SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ વિશ્વ ઈતિહાસની રૂપરેખા આ સૈનિકાની બિમારસંખ્યા પહેલા જ વરસમાં ૩૩૩,૦૦૦ની થઈ ગઈ હતી. વિશ્વઈતિહાસની આજની તારીખે સંસ્કૃતિએ પિતાની આ ઉધાર બાજુને પણ આપણું અભ્યાસ માટે નેધી છે. માનવ જાતમાંથી, ગરીબાઈ. ભૂખમરે અને યુદ્ધો ખતમ થઈ જાય તેવી સંસ્કૃતિની ભાવના છે. માનવજાત પરના કલંકરૂપ વાળી આ સંહારક અને દુઃખદ દશાને નાબુદ કરવા માટે કોઈ પ્રાર્થનાઓ કે શુભેઅછાઓ કામ નથી આવવાની પરંતુ માનવજાતને પ્રમાણિક શુભેચ્છકોએ તેનાં કારણોને નાબૂદ કરી નાખવાની વિશ્વ વ્યાપક હિલચાલ ન્ગવવી પડશે. યુદ્ધ નાબુદીની શુભેચ્છાઓ, અને વિશ્વશાંતિનાં આગેવાને પહેલા વિશ્વયુદ્ધ પહેલાંના શાહીવાદી યુદ્ધ આગેવાનોમાં, નેપલીયન જેવાએ તથા ડયુક ઓફ વેલીંગ્ટન જેવાએ, જીવનભર યુદ્ધો લડયા પછી એકરાર કર્યો છે કે માનવજાતની શરમજનક દશા યુદ્ધ કરવાની દશા છે તથા કોઈપણ યુદ્ધમાં કોઈ પક્ષે પણ કશું સારું કે હિતાવહ પરિણામ કદી મેળવ્યુંજ નથી. વિશ્વશાંતિની ઈચ્છાઓ દરેક જમાનામાં, પ્રાચીન સમયથી તે તે સમયના મહાનુભાવોએ વ્યકત કર્યા જ કરી છે. અમેરિકા જેવા આજના, ત્રીજુ વિશ્વયુદ્ધ લાવવામાં આગેવાન બની ચૂકેલા, સામ્રાજ્યવાદી દેશમાં પણ વીલીયમ પત નામના એક શાંતિચાહક કકરનું નામ ઈ. સ. ૧૬૬૨માં જાણીતું બની ચૂકયું હતું. એના સમયમાં ચાલતી અમેરિકન ધરતી પરનાં રાતાં ઈન્ડીયનોને સંહાર અને કતલ કરી નાખવાની પોતાના દેશ બાંધની વ્યવહારનીતિ તરફ ધિક્કાર અને કરૂણાથી ઉભરાઇને એણે પેલાં માનવ સમુદાયોને બચાવવા પિતાની પેનસીલવાનીયાની, અનેક ચોરસ માઈલની વિશાળ જાગીર એ રાતાં ઈન્ડીયને અર્પણ કરી દીધી તથા, પિતે એ જાગીર પર રાત ઇન્ડીયનોને આશરો આપીને તેમની વસાહત સાથે પ્રેમભરી રીતે જીવવાને, “યાવતચંદ્ર દિવાકરૌ' કરાર કરવાને તૈયાર થયો. પરંતુ આ કરારના, ચંદ્રદિવાકર નામના સાક્ષીએ પણ વિલીયમ પેન સાથે જ મરણ પામ્યા અને આ કારની પાછળ તેણે ઈ. સ. ૧૯૮૨ માં બાંધેલું, ફલાડેલફીયા નામનું સંસ્થાન (બંધુ પ્રેમનું નગર) આજે ઓળખાય નહીં તેવું બની ગયું. અંગ્રેજી કવિ ટેનીસને પણ વિશ્વશાંતિ માટે, જગતના ફેડરેશનની કલ્પના કરી હતી. અમેરિકાના આદર્શવાદી પ્રમુખ વલસનની ઈચ્છા પણ વિશ્વશાંતિ માટે હતી જ. વિકટર હયુગોએ વિશ્વશાંતિનું સંચાલન કરવા માટે યુરોપીયન ફેડરેશનની યેજના કરી હતી. અમેરિકાના પ્રમુખ વિલસનની એવી ઉમેદ હતી કે લીગ ઓફ નેશન્સ નામની વિશ્વ સંસ્થા મારફત વિશ્વશાંતિની યોજના ઘડી શકાશે.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy