SearchBrowseAboutContactDonate
Page Preview
Page 826
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૫ શાંતિમય સહઅસ્તિત્વની વિવ-ભુમિકા સાગરમાં ભાલું તરે તેમ તરવા લાગ્યું. ચીની માનવસમુદાએ આ નામ પર દંતકથાઓ રચી દીધી. માઓ સાથે, એકમય બનેલું વ્યકિતત્વ ચુ–તેહ નામનું હતુ. ચુને જન્મ ઝેશુ પ્રાંતના એક જમીનદારને ત્યાં થયો હતે. જમીનદારને આ દિકરો, લશ્કરી તાલીમને ભણવા માટે, ઈ. સ. ૧૯૨૪ માં જરમની ગયા હતા, અને ત્યાં એણે લશ્કરી તાલીમ ઉપરાંત જર્મન સામ્યવાદી પક્ષપાસે, સમાજશાસ્ત્રને અભ્યાસ કર્યો હતે. પછી એ ટ્રાન્સ સાબીરીયન રેલને રસ્તે પાછો ચીનમાં આવી પહોંચ્યો. એણે પણ ચીનની ભૂમિ પર પગ મૂકતાંની સાથેજ, ભાઓની જેમ ચીની વિરાટ સાથે એકમય બની જવા માટે ચીની વિમુકિતનું નવું શિક્ષણ અને સત્ય સ્વતંત્ર રીતે પ્રતિપાદન કરતાં જાહેર કર્યું કે “ચીની જનવિરાટનામના મહાસાગરમાં આપણે માછલાંછીએ. આ મહાસાગરમાંથી જીવનની ઉષ્મા અને અનુરાગત ચૂસી ચૂસીને જ આપણે તેમાં તરતાં રહી શકીએ.” પછી આ બંને ભેરૂબંધોએ, વિરાટમાંથી ચીની વિમુકિત ને સળંગ સૂત્ર જે ચીની ગ્રામઘાટકના સવાલને તંતુ પકડી લીધે અને આ તંતુઓના કોડે તાણાવાણા વડે ચીની વિમુકિતની તસ્વીરને તેમણે રચવા માંડી. ઈ. સ. ૧૯૩૧ માં, ચીનના કીઆંગસી પ્રાંત પર, ચીની વિમુક્તિનું પહેલું સ્વરાજ. માઓ-સે-તુંગે ખૂલ્લું મૂકયું. છ જીલ્લાવાળું આ વિમુક્ત એકમ ચીની ધરતી પર જળહળી ઉઠયું. આ એકમે જ વિમુક્તિના પહેલા દીવડાનું રૂપ ધારણ કરીને, મંચુરીપ પર આક્રમણ કરનાર જપાનના, શાહીવાદ સામે યુદ્ધ જાહેર કર્યું. પણ ચીનના બીજા પ્રાંતોમાં તે, જાપાનના શાહીવાદને શરણે ગએલે, જાપાનના શાહીવાદની ખુશખુશામત કરતે, ચીની રજવાડી, યુદ્ધખોરોની જમાતવતી ચીન પર રાજ્ય કરવા બેઠેલે, ચાંગ-કાઈ શેકે હવે, એણે પેલા એક પ્રાંત પરના કીઆંગસી, નામના વિમુક્ત એકમને સંહાર
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy