SearchBrowseAboutContactDonate
Page Preview
Page 785
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ વિશ્વ ઈતિહાસની રૂપરેખા આલેખ્યાં હતાં તે સૌમાં તરાળ થતા ગેરકી લેાક જીવનમાં ડૂબકી દઇને પેલા સવાલના જવાબ શોધતા હતા. ત્યારે કાવાર્ કની સામુદ્રધૃનિ આગળ એ ડૂબી જતા બચી ગયા. એકવાર જ્યારજીયાના ઊંચા પર્વતના ઘાટ પર બરફમાં ખૂંપી જઇને પાછે નીકયેા. એકવાર ભૂખના દુઃખથી મરવા પડેલા એ પાછો ખેડા થયા અને આગળતે આગળ વધતા રહ્યો. એ આબખાઝીયાના પ્રદેશ પર રખડતા, કેાઈવાર મધપુડા શોધતા મધ ચૂસતા ભૂખના ભરડાને દૂર હડસેલતા હતા. ચરકૈસીયન ગામામાં એ કાકેશસના ખેતમજૂર બન્યા હતા. યુક્રેનમાં એ રસાયા થયા હતા. કિના રાઓ પર એ માછીમારો માટે જાળી ગુંથનાર થયા હતા અને એકવાર એણે મીઠાની ખાણુમાં ત્રિકમ ઊંચકીને રેટીના સવાલ ઉકેલ્યો હતા તથા એકવાર રેટીના જ સવાલને જવાબ દેવા એણે કબ્રસ્તાનની નોકરી બાવીને શબપર પ્રાર્થનાનાં સૂત્રા પણ લલકાર્યાં હતાં. અજબ જેવા આ વનપંથી કદમ પાછળ કદમ ઉઠાવતા, દિરયાનાં મેજાની ગનાતે, ખેતરામાં દોડતા ઉંદરાની ચિચિયારીતે, સ્ટેપીનાં મેદાને પરના ઊંચા ખએમાં ઊડતા વેરાનના વાયુ સ'ગીતને વનરાજીનાં તરવરતાં પર્ણોની વાતચીતને અને કલકલતાં ઝરણાં અને ઘૂમરાતા પ્રવાહેાના પીણુ ઉછાળતા કાલાહલને તથા ધરતી પર કાન ગોઠવીને રાતભર લખાવેલા દેહમાં ઊડતા અનેક અવાજોને દિલમાં ભરીને એ જીવન સાથે વહેતા રહ્યો હતા. કેવા મહાન એ મુસાફર હતા ! કેવું વિરાટ એનું દિલ હતું ! કવા કરાળ એણે કદમ ઉપાડયો હતા ! કેવા લાક અનુભવ એના અનુભવની ઈમારત ધડતા હતા ! શહેરનું, ગામનું, રાનનું, વેરાનનું, પર્વતનો ટોચ પરનું અને તળેટીનું ખાણુનું અને ખારવાનું, માનવજનતાનું જીવન એની આંખમાં ઉભરાતું હતુ એના દિલમાં દ્રવતું હતું, એના કાનમાં ગુંજી ઊઠતુ હતુ. જીવનને એ રસ ક્યારેક ઊકળતા હતા, કયારેક હળાહળથી વતા હતા. કયારેક મીઠે તે મધુરા હતા. એ બધાને જીરવતા એ અનુરાગના ઉભરાતા વહેતા હતા. પછી રૂસદેશ પર ઇતિહાસના ઝંઝાવાત ઊડતા થયા. પછી વરસ પછી વસો વીત્યાં અને રૂસ દેશ પર ક્રાન્તિના વાવટાળ ફૂંકાયા અને ત્યારે ગારી, એ નૂતન પ્રાણના અંગારાને ફૂંકનારા લુહારની ધમણ પર જાણે મચી પડયા. એ લેકિંગરા ખેલ્યેા. કચડાતી આિતી શાષાતી જનતાની મ બનીને એણે જગતભરની કડવાશ પીને, અંતરને વાવીને હળાહળની લ્હાણી કરવાને
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy