SearchBrowseAboutContactDonate
Page Preview
Page 706
Loading...
Download File
Download File
Page Text
________________ મધપૂર્વમાં ડોકીયું ૬૮૫ દ્વારથી ઉત્તરે ત્રણસો માઈલ પર એ આવેલ છે. વાયુયાનવાળા વિશ્વમાં એ યુરોપ અને એશીયા વચ્ચેની કડી જેવો છે. પ્રાચીન સમયમાં ગ્રીસને આ ટાપુ, પછીથી ટરકીની શહેનશાહતને પરા ધીન બન્યું હતું. ઇ. સ. ૧૮૭૮ માં તુર્કસ્તાન પાસેથી અંગ્રેજી શાહીવાદે તેને પડાવી લીધે. ગ્રીકના આ ટાપુ પર અંગ્રેજી શાહીવાદ હવે સાડપાંચ લાખની પ્રજાને ગુલામ બનાવીને, જેમ પિર્ટુગલ,ગેવાને પોતાને એક વિભાગ માને છે, જેમ ફ્રેંચ શાહીવાદ એલજીરીયાને પિતાના ફાન્સના જ વિભાગ તરીકે ગણાવે છે, તે જ રીતે અંગ્રેજી શાહીવાદ પણ આ દ્વીપને બ્રિટનને એક વિભાગ હેવાનું બેશરમ રીતે જાહેર કરે છે. અંગ્રેજી શાહીવાદના અસ્ત પામતા સામ્રાજ્યને આખરી સીમાસ્તંભ હોય તે પશ્ચિમ એશિયા પર પડછાયે નાખતે સાયપ્રસને આ ટાપુ ઉભે છે. બ્રિટનને જ્યારે સુએઝ કેનાલના પ્રદેશમાંથી લશ્કરે ખસેડી લેવાં પડ્યાં ત્યારે તેને આ ટાપુપરની હકુમત જાળવી રાખવાની ખૂબ અગત્ય જણાઈ. ઈજીપ્ત પર પાછી કઈ વાર ચડાઈ કરવી હોય તે પણ સાયપ્રસના મથકની જરૂરીયાત અંગ્રેજી શાહીવાદ માટે ઘણી મોટી હતી તે હમણુંજ પૂરવાર થઈ ગયું. પણ સાયપ્રસ પાસે પિતાની સંસ્કૃતિ છે અને ઈતિહાસ છે તેવો ખ્યાલ જગતને હજી હમણું જ આવવા માંડ્યો છે. મહાસાગર પર તરતે કોઈ જમીનનો ટુકડો હોય તેવા આ દિપ પાસે પિતાને ઇતિહાસ અને સંસ્કૃતિ છે. તેના પર જીવતાં લોકોને સંસ્કાર છે. સાયપ્રસના લોકોની વિભૂક્તિની હિલચાલે જગતને પિતાના અસ્તિત્વની સાક્ષી આપી છે. આ ટાપુ પર રહેતા લેકેની સંખ્યા પાંચ લાખની જ છે, અને તેમાં પચીસ ટકા જેટલે ભાગ ગ્રીક વસ્તીને છે. આ પ્રદેશ પર એ પ્રદેશને જીતવા આવેલાં આક્રમણોનાં પગલાં ઈ. સ. પૂર્વેથી પડવા માંડ્યાં હતાં. ગ્રીસને આ ટાપુ પર એકવાર ઈજીપ્તની શહેનશાહતનું, ઈરાની શહેનશાહતનું અને રેમન શહેનશાહતનું શાસન ચાલ્યું હતું. પછી એક ફ્રેંચ સામતે એને જીતી લીધું અને ત્રણ વર્ષ સુધી તેના પર કાન્સની શહેનશાહતને ઝંડો ફરક. ઈ. સ. ૧૫૭૧માં ટકનું ઓટોમન એમ્પાયર આ ટાપુનું વિજેતા બન્યું, અને એના પર અંધકાર છવાયા. ટકી પાસેથી અંગ્રેજી શાહીવાદે એને ૧૮૮૨માં પડાવી લીધે, ત્યાર પછી તરત જ અંગ્રેજી શાહીવાદે પશ્ચિમ એશિયાના પ્રદેશ પર પિતાનાં મથક સ્થાપવા માટે એના પર કબજો કરીને એલેકઝાન્ડ્રીયાના બંદરગાહને દરવાજો ખેલ્યો. પછી એણે સુએઝ કેનાલ પર પિતાની હકુમત સ્થાપી. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરીકન શાહીવાદે પણ મધ્ય
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy