SearchBrowseAboutContactDonate
Page Preview
Page 750
Loading...
Download File
Download File
Page Text
________________ વિવઈતહાસનું સરવૈયું વિશ્વ શાંતિ કે વિવસંહાર આપણી ખાતરી તે લેકશાસન અને આઝાદીના આપણું પ્રેમમાં છે. જે આઝાદીનો ભાવ ભગવાનની મહેરથી આપણા દિલમાં જડાય છે તે ભાવનાનો આપણે બચાવ તે આપણી લોકશાહી માટેના પ્રેમમાં જ હવે જોઈએ. આ પ્રેમ વડે જ માનવમાત્રના સમાન વારસા તરીકે આઝાદીની કિંમત દરેક દેશનાં માન માટે સમાનભાવે આંકી શકાય. આપણો એ આઝાદીનો પ્રેમ જે આપણે ખતમ કરીશું તે આપણું આંગણામાં જોહુકમી અને જુલ્મનાં બીજ આપણે વાવીશું અને આપણાં પિતાના અંગેઅંગને ગુલામીની બેડીઓમાં જકડી લઈશું. બીજી પ્રજાઓની આઝાદી કચડવાની આપણને ટેવ પડતાંની સાથે જ આપણી આઝાદી નષ્ટભ્રષ્ટ થઈ જશે તથા આપણી અંદરના ખંધા અને આગેવાન જાલિમે આપણને ગુલામ બનાવશે.” - અમેરિકન જનના પર કેવી ગંભીર જવાબદારીઓને વિશ્વ ઈતિહાસ, આજે એનાયત કરતે હો એ જવાબદારીને અમેરિકા પણ અદા કરશે ? એ જવાબદારીને અદા કરવાની લડાયક તાકાત, પલાદી સંગઠન, ધીરગંભીર અને અતૂટ નિરાધાર એકઠાં કરીને પિતની ધરતી પર શાપરૂપ બનેલા અમેરિકન ઇજારવાદને યુદ્ધખોર બનીને વિશ્વયુદ્ધ કરવા નીકળતા ડેલર–-દાનવને, ઘર આંગણે જ એ રકો પાડશે ? કે પછી? એ કલ્પના જ કેવી ભયાનક છે ? એ ખ્યાલ કેવા દેશ દેશ પરની બુદ્ધિને, નીતિમત્તાને, વિવેકવિચારને હચમચાવી મૂકે છે અને જગતભરનાં જન-આંદોલનને પુણ્યપ્રકોપ સળગાવી મૂકે તેવો છે! કે પછી કલંબિયાનું!..ત્યારે એનું કલેવર કેવું કારમું ને બિહામણું બન્યું હશે ? ત્યારે અમેરિકી જનતાને કચડીને બહાર નીકળતા કલંબિયાના બલિયન ડેલર–દાન, જગતનાં નગરે, જ્યાં, જેની શેરીઓમાં વિજ્ઞાનના અનુભવો મઢયા છે, જેનાં હલનચલનમાં સંસ્કૃતિના સૈકાઓ વહ્યા છે, તે જગતનાં : નગરોની જનેતાઓ પર પાછી અમરિકી શાહીવાદની કાળરાત્રિઓમાં અમેરિકી ડોલર-દાનનાં પડછાયા કલ્લેલતા જીવનના અનુરાગ પર કેવા ઓથાર બનીને ફરતા હશે ! પણ વિમુક્તિની હિલચાલવાળી આજની જગતજનતાને આ વખતને પ્રકોપ કે પ્રચંડ બનશે! જગતનાં નગરોમાં જનજુવાળના ચઢાવ કેવા ચંડપ્રચંડ બનશે! જગતભરનાં લેક્ઝામોનાં પાદર પરની પર્વત-તળેટીઓ, ગિરિ કંદરાઓ અને નદી-નાળાં તથા સીમાઓ ને ખેતરે, ગરવાં ગેરીલાંના કેવા દારુણુ ભાવ ધારણ કરશે! તેની એને ખબર છે! જગતજનતાની વ્યાપક તાકાત ફોઈ જંગલઝાડીએથી, કોઈ ખેતરવાડીએથી, કાઈ ઘરમાંથી, ભંગારમાંથી,
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy