SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ મધ્યપૂર્વમાં ડેકીયું મધ્ય પૂર્વની ભુગોળ-મધ્ય પર્વને પહેલે દેશ, ઈજીપ્ત-મધ્ય પુર્વની મુંઝવણ, ઈઝરાઈલ-મધ્ય પુર્વનું શાહીવાદી બગદાદ જૂથ અને આરબ વિમુકિતનો સવાલ-ઇરાનને ઇતિહાસ–બગદાદ કરારને પ્રદેશ, ઈરાક-નાને સરખો, જોર્ડન–અંગ્રેજી સામ્રાજયનું સીમા મથક, સાયપ્રસ–મધ્યપુર્વને પુરાણે શહીવાદી દેરીસંચાર ટરકી–ટરકીથી ઈઝરાઈલ સુધી–સાઉદી અરબસ્તાન–વહાબીહિલચાલ સાઉદ અરેબીયાનું રાજકારણ-લેબેનોનનો ઈતિહાસ આરબ વિમુકિતને ચોકીદાર – આરબ વિમુક્તિના બે બાંધવ રાષ્ટ્ર, સીરીયા અને ઈજીપ્ત. ] મધ્યપુર્વ એટલે ક્યા પ્રદેશે ? દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયાના પ્રદેશો પર યુરોપનું શાહીવાદી આક્રમણ સત્તરમા સૈકાથી શરુ થયું તથા ઓગણીસમા સૈકા સુધીમાં આ પ્રદેશે. શાહીવાદના પરાધીન પ્રદેશ બની ગયા. પછી ઓગણીસમા સૈકાના પાલ્લા સમયમાં આફ્રિકાખંડ પર આવેલાં આક્રમણે નીચે જોતજોતામાં આ ખંડ ટુકડે ટુકડા બની જઈને યુરોપની ગુલામી નીચે જકડાઈ ગયે. પછી વશમા સૈકામાં શાહીવાદી આક્રમણનું નિશાન મધ્ય પૂર્વના પ્રદેશ બન્યા. ટરકીશ સામ્રાજ્યના પતન પછી અને પહેલા વિશ્વયુદ્ધના આરંભથી આ પ્રદેશ પર યુરોપની શાહીવાદી હકુમત સ્થપાવા માંડી. એજ સમયમાં એ શાહીવાદી હકુમતે આ પ્રદેશનું નામ મધ્યપૂર્વ પાડ્યું. આ પહેલાં એશિઆ ભાઈનરના ભૂમધ્યપર પથરાયેલા આ પ્રદેશે લેવા ન્ટના નામથી તથા બાલ્કન પ્રદેશ સાથેના સમીપપૂર્વના પ્રદેશ તરીકે ઓળખાતા હતા, અને મધ્ય પૂર્વનું નામ ઈરાન ટ્રાન્સકેકેશિયા, અફઘા નિસ્તાન, તુર્કસ્તાન, સીકીયાંગ અને તિબેટ માટે વપરાતું હતું. પણ પછીથી શાહીવાદી રચનાએ ભૂમધ્યના પૂર્વ કિનારાના પ્રદેશથી શરૂ કરીને અફઘાનિસ્તા નની સરહદે સુધીના પ્રદેશોનું નામ મધ્યપૂર્વ પાડયું. આ પ્રદેશ પર શાહીવાદી આક્રમણના અનેક તરીકાઓ, તથા આ પ્રદેશો પર પકડ જમાવવાનાં રાજકારણ શરૂ થઈ ગયાં. સુએઝકેનાલના બાંધકામ પછી આ આક્રમણનો આરંભ અંગ્રેજી શાહીવાદે ઈજીપ્તમાં ઈ. સ. ૧૮૮૨માં એલેકઝેન્ડ્રીયા પર તોપમારો ચલાવીને
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy