SearchBrowseAboutContactDonate
Page Preview
Page 761
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૦ વિશ્વ ઈતિહાસની રૂપરેખ તારી જાતને તપાસ” એવા મનુષ્યના સામાજિક સદગુણ ઘડવાના પ્રાચીન શબ્દો આ અર્વાચીન વ્યાપક્તામાં તેના તે જ રહ્યા હોવા છતાં વ્યાપક્તાને લીધે તેનાં ગુણાકારનું સ્વરૂપ રૂપાંતર પામી ચૂકેલા માનવ વ્યવહારના અદભુત ગુણસ્વરૂપવાળું બનવા માંડ્યું હતું. માનવજગત પરની નવી રેશનીનું તંત્ર યંત્ર રચનાએજ માનવજગત પર નવી રોશનીના વ્યાપક એવા પ્રવાહ છાઈ દીધા હતા. આ રોશનીનું રૂપ પ્રાચીન સમયના કાડીઆમાંથી ટગમગતું ( 3) E હતું તેવું નાનું ન હતું. વિજ્ઞાન સંસ્થાએ પિટાવેલ પ્રકાશનું આ સામાજિક સ્વરૂપ ગાઢા ધૂમસેને ભેદી નાખતું હતું, અગાધ અંધકારની આરપાર જતું હતું તથા નક્કર પદાર્થોની પેલે પાર નીકળી શકતું હતું. વિજ્ઞાનના આ નૂતન પ્રકાશની નીચે આજસુધી પદાર્થનાં જે સ્વરૂપે દેખી શકાતાં ન હતાં તે દેખાવા માંડયા. અજ્ઞાતને શોધવાની આ શરૂઆત ભૂવેન હોક અને પાલાનઝાનીએ શરૂ કરી હતી. ત્યાર પછી એ શરૂઆત સાથે “પેકટ્રોસ્કોપ” અને “એકસ-રેની ટયુબ જોડાઈ ગયાં હતાં, કલાર્ક મેકસવેલે વીજળી અને પ્રકાશને એક બનાવ્યાં હતાં. મનેટે આ પ્રકાશના રંગને કલાકારની પીંછી વડે આલેખી બતાવ્યા હતા. આ રીતે અંધારું જગત હવે અંધારા સામે અને અંધાપા સામે સંગ્રામ ખેલતું આગળ વધતું હતું. આ સંગ્રામ, સંસ્કૃતિને સંગ્રામ હતા. સંસ્કૃતિના આ સંગ્રામનું વાહન, વિજ્ઞાન નામની સંસ્થા હતી. વિજ્ઞાન નામની આ સંસ્થાએ સામાજિક રૂપ ધારણ કરીને ગરમી પ્રકાશ, વિજળી અને છેવટે પદાર્થનાં પરમાણુને પણ સંસ્કૃતિનાં વાહનને હાંકનારી ચાલનગાડીની ઝડપ સાથે જોડી દીધાં હતાં. સંસ્કૃતિની આ યંત્ર શક્તિને હાંકનાર ગણિત શાસ્ત્ર એકે એક વિજ્ઞાનમાં પહોંચી ગયું હતું. ગણિતની જે નજરકકસતા અને એકતાનું સ્વરૂ૫ યંત્રની રચનામાં ઘડતી હતી તે સ્વરૂપ હવે સમાજમાં નકિક થવા માગતું હતું. ગણિતની ચક્કસતા જેમ હવાનું દબાણ માપવા માટે જરૂરી હતી, લેહીનાં લાલ અને સફેદ કણની ગણતરી કરવા માટે વપરાતી હતી, તે જ રીતે આ ચક્કસતા હવે માનવ જીવનની ચેકબાઈની ચકકસતા નકિક કરવા તથા માનવ સમાજમાં
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy