SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ વિવ ઈતિહાસનું સરવૈયુ વિશ્વ શાંતિ કે વિવસંહાર! જા બનીને ભાગી છૂટેલા, લંડન અને પેરીસનાં પાટનગરવાળા અંગ્રેજ-ફ્રેંચ શાહીવાદના અને પિતાના પ્યાદા જેવા ઈઝરાઈલને પાછા પડ્યા, પછી, પશ્ચિમ એશિયાની એટલે મધ્યપૂર્વની દુનિયામાં તાકાતનું અથવા શક્તિમતાનું એક મોટું વેકયુમ પડી ગયું છે તથા પોતાનાં લશ્કર વડે, શસ્ત્રોના ભંડારે વડે તથા અણઆયુધ વડે યુદ્ધ ખેલીને પણ આ વેકયુમને અથવા તાકાતના શૂન્યને પૂરવાને અમેરિકન સરકારને સિદ્ધાંત છે, એ સિદ્ધાંત, અમેરિકન શાહીવાદના પ્રમુખ આઈઝનહાવરે જાહેર ર્યો. શાહીવાદી ઘટનાના આ સરનશીનને ખબર નહોતી કે, શાહીવાદી તાકાતને પરાજ્ય પમાડીને, તેની ખાલી પડેલી જગામાં એશિયા અને આફ્રિકાનાં વિમુક્ત રાષ્ટ્રોની, રાષ્ટ્રવિમુક્તિની, નૂતન રાષ્ટ્ર અસ્મિતાની, સાર્વભૌમત્વની તાકાત બેસી ચૂકી છે, તથા, વિશ્વશાંતિની આ તાકાત શાહીવાદી યુદ્ધખોરીને અનાદર કરે છે. અઈઝનહેવર ડોકટીનની કાર્યવાહી પણ આઈઝેનહેવર ડેકટ્રીનની કાર્યવાહી, બગદાદી કરારના અર્ધચંદ્રકમાંથી આરંભાઈ ચૂકી. સીરીયાપર શાહીવાદી કાવતરાં શરૂ થઈ ગયાં. ઈરાકમાંથી આ ડેકટ્રિીનને કાસદોના દેરી સંચાર આરંભાયા. બાન્યુગના શાંતિ સમારંભ પછી ઈન્ડોનેશિયામાં શરૂ થએલી અમેરિકન, શાહીવાદની યુદ્ધખોરી આ વિમુક્ત પ્રદેશને ટુકડાઓમાં વહેંચી નાખવા આરંભાઈ ચૂકી. અમેરિકન શાહીવાદની આ ડોકટ્રીન, પશ્ચિમ એશિયામાં પિતાનાં પ્યાદાઓ મારફત, મધ્યપૂર્વની યુદ્ધની રચનાને સંકેરવા માંડી. અમેકિન શાહીવાદે ઈન્ડોનેશિયાપર આગ ફેલાવી દેવા, ડચ શાહીવાદને સંકેવા માંડે તથા, ત્યાં બેઠેલા પિતાના સાગરિતને આર્થિક શાહીવાદ મારફત શસ્ત્રોની સખાવત શરૂ કરી. અંગ્રેજી રાણુ ભારતની વિમુક્તિ પર બેઠેલા ફિરંગી શાહીવાદને, મળવા ગાવા પર યુદ્ધને સકેરતા, પિોર્ટ. ગાલની સહેલગાહે પહોંચી ગઈ. આ બધા બને, ઈજીપ્તમાં થએલા શાહીવાદી પરાજ્ય પછી એકાએક શરૂ થયા. ઈજીપ્તની વિમુક્તિના અને વિશ્વશાંતિના આગેવાન તથા, પશ્ચિમ એશિયાની વિમુક્તિની હિલચાલના પરમમિત્ર એવા, નહેરૂને પણ જવાબ આપવાની યુદ્ધાર કાર્યવાહીને દોરી સંચાર, પાકીસ્તાન મારફત શરૂ કરાવીને, કાશ્મીરના સવાલ પર, અંગ્રેજી-ફ્રેંચ અમરિકી શાહીવાદની એક હરોળ ઘડાઈ ગઈ. આ સવાલને છંછેડીને તેમણે ભારતમાં યુનેના નામમાં લશ્કર મોકલવાની કાર્યવાહી પણ શરૂ કરી. ૯૧
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy