SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૨ વિશ્વ ઈતિહાસની રૂપરેખા બનાવથી અંગ્રેજ અમેરિકન શાહીવાદીઓ ખળભળી ઉઠયા. અંગ્રેજી શાહીવાદે આ બનાવ સામે લશ્કરી કવાયત શરૂ કરી. અમેરિકન શાહીવાદે ઈરાનની મહમદ મુસાદીકના પ્રમુખપદ નીચેની સરકાને તેડી પાડવાનાં કાવતરાં શરૂ કર્યો. મુસાદિકની સરકાર તૂટી. શાહનું પ્રગતિ વિરોધી શાસન પાછું સત્તા પર આવ્યું. દેશભકતની કતલ કરવામાં આવી અને એંઈરાનીયન તેલ કંપનીની ફરીવાર સ્થાપના કરવામાં આવી. અમેરિકન શાહીવાદની હકુમત નીચે ઈરાનના લશ્કરીતંત્રને ગોઠવી દેવામાં આવ્યું. આખા મધ્યપૂર્વની વિમુકિતની હિલચાલને જોખમમાં મૂકી દે તે આ બનાવ પાકીસ્તાનની સરકારની અમેરિકન શરણાગતિ પછી ઈરાનની ભૂમિ પર બ. ત્યાર પછી તરત જ અંગ્રેજી શાહીવાદ જેનું સભ્ય છે એ મધ્યપૂર્વના દેશને લશ્કરી કરાર હજુ હમણાં જ ઘડાયો. . સ. ૧૯૫૫ના ઓકટોબરની ૧૧મીએ ઈરાનના વડાપ્રધાન હુસેન આલાએ, જાહેર કર્યું કે ઈરાને બગદાદ કરારમાં જોડવાનું નક્કી કર્યું છે. મધ્યપૂર્વની ગુલામીની રચના કરનારા આ શાહીવાદી લશ્કરી કરાર, ટરકી, ઈરાન, ઈરાક અને પાકિસ્તાન નામના સભ્યોને બને. આ કરારની કાર્યવાહી કરનાર અને એ કરારના સભ્યોને શસ્ત્રસાજ પૂરે પાડનાર અમેરિકન શાહીવાદના અનુગામી તરીકે, મધ્યપૂર્વમાં આ કરારને એક ન સભ્ય સૌને વડે હતું. આ સભ્ય બ્રિટનને શાહીવાદ હતા. આજે બ્રિટનની શાહીવાદી ઘટના જ્યારે જગતભરમાંથી પાછી પડતી હતી ત્યારે, અને જ્યારે જગતભરના પરાધીન પ્રદેશ પર રાષ્ટ્ર વિમુકિતને વિશ્વ ઈતિહાસને કાર્યક્રમ, કાર્યવાહી પર ચઢતા હતા ત્યારે, બ્રિટનની શાહીવાદી ઘટના મધ્યપૂર્વની આઝાદીની હિલચાલેને કચડી નાખવા મધ્યપૂર્વના બગદાદ મંડળની રચના કરીને પોતે પણ મધ્યપૂર્વને જ રાષ્ટ્ર હોય તેમ બગદાદ મંડળમાં બેઠે અને આજે અમેરિકન શાહીવાદ પણ તેને સભ્ય બન્યો. બગદાદ કરારનો પ્રદેશ, ઈરાક ઈરાક પચાસ લાખની વસ્તીવાળો પ્રદેશ છે. ફીઝલ બીજા નામના રાજાનું ઈરાક પર શાસન ચાલે છે. અંગ્રેજી શાહીવાદની તરફદારી કરનારે આ રાજવંશ છે. ઈરાકના મેસુલકરકુક નામનાં તેલ ક્ષેત્રેની, હકુમત પશ્ચિમની શાહીવાદી હકુમત છે. અમેરિકન શાહીવાદે શસ્ત્રોની સખાવત કરીને આ પ્રદેશના લશ્કરને સર્યું છે તથા અંગ્રેજી શાહીવાદે તેને તાલીમ દીધી છે. પાકીસ્તાન, ઈરાન અને ટરકીમાં શરૂ થએલા શાહીવાદી દોરી સંચારની સાંકળમાં આ પ્રદેશ પણ પરવાઈ ગયો છે. રાષ્ટ્રસંધની અંદર મહાન માંધા
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy