SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઇતિહાસની રૂપરેખા ત્યારે ખરે ખારે પણ માહેંજો દડાના એ અજ્ઞાત નગરના ખેડૂત નગરની બહાર જમીન ખેડે છે. ભરવાડેાનાં બાળકા ઢાર ચરાવતાં ગાય છે. એ બધાં મજૂરી કરનારાં માનવે છે. એમને સંસ્થાએમાં બેસવાનું નથી હતુ, નિશાળમાં ભણવાનું નથી હોતું, `પેલાં સધ-સ્નાનાગારમાં એ નાહી પણ નથી શકતાં. એમને તે મજુરી કરવાની હાય છે. નગર બહારનાં એ શ્રમ-માનવાના સમાજ, નગર બહારનાં માટીનાં કોટડાંમાં રહે છે અને વેપારી સમાજની સેવા ચાકરી કરે છે. એવા જીવનરૂપ વાળું સિન્ધુ નાગરિકાનું નગર.સમયમાંથી હવે અલેપ થવા માંડે છે ! હવે એના પર કાળનાં તોફાન ફરી વળે છે અને એ ધરતીમાં ઢંકાઈ જાય છે! ઈતિહાસનેા કૈા બજ્યેા. વરસે વીતી ગયા પછી આર્યોના ધસારાના આ નગર પર અવાજ સંભળાય છે ! ૧૬ આજે જાણે સંસ્થાગારમાં એકઠાં થયેલાં સિમાનવાના સૌના ચહેરા પર ચિંતા છવાઈ છે. એમના નગર પર આજે ઈ. સ. પૂર્વે પાંચ હજાર વરસ પર ઉત્તરના પ્રદેશો તરફથી આવી પહોંચવાની કાળની આંધીનાં એંધાણ સંભળાવા લાગ્યાં છે. એથી તે સંસ્થાગારમાં આજે એટલે આજથી પાંચ હજાર વરસ પરના આપણી ધરતી પરના નાગરિક સમાજ મેસેાપેટેમિયા તરફ પેાતાના કંઈ સંદેશા મોકલે છે. પત્ર લખીને પેાતાના નગર રાજ્યને સુંદર સિક્કો એ પર લગાવે છે. મેસેાપોટેમિયા, સીરિયા, એબિલેનિયા, વગેરે દેશા સાથે એમને વેપાર ચાલે છે. પોતાના વેપારી મિત્રસમાજોને આ નગર-સમાજ લખતા હોય કે.... સમય કપરો બનતા હોય તેમ અમને ખાતરી થઇ ચૂકી છે. અમારા પર કાઈ મહાન આફત ઊતરી આવે તેમ અમને લાગે છે. કદાચ અમે ન પણ હાઇએ...! ઉત્તર તરફથી આર્યાનાં ધાડાં અમારા સિન્ધુનગર પર તૂટી પડવાની કાળની તેાખતા અમારા કાનમાં વાગવા માંડી છે. ' આવેા છે. તેા ભલે આવે "" કયાં વાગી ઉઠી છે આ કાળની નાખત ? સિન્ધુનાં મહાન નગરાની ઉત્તરમાંથી, ઉત્તરપૂર્વમાંથી કાળની કેવી આંધી આવી પહેાંચે છે! સૈકાઓથી વહેતી આવે છે, હજારો માઈલ પરથી ઉછળતી આવે છે, કાળની આ આંધી માનવ સમુદાયાની છે. ઝંઝાવાત જેવા આ માનવમહાનદ કચારનેાય, કાસ્પીઅન સમુદ્રની પાસેનાં પૂર્વનાં મેદાનેા પરથી પર્વતમાળાને ટપી જતા નદીએને એળગી જતા, જ્વનને વસવાટ શોધતા વડુચો આવે છે. આર્યો આવે છે મધ્ય એશિયામાં, કાસ્પીઅન સમુદ્રના પૂર્વ વિભાગનાં ત્યાં અનંત જેવાં મયદાના છે. આ મયદાના મધ્ય એશિયાની વિશાળ ભૂમિ છે. મેદાનામાં, આ મધ્ય
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy