SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસને ચિરંતન દેશ-ચીન ૭૭, શ્વાસના પવન ફૂંકાયા, અવાજમાં મેઘ ગરજ્યા, નાડીઓમાં નદીએ રેલાઈને એના વાળ જેવી વનસ્પતિઓ લહેરાઈ .............. એવા પુરુષ અને એવી સ્ત્રીને ચિનાઈ જનતા સાંપડી. ચીન પર ચિનાઈ નરનારીના વસવાટ જામ્યા. ચીન પર દૈવી લેખાયેલી શહેનશાહતે શાસન સમાલ્યું. ઈ. સ. પૂર્વે ૨૮૫ર માં રાજા કું-સીનું શાસન, ચીની લેકને લગ્ન કરતાં, ગાતાં, લખતાં ને ચિતરતાં શીખવતું હતું. એ અરસામાં ચીન રેશમ વણતું હતું. એ જ તબક્કામાં ચીન હળ ખેડનું હતું ને વૈદું ઘૂટતું હતું. પછી લેહચુંબક, પછી પૈડાં ચીન પર ફરતાં થયાં અને માટીમાંથી ઈટ ને ચૂનાવાળાં માટીમાંથી ઊગી નીકળ્યાં હોય તેવાં ઘરબાર ચિની જનતા ચણી રહી. ઘરમાંથી મિનારા ઊગ્યા, ને મિનારા પર આકાશી પદાર્થોની ગતિ પર તાક માંડતા ને ગણિત ગણતા ચિનાઈ ચતુર બેઠા હતા. ગતિ મપાવા માંડી, જમીનની માપણી થઇ, વસ્તુઓનાં વજન શેધાયાં. ચેખામાંથી દારૂ શોધાયો અને ઈજનેર યુએ પર્વતની આરપાર નીકળે એ સાર મૂક્યો. પુરાણી શહેનશાહતનું રજવાડી રૂપ તે સમયે તે ચિનાઈ માટીને ચૂંથતી પડેલી સત્તર ઠકરાતી હતી. દરેક ઠાકરની હકૂમત નીચે ચીની જનતા ખેતીનો શ્રમ કરતી ગુલામ હતી. દરેક ઠકરાતે પિતપતાની હકૂમત આંતરી હતી, ને કિલ્લેબંધી બાંધી હતી. પણ પછીથી એ સત્તરસમાંથી પંચાવન જીવતી રહી. પંચાવનમાં પાવરધી સૌથી મોટી એવી શીની સરકાર હતી. એણે જ સૌથી પહેલાં પોતાની જાતને સીન કે ચીન કહેવડાવી અને શહેનશાહત સ્થાપેલી. એ સરકારે અદાલતે નીમી, કાયદાઓ ઘડ્યા, દલિત વધારીને સંપત્તિ જમાવી. એ સત્તાએ સંગીતકાર, વેશ્યાઓ,વિદ્વાન, વકીલે, અમલદાર, અમીરે, ઉમરાવો અને લશ્કરને પિતાની આસપાસ જમાવ્યાં. એ જમાવટના જોર નીચે ગુલામ ખેડૂતો નહેરે ખોદતાં હતાં, નગર બાંધતાં હતાં, જમીન ખેડતાં હતાં, રેશમ વણતાં હતાં, ધાતુઓ ખોદતાં હતાં તથા મીઠું ખોદતાં હતાં. ઈ. સ. પૂર્વેને સાતમે સેકે સાત સિકાઓ સુધી આખી દુનિયામાં મહાન મેટા ફેરફાર થયા ત્યારે, ચીનના ઈતિહાસમાં પણ ફેરફાર શરૂ થવા માંડ્યા. આ સાત સૈકાઓમાં હાન રાજવંશનું પતન થવા માંડ્યું હતું. તથા આ સમયમાં ચીન પર ત્રણ મેટાં રાજે ચાલતાં હતાં. ઈ. સ. ના ચોથા સૈકામાં ઉત્તર ચીન પરની પ્રણ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy