SearchBrowseAboutContactDonate
Page Preview
Page 832
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિમય સહઅસ્તિત્વની વિશ્વ-ભુમિકા ઉત્થાન રૂપ સાંપડ્યું હતું. આ નૂતન ઉત્થાન રૂપ નૂતન માનવતાનું હતું. આ નૂતન માનવ સમુદાય, આરબ સમુદાય હતા. આ સમુદાયના સાર્વભૌમત્વના આગેવાન અબદલ નાસેર, કેરા નગરમાંના પોતાના ધરમાં વિષાદમાં ગરકાવ થઇ ગયેા હતા. એને વિમુક્તિની ધટના ધડવાનું ભવ્ય સ્વપ્ન આવ્યું હતું. એ આસ્વાન બંધ બાંધવાની યાજનાનું ઉદ્ઘાટન કરતા હતા તેજ ટાણે, અમેરિકન શાહીવાદે આ શાંતિટનાના સ્વપ્નમાંથી, વિહરતી લીલાતરીને, અને જીવનની પ્રાથમિક જરૂરિયાતાને સજતી, ઈજીપ્તની માનવતાના, આવતી કાલના કિલ્લાલને, ઉજાડી નાખ્યા હતા. લીલોતરીના પગે પણે જાણે આગ લાગવા માંડી હતી. એણે પોતે, પેાતાની ભૂમિપરતી, પોતાના, અધિકાર નીચેની, સુએઝ કેનાલના કરેલા રાષ્ટ્રિયકરણ પર, અંગ્રેજી-ફ્રેન્ચ શાહીવાદનાં તથા, અમેરિકન શાહીવાદના ઇઝરાઇલ નામના, પરાધીન પ્રદેશ પરથી, આક્રમણા નીકળો ચૂકયાં હતાં. ૧૧ ત્યારે અબદલ નાસેર વિશ્વતિહાસની વિમુક્તિના લડવૈયાની અદા ધારણ કરીને બેઠા હતા. આ નૂતન વિમુક્તિના વિરાટના, પ્રમુખને માટે ઇજીપ્તના પાટનગરમાં રહેવાનું એક ધર હતું, મહાલય નહોતા. મહાલયના દાદા એણે પોતાના ગરીબરાષ્ટ્રપર માણવાની પોતાને માટે મના ફરમાવી હતી. એક સમયના વિશ્વ વિજય કરનારા, ફારાહ નામના શહેનશાહની જ આ ભૂમિપરના શાસન ચક્રના સર્વાધિકાર પર આરૂઢ બનેલા નાસેર, કરામાંના પોતાના ધરમાં રહેતા હતા અને સચીત્રાલમમાં કામ કરતા હતા. એને પણ, વિમુક્ત રાષ્ટ્રમાંધવા જેવા માઓની જેમ અને નહેરૂની જેમ, વિશ્વ શાંતિના એકજ દશકા જોઇતા હતા. એ એકજ દશકામાં લેાકજીવનની પુનઃઘટનાની તસ્વીરને નિપજાવવાની એની પાસે અર્થાં-યોજના હતી. પરન્તુ આ મહાન રાષ્ટ્રની વિમુક્તિનેા જન્મ થયા ત્યાં તેા, એના ઉપર, આક્રમણ ખેાર શાહીવાદી ધટનાએ તૂટી પડવાનુ આખરી નામું આપી દીધું હતું. પેાતાના કાર્યાલયમાં આ એગણચાલીસ વરસની ઉંમરના જૂવાન જોધ, નાસેર બેઠા હતા. એની પાસે એના કાર્યાલયમાં, અંગ્રેજી અને ફ્રેંચ એબસીમાંથી, એ બન્ને શાહીવાદી સરકારાના એમ્બેસેડરા આવ્યા, અને તેમણે એને આખરીનામું આપ્યું. આ આખરીનામું, “સુએઝ કુનાલના પ્રદેશને શાહીવાદની હકુમત નીચે સેપી દો, નહીં તા, યુદ્ધ કરવા તૈયાર રહેા,” તેવું હતું. પાંચ હજાર વરસની સંસ્કૃતિના ઈતિહાસની ધટનાનું મુખ જાણે ઉધયું. પાંચહુજાર વરસના વિશ્વઇતિહાસને મુકાબલે, કરવા નીકળેલા, ગઈકાલના અવશેષ જેવા, શાહીવાદી આક્રમક દૂત ડવાઇ ગયેલા ઉભા. ઇતિહાસનેા અવાજ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy