત (ઈ) પારિવારિક સગાઈ-નામગર્ભિત (ઉ) નવગ્રહ-નામગર્ભિત (ઊ) અષ્ટમંગલ-ગર્ભિત (એ) નવરસ-ગર્ભિત (ઐ) સુખભક્ષિકા (ભોજ્યાદિ) એવં સુખાસિકાદિ નામગર્ભિત (૧) ભાષા વિશિષ્ટ વર્ગ (અ) સમસંસ્કૃત (આ) મણિપ્રવાલ (ઇ) દ્વિ, ત્રિ, ચતુઃ, પંચ, ષટ્, અષ્ટભાષાનિબદ્ધ (૧) પાદપૂર્તિરૂપ સ્તુતિઓ દ્વાદશ વર્ગ આમાંથી પ્રથમ વર્ગમાં આવતાં કેટલાંક સ્તોત્રોને એક તરફ રાખીને જોઈએ તો બાકીના મોટા ભાગના પ્રકારોની સ્તુતિઓ પ્રધાનતયા મધ્યકાળ અને ઉત્તર મધ્યકાળમાં, અને વિશેષતયા શ્વેતાંબર, કર્તાઓ દ્વારા રચાઈ છે, જે વિશે સવિસ્તર ચર્ચા દ્વિતીય તથા તૃતીય ખંડમાં થશે. પ્રથમ વર્ગમાં ‘સાધારણ' જિનસ્તુતિમાં કોઈ પણ જિનનું નામ આપ્યા સિવાય સ્તુતિ કરાતી હોય છે. પ્રત્યેક વા એક જિનસ્તુતિમાં વિશેષ કરીને ઋષભ, અજિત, ગંભવ વા સંભવ, ચંદ્રપ્રભ, શાંતિ, સુવ્રત, નેમિ, પાર્શ્વ અને મહાવીરને ઉદ્દેશીને રચાયેલ સ્તુતિઓ મળી છે. દ્વિજિનસ્તુતિ વર્ગમાં અજિતશાંતિને સંયુક્ત રીતે સંબોધતાં પ્રાર્થનાસ્તવોમાં મૂકી શકાય. પંચજનમાં ઋષભ, શાંતિ, નેમિ, પાર્શ્વ અને વર્ધમાનને સમાવિષ્ટ કરવામાં આવી હોય છે, પણ તેનાં દૃષ્ટાંતો જૂજવાં છે. ચતુર્વિંશતિ-જિનની એક એક પદ્યમાં (કે વિશેષ પદ્યો દ્વારા) થયેલી સ્તુતિઓનાં અનેક દૃષ્ટાંતો છે. પ્રાકૃત રચનાઓ ઇસ્વીસનના આરંભથી લઈ ૧૭મી સદી પર્યંત, અને સારી સંખ્યામાં, રચાયેલી જોવા મળે છે. ‘અષ્ટોત્તરશતનામ’ અને ‘સહસ્રનામ’ કૃતિઓમાં જિનની વિશિષ્ટ વિશેષણયુક્ત અભિધાનોથી સ્તુતિ કરવામાં આવે છે. જિવેંદ્ર-ગુણ-સ્તુતિમાં જિનેંદ્રના આંતરિક ગુણોની પ્રશંસા અંતર્ભૂત રહે છે. પ્રસ્તુત વર્ગમાં પેટા વિભાગરૂપે જિનનાં પંચકલ્યાણક-ચ્યવન, જન્મ, મહાભિનિષ્ક્રમણ, કૈવલ્ય, અને નિર્વાણ-ની વર્ણનાત્મક સ્તુતિ પણ આવી જાય છે. જિનવિભૂતિઓની સ્તુતિઓમાં તીર્થંકરોનાં ૩૪ અતિશયો તેમજ અષ્ટ મહાપ્રતિહાર્યોને આવરી લેવામાં આવે છે. (એ વર્ગના સગોત્રી વર્ગમાં સમવસરણ સંબદ્ધ સ્તુતિ પણ મળી આવી છે.) દ્વિતીય વર્ગમાં મહિમામંડિત (વા અન્યથા) તીર્થ (થોડાક કિસ્સાઓમાં મહાતીર્થ) રૂપે મનાતાં સ્થાનો, દેવાલયો, અને સાથે જ શાશ્વતતીર્થો સદાતિશયયુક્ત કિંવા ચામત્કારિક પ્રતિમાની ૫૧
SR No.032701
Book TitleBruhad Nirgranth Stutimani Manjusha Part 01
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy