SearchBrowseAboutContactDonate
Page Preview
Page 771
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૦ વિશ્વ ઈતિહાસની રૂપરેખા કરી નાખી. પછીતી જીંદગીનાં બાકી રહેલાં ચાલીસ વર્ષ સુધી એ પેાતાના જમાનાની જીંદગીના, નૈતિક રાજનૈતિક, ધાર્મિક, આર્થિક અને ઔદ્યોગિક કાયડાએ પાછળ મચી પડયા. એગે ત્યારથી જ સામાજિક જીવનની નવી ચેાજના રજી કરવા માંડી, અને ત્યારના રાજકીય આર્થિક પાયાની જૂની રચનાને નાબૂદ કરી નાખવાના અવાજ ઉઠાવ્યા. જીવનભર સૌંની પ્રશસ્તિ પાછળ પડેલા આ કલાકાર, હવે જીવનની ઘટનાની કલાકૃતિને નિરખવા, માંડયા, એને શિલાનાં રૂપદર્શીનમાંથી અને કાગળ પરની રગ રેખાઓમાંથી હવે બધા રસ ઉડી જતેા લાગ્યા. એણે પોતાના એ બધા ગ્રન્થા ફરીવાર ન છપાય તેવી પાતાની ઇચ્છા જાહેર કરી. એણે પેાતાના જૂના ખ્યાલને સંકુચિત સુધારકવાદ તરીકે જાહેર કર્યો અને જીવનની વાસ્તવિક ભૂમિકા પર ઉભા રહીને, શ્રમકા અને યુદ્ધ પર પોતાના વિચારા મેલવા માંડયા. એણે ઇંગ્લેન્ડના ભાવિપર ભાષણો આપ્યાં તથા, ભાવિમાં નજર નાખતા આ મહાનુભાવે, આવતી કાલની જીંદગીનું સામાજિક દિવાસ્વપ્ત આલેખ્યું. આદિવાસ્વમમાં ઉભા રહેલા રસકીન હવે પોતાની જીંદગીના અંત સમયપર આવી પહોંચ્યા હતા અને ત્યારે એનાપર વિદ્યાપીઠની અનેક ઉપાધિએનાં માન તથા, અનેક સંસ્થાનાં માનદ સભ્યપદ લદાઇ ચૂકયાં હતાં, અને બ્રિટીશ ભૂમિપર કેટલીએ “ રસકીન સેાસાયટિ ’ સ્થપાઇ ચૂકી હતી. પરન્તુ હવે એની જીંદગીની પારાશીશીમાંથી રેતીના ઘેાડા જ કણ બાકી રહ્યા હતા. એનું અસ્તિત્વ, સૌંદર્યના પગથાળ પર એક પળવાર ટેકવીને, સત્ય–શિવ' તરફ ગતિ કરતું, જીવનના પાબ્લા ભાગમાં દિવાસ્વપ્ર પર કરી ચૂકયું હતું. ઇ. સ. ૧૯૦૦ના જાન્યુઆરીની ૨૦મીએ એણે પોતાના અવશેષોને, · વેસ્ટમિનીસ્ટર એખી ' માં નહિ પરન્તુ ઇંગ્લેંડની સામાન્ય માટીમાં દફનાવવાની ઇચ્છા જાહેર કરીને આખરી વિદાય લઇ લીધી. ( " સસ્કારની જીવન ઘટનાની વાસ્તવિકતા અને રામેરાલા વીશમા સૈકામાં, વાસ્તવવાદનું સ્વરૂપ, જીવનવ્યવહારની વાસ્તવિકતામાં, માનવવિમુક્તિની વાસ્તવિકતાવાળું બનવા માંડયું હતું. આ વાસ્તવિકતાના પાયા પર પગ ઠેકવવાના હજી માનવજાત આરંભ જ કરતી હતી. આ આરંભમાં માનવજાતની વિમુક્તિના, પ્રસ્થાનના આર ંભમાં, બધી કલાઓ, અને સંગીત, હવે સાહિત્યનાવનનું વૈજ્ઞાનિક રૂપ ધારણ કરીને, માનવજાતની સંસ્કારની એકતાની વ્યાપકતાને પ્રદેશ વધારતાં હતાં. આ વ્યાપકતાનું આરંભનું રૂપ રાષ્ટ્રિય અથવા રાષ્ટ્ર જેટલું વ્યાપક બની ચૂકયું હતું.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy